સોરઠની ધરતીના મહાન સંત જલારામ બાપાનું દાંપત્યજીવન આવું હતું, વાંચો આજે બાપાના અને વીરબાઈનાં જીવન વિશે….!!!

0

સોરઠની ધરતી અનેક તીર્થ ધામ આવેલા છે. ગામે ગામ તીર્થધામો આવેલા છે અને તેમનું મહત્વ પણ એટલું જ છે તેમના ચમત્કારોના હિસાબે. સાધુ સંતો અને તીર્થધામની

વાત આવે તો નાના મોટા સૌના હૈયે ને હોઠે એક જ નામ સૌથી પહેલા આવે…જલારામ બાપાનું વીરપુર ધામ. તો ચાલો આજે જાણીએ આપણે જલારામ બાપાના જીવન વિષે..
14મી નવેમ્બરના રોજ અને કારતક મહિનાની સાતમના દિવસ એટ્લે સંત જલારામબાપાનો પ્રાગટ્ય દીવસ. એટ્લે કે આજે તેમની 219મી જયંતી છે. તો આજે જાણીએ બાપાની સફર વિષે..એક સામાન્ય માનવી કેવી રીતે ભગવાન બની ગયા. એનો પૂરો ઇતિહાસ અને તેમના લગ્ન જીવન વીશે.
જલારામ બાપા સાવ નાની ઉંમરે જ એટ્લે કે જ્યારથી બોલતા થયા ને સમજણા થયા ત્યારથી બસ એક જ મંત્ર નું રટણ કરતાં. સૂતા, જાગતા, બેસતા, ઉઠતાં પણ રામ તાં ને રામ નું જ રટણ.. રમવાની ઉંમરે પણ ભગવનાનાં જ મંત્ર જાપનું જ રટણ કરતાં. જલારામ બાપાના માતાનું નામ રાજબાઈ ને તેમના પિતા પણ મોટા વેપારીવિરપુરની હાટડીમાં એમની પણ એક હાટડી….પોતાનો વેપાર પણ વધારે પ્રેમાણમાં વિસ્તારેલો હોવાથી હિસાબ કિતાબ પણ એટલો જ મોટો..એટ્લે હિસાબ માં વાંધો ણ આવે એટ્લે જલારામ બાપાને નિશાળમાં ભણવા બેસાડેલ…પરંતુ જન્મથી જ જીવ ભગવાનમાં ખૂંચેલો એટ્લે બાપાનું ભણવામાં પણ મન કેમ ખૂંચે ?

જેવી જલારામ બાપાની જનોઈ આપી તરત જ તેમને વેપારમાં બેસાડી દીધા. બાપા તો સાધુ સંતો સાથે સત્સંગ કરે ને ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી પીવડાવે. એ જ એમનો ધર્મ..એમના પીતાને ચિંતા થવા લાગી. એટ્લે બાપાના વીરબાઈ સાથે લગ્ન કરી દીધા. બાપા તો લગ્ન પછી પણ ધર્મમાં જ રચ્યા પચ્યાં રહ્યા ને બાપાને ને બસ સેવા એ જ પરમ ધર્મ…બાપાની ભક્તિ જોઈને વીરબાઈ પણ પતિના રસ્તે જ વળી ગયા. પતિની ખુશી ધરમની સેવા કરવામાં છે તો ફરજ સમજી વીરબાઈ પણ સાધુ સંતોની સેવા કરતાં ને ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી પાતાં.
એક દિવસ તેમના પિતાને ગુસ્સો આવ્યો ને બાપાને જુદા કરી દીધા. હવે બાપાને ભક્તિ કરવી આસાન બની ગઈ. જલારામ બાપા અને વીરબાઈ તો ઉપાડ્યા જાત્રા કરવા. ગામે ગામ જઈને જાત્રા કરી પાછા આવ્યા. એક દિવસ જલારામ બાપાના પિતા જલારામ બાપાને સમજાવવા આવ્યા કે ભક્તિ તો ઘરે બેઠાય થાય. આમ ગામોગામ જઈને જાત્રા કરીને ભક્તિ કરવાથી શું ફાયદો ? કિડીને કણ નાખી તોય પુણ્ય મળે ને કબૂતરને ચણ નાખી તોય પુણ્ય મળે ને તારે ભક્તિ જ કરવી હોય તો તારે ઘરે જ કોઈ ભૂખ્યા સાધુ સંતને જમાડ દીકરા….પણ ઘરનો ધંધો ખોટમાં ઉતારી આમ ભક્તિ ન કરાય.

પોતાનાં પિતાની વાત મનમાં એવી ઉતરી ગઈ કે બાપાએ ઘરે જ સદાવ્રત ચાલુ કરી દીધું ને વીરબાઈ રાંધે ને બાપા ભૂખ્યાને અન્ન આપી જમાડે ને બેય પતિ પત્ની હરિના ગુણ ગાતા જાય ને મજૂરી કરતાં જાય…દિવસે ને દિવસે બાપાના ઘરે સાધુ સંતો ને ભક્તો વધારે આવવા લાગ્યા. જલારામ બાપા હોંશે હોંશે જમાડતા ને રાજી રાજી થાતાં.
એક દિવસ જલારામ બાપાની ભક્તિ જોઈને ખૂડ ભગવાનને પણ જલારામબાપાની પરીક્ષા કરવાનું મન થયું..ઘરડા સાધુના વેશમાં આવીને બાપા ને કહ્યું. મારે તો જમવું નથી..હું ભૂખ્યો નથી. પણ, હું ઘરડો છુ. મારે સેવા કરવાવાળું કોઈ નથી. મારી સેવા કરવા માટે મારે તમારા ઘરની બાઈ જોઈએ છે.
બાપા કાઇ જવાબ આપે એ પહેલા જ વીરબાઈ આ સાંભળી ગયા. ને એ સંત સાથે ચાલવા લાગ્યા. થોડે દૂર પહોંચતા જ એ સંત હીરાબાના હાથમાં ઝોળી ને લાકડી આપીને ગાયબ થઈ જાય છે. વીરબાઈને ખ્યાલ આવ્યો કે આ કોઈ સાધારણ સાધુ નહી પણ સાક્ષાત હરી જ હતાં.

આજે પણ જલારામ ધામમાં જલારામ બાપાની સાથે સાથે એ લાકડી અને ઝોળીનાં દર્શન થાય છે, ને પૂજા કરવામાં આવે છે,

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here