જાયફળ ખાવાથી થતાં ફાયદા આજે જ જાણી લો , ને હવેથી શરૂ કરી દો જાયફળ ખાવાનું ….

0

જાયફળ એક એવો મસાલો છે જે દરેક ઘર માં ભોજન ના ઉપયોગ માં લેવા માં આવે છે. આ એક એશિયાઈ મસાલો છે. જાયફળ ઇંડોનેશિયા અને દક્ષિણ ભારત માંથી મળે છે. તે સુગંધિત અને સ્વાદ માં મીઠો હોય છે. જાયફળ નો ઉપયોગ મસાલા ના રૂપે વધુ કરવા માં આવે છે, પરંતુ વ્યંજનો માં ઓછો કરાય છે. તેમાં મુખ્ય રૂપે વિટામિન, મિનરલ, અને કાર્બનિક યૌગિકો હોવા ને કારણે તે વિભિન્ન રીતે તમારા સ્વાસ્થય ને પ્રભાવિત કરે છે. જાયફળ માં ફાઈબર, મેગનિજ, થિયામિન, વિટામિન બી6, ફોલેટ, મેગ્નેશિયમ, તાંબુ, અને મૈક્લિગ્નના હોય છે.
જાયફળ ના તેલ નો ઉપયોગ કોસ્મેટિક અને ઘણા પ્રકાર ની દવા બનાવવા માં કરવા માં આવે છે. જો કે જાયફળ શરદી માટે ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદ માં જાયફળ નું ખૂબ જ મહત્વ છે. તેના ઉપયોગ થી પેટ અને ત્વચા ને સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

1. અનિદ્રા માં જાયફળ નો ફાયદો

પોષણ વિશેષજ્ઞો નું માનવું છે કે જાયફળ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તે મેંથોલ ના રૂપે કામ કરે છે, જે તનાવ ને દૂર કરે છે અને મગજ ને શાંત કરે છે અને તમને નીંદર લાવવા માં મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ ખૂબ જ વધારે પ્રમાણ માં હોય છે, જે શરીર ને તનાવ મુક્ત કરે છે. અહિયાં સુધી કે તે સેરોટોનીન ને ઉત્તેજિત કરે છે. જે શરીર ને આરામ પહોચાડે છે. આ રીતે જાયફળ અનિદ્રા અને બેચેની થી રાહત આપે છે. જો તમે રોજ રાતે દૂધ માં જાયફળ મિક્સ કરી ને પિતા હો તો રાતે નીંદર ખૂબ જ સારી આવે છે. આમ જાયફળ નીંદર, મન ને શાંત કરવા માં ઉપયોગી છે.

2. જાયફળ ના પ્રયોગ થી પાચન તંત્ર સારું રહે છે

જાયફળ નો એક ફાયદો એ છે કે તે આપણાં પાચન તંત્ર ને વ્યવસ્થિત કરે છે. શરદી માં જાયફળ નો ઉપરોગ પાચન તંત્ર ને ઠીક કરવા માં થાય છે. જાયફળ ખૂબ જ પ્રભાવી રૂપે આપણ ને ફાયદો કરે છે.

જાયફળ ના પાઉડર નો ઉપયોગ શરીર માં ફાઈબર ની માત્રા ને બનાવી રાખે છે. આ સિવાય તે શરીર માં ગૈસ્ટ્રીક જૂસ માં વધારો કરે છે, જે પાચન પ્રક્રિયા માં સુધાર લાવે છે. ફાઈબર મળ ત્યાગ ની સાથે સાથે કબજીયાત અને આંતરડા ની અન્ય સમસ્યાઓ માં પણ સુધાર લાવે છે.

3. દાંત ના દુખાવા મ લાભ

જાયફળ ને દાંત ના દુખાવા થી રાહત મેળવવા માટે પ્રયોગ માં લેવા માં આવે છે. દાંત ના દુખાવા થી રાહત મેળવવા માટે પહેલા જાયફળ ના પાઉડર ને દાંત પર લગાવો, પછી થોડા સમય બાદ કોગળો કરી નાખો. જાયફળ નું તેલ પણ દાંત ના દુખાવા માટે ખૂબ સારું છે. દાંત ની અંદર બેક્ટરીયા દાંત ના દુખાવા નું કારણ બની શકે છે, અને જો યોગ્ય સમયે તેનો ઈલાજ ના થાય તો કોઈપણ સમસ્યા થઈ શકે છે. આમ જાયફળ માં એન્ટિ-બેક્ટરીયલ ગુણ હોય છે જે દાંત ને સડવા થી બચાવે છે.

4. જાયફળ નો ઉપયોગ મગજ માટે

જાયફળ નો ઉપયોગ મગજ ને ખૂબ જ તેજ બનાવે છે. જેને ખાવા થી તમને ક્યારેય ભૂલવા થી બીમારી નહીં થાય. જાયફળ માં મૈરિસ્ટિકિન અને મેક્લિગ્નાન જેવા ઘટકો રહેલા છે જે મગજ ના વિકાસ માં મદદ કરે છે. અધ્યયનો થી સાબિત થયું છે કે મૈરિસ્ટિકિન અને મૈક્લિગ્નાન મગજ ની સમસ્યા ના પ્રભાવ ને ઓછું કરે છે અને મસ્તિષ્ક ને સામાન્ય અને સ્વસ્થ બનાવા નું કામ કરે છે.

5. જાયફળ નો પ્રયોગ આંખ માટે

જાયફળ નો પહેલા પાઉડર બનાવી લો, પછી તે લેપ ને આંખ ની પાંપણ ની ચારે બાજુ લગાવા થી આંખ ની રોશની વધે છે.

6. જાયફળ નું ચૂર્ણ ગળા માટે

જાયફળ નો પ્રયોગ ગળા ના વિકાર માટે કરવા માં આવે છે. જાયફળ ના પ્રયોગ થી અવાજ ની ગુણવત્તા માં સુધારો આવે છે. આ સિવાય તે ગળા ને સાફ કરવા માં મદદ કરે છે. જાયફળ ના પાઉડર ની એક ચમચી ને પાણી માં મિક્સ કરી લો, અને તેના થી કોગળા કરો. આમ કરવા થી ગળા ને આરામ મળે છે.

7. જાયફળ નો પ્રયોગ માથા ના દુખાવા માટે

અધ્યયન થી એ સાબિત થયું છે કે જાયફળ ના પ્રયોગ થી માથા નો દુખાવો, અને શરીર ના અન્ય દર્દ ને ઓછું કરવા માં મદદ મળે છે. જાયફળ ના પાઉડર નો ઉપયોગ માથા ના દુખાવા અને સાંધા ના દુખાવા ને દૂર કરવા માટે થાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here