હેરાન કરી મૂકશે તમને આ વાત, જ્યારે તમે જાણશો આ રાજાની લાઈફસ્ટાઈલ, માત્ર 20 વર્ષની ઉંમરમાં છે 20000 હજાર કરોડની પ્રોપર્ટીનો માલિક !!

0

ફોર્બ્સ 30 હેઠળ 30 એશિયાની યાદીમાં ભારતનું પ્રભુત્વ ઘણું વધ્યું છે. આ વર્ષે, સયાદીમાં વિવિધ પ્રદેશોમાંથી કુલ 300 નામો પસંદ કરવામાં આવ્યા છે. 65 યુવા લોકો સાથે, ભારતનું નામ એક નંબર પર છે. ચાઇનાના 59 યુવા લોકોએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
યાદીમાં પોલો ટીમના કેપ્ટન અને જયપુરના રાજા પદ્મનાભ સિંહનો પણ સમાવેશ થાય છે. તે અહીંના રાજા સવાઈ માનસિંહના પુત્ર છે અને તેઓ હંમેશાં તેમના આન, બાણ, શાન અને વૈભવી જીવન માટે જાણીતા છે.
જો કે, દેશના સામ્રાજ્યો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે, પરંતુ શાહી ઘરોમાં, શાહી નિવાસને રાજ્યનો અધિકાર આપવામાં આવે છે.
20 વર્ષથી યુવાન વયે પણ પોતાની કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરવું સરળ નથી હોતું. પરંતુ જોઅમે તમને આવા વ્યક્તિ વિશે જણાવીએ તો તે માત્ર 20 વર્ષની વયે, 20,000 કરોડની મિલકત ધરાવે છે.
જયપુરની રાજકુમારી દિયા કુમારી અને નરેન્દ્ર સિંહના પુત્ર પદ્મનાભ જયપુરના યુવાન રાજકુમાર છે. પદ્મનાભને તેમના દાદા સવાઈ માન સિંહના અવસાન પછી 4 વર્ષની વયે જ રાજા બનાવવામાં આવ્યા હતા.

પદ્મનાભ સિંહની લાઈફ સ્ટાઈલ –

ભારત અને વિદેશમાં થતી ઘણી બધી પેજ -3 પાર્ટીમાં પદ્મનાભ જોવા મળે છે. એ ઉપરાંત તે જયપુરમાં થનારા કેટલાય ફેશન શો અને અલગ અલગ ઇવેંટમાં નજર આવે છે.
તે તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર ઘએક્ટિવ રહે છે તેઓએ પોતાની વિન્ટેજ કાર સાથેના ઘણા ફોટા પણ સોશોયલ મીડિયા પર શેર કર્યા છે.
રાજા પદ્મનાભનું એજ્યુકેશન એકદમ હાઇ છે. ભારતનું ઇટોન કહેવાય છે એ અજમેરના મેયો કોલેજમાંથી અભ્યાસ કરીને પદ્મનાભ ન્યુયોર્ક યુનિવર્સિટી ચાલ્યા ગયા હતા. સપ્ટેમ્બર 2018 માં, તે ખાનગી યુનિવર્સિટીમાં આર્ટ્સનો અભ્યાસ કરવા રોમ ગયા.
મોડેલિંગ અને ફરવાનો શોખીન છે પદ્મનાભ. પદ્મનાભની દિલચસ્પી મોડેલિંગમાં ખાસ છે. પદ્મનાભ ડોલ્સ અને ગબાના માટે રેમ્પ વોક કરી ચૂક્યા છે, તો તેમના ફરવાના શોખને ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે. તે અત્યાર સુધીમાં ઇટાલી, સ્પેઇન, દક્ષિણ આફ્રિકા, પેરુ, કોલંબિયા અને પોર્ટુગલમાં ફરી ચૂક્યો છે.
કહો કે જયપુર રોયલ ફેમિલીમાં ઘણી વૈભવી વિન્ટેજ કાર પણ છે. તે જ સમયે, તે ભારતીય પોલો ટીમ વતી પણ રમે છે.

કરોડોના માલિક છે પદ્મનાભ :

જયપુરના રાજઘરાના પાસે અબજોની મિલકત છે, પરંતુ સુપ્રીમ કોર્ટે 1992 થી શાહી પરિવારની સંપતિ પર રીસીવર નિમણૂક કરી છે. ત્યારથી લઈને અત્યાર સુધી તેમના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભવાનીસિંહના પિતા, સવાઈ માનસિંહ બીજાની જે પ્રોપર્ટી હતી તેમાં માનસિંહ પછી ભવાની સિંહ તેના ઉતરાધિકારી બન્યા. પછી થી 1986 સુધી, બધું જ ઠીક ઠાક રહ્યું. , પરંતુ તે પછી બધી જ પ્રોપર્ટીબા ભાગ પાડવાની વાતને લઈને રાજમાતા ગાયત્રી દેવી, ભવાની સિંહના ભાઈ જય સિંહ, પૃથ્વી સિંહ અને જગદીશ સિંહ એકબાજુ આવી ગયા. તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પ્રોપર્ટીના ભાગ માટે દાવો કર્યો.

ત્યારથી લઈને અત્યાર સુધી, રાજશાહી પરિવારની સંપત્તિ પર અદાલતોમાં કેસ ચાલી રહ્યા છે.

પૂર્વ મહારાજે લીધા હતા દતક –

મહારાજા સાવઈ માનસિંહ અને તેમની પત્ની મરૂધરકુવર ના દીકરા ભવાની સિંહ ના લગ્ન પદ્મિની દેવી સાથે લગ્ન થયા હતા. તેમની એકમાત્ર પુત્રી દી્યા કુમારી છે.

દિર્યા કુમારીએ નરેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા. તેમના બે પુત્રો પદ્મનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ છે. દિયા હાલમાં માધોપરમાં ભાજપના ધારાસભ્ય છે.

પદ્મનાભ સિંહે 12 વર્ષની ઉંમરે જયપુરના રાજનું શાસન સંભાળ્યું, જ્યારે બીજા પુત્ર લક્ષ્યરાજ સિંહે માત્ર નવ વર્ષની ઉંમરમાં જ જવાબદારી સંભાળી લીધી.

મહારાજા બ્રિગેડિયર ભવાની સિંહને કોઈ પુત્ર નહોતો. 2002 માં, તેમણે તેમની પુત્રી દી્યા કુમારીના પુત્રોને દતક લીધા . ભાવનસિંહના નિધન પછી, 2011 માં પદ્મનાભ સિંહ નું રાજ તિલક કરવામાં આવ્યું ને 2013 માં નાના દીકરા લક્ષ્યરાજ ગાદીએ બેઠા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here