જેલથી બહાર નીકળ્યા બાદ સલમાન 2 દિવસમાં કરી ચુક્યા છે આ 5 કામ, શું તમને ખબર છે?….ગર્વ થશે જાણીને

0

20 વર્ષ પહેલાના બ્લૈક હરણના શિકારના મામલામાં દોષી કરાર ગણાયેલા સલમાન ખાનને જોધપુરની સેશન કોર્ટથી જમાનત મળી ચુકી છે. બે દિવસ સેન્ટ્રલ જેલમાં વિતાવ્યા બાદ ગત શનિવારે સલમાન ખાન મુંબઈ આવ્યા હતા. આવતાની સાથે જ ફેંસે તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેના બાદ જ સોશિયલ મીડિયા પર તેના ઘણા વિડીયોસ  વાઈરલ થઈ રહ્યા છે. જાણો જેલમાંથી બહાર આવ્યા બાદ સલમાને શું-શું કર્યું.જેલ માંથી બહાર આવીને મુંબઈ પહોંચેલા સલમાન ખાનનું ફેંસે ધમાકેદાર સ્વાગત કર્યું હતું. તેના ઘરની બહાર સેંકડો ફેંસની ભીડ ઉમટી પડી હતી. ફેંસ દ્વારા મળી રહેલા પ્રેમ અને તેઓનો ધન્યવાદ કરવા માટે સલમાન પોતાના પરિવારની સાથે બાલકનીમાં આવ્યા હતા. ફેંસનો તેના પ્રતિ પ્રેમ જોઇને તે ખુબ જ ભાવુક થઇ ગયા હતા. તેઓએ ફેંસને ઈશારો કરીને ઘરે જઈને આરામ કરવા માટે કહ્યું.
જેલથી મુક્ત થઈને ગૈલેક્સી એપાર્ટમેન્ટ પહોંચતા જ તેના ફિલ્મ ઉદ્યોગના દોસ્તો પણ આવી પહોંચ્યા હતા. ઘરે આવતા જ ફેંસ બાદ તે પોતાના દોસ્તોને મળ્યા હતા. સૌથી પહેલા સલમાનનાં હાલચાલ જાણવા માટે તેના ઘરે કૈટરીના કૈફ આવી પહોંચી હતી. જેના બાદ જીજુ આયુષ શર્મા, મલાઈકા, સાકીબ સલીમ, ડેજી શાહ, વરુણ ધવન અને જૈક્લીન તેને મળવા માટે આવી પહોંચ્યા હતા.રવિવાર સવાર થતા જ સલમાન સૌથી પહેલા ચૈરીટી ઇવેન્ટમાં શામિલ થયા હતા. અહી એવા બાળકો ભણે છે જેઓને વાંચવા લખવામાં સમસ્યા થાય છે. સલમાને અહી જઈને બાળકોની સાથે મળીને મસ્તી કરી હતી. તેના બાદ સલમાને બાળકોની સાથે મળીને આઈસક્રીમ ખાધી હતી. આ દૌરાન સલમાનનો ભત્રીજો યોહાનને પણ સાથે લઈને ગયા હતા.     દબંગ ખાને રવિવાર સાંજે પોતાના મિત્ર રેસ 3 કો સ્ટાર સાકીબનો બર્થ ડે મનાવ્યો હતો. આ પાર્ટીમાં રેસ 3 ની પૂરી કાસ્ટ પહોંચી હતી. પાર્ટી અટેન્ડ કર્યા બાદ સલમાન પોતાની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરની સાથે એક કારમાં પરત ફર્યા હતા.  તેના બાદ સોમવાર રાત સલમાન ‘રેસ-3’ ના પ્રોડ્યુસર રમેશ તૌરાનીના ઓફીસની બહાર જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલ માં જ સલમાન આબુ ધાબી થી ‘રેસ-3’ ની શુટિંગ ખત્મ કરીને પરત ફર્યા છે. ફિલ્મની બચી કુચેલી શુટિંગ જલ્દી જ પૂરી કરવા માટે તે રમેશને મળવા માટે પહોંચ્યા હતા.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.