જેલમાં મળે છે 5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ, કેદીઓને આપવામાં આવે છે લક્ઝરીયસ પાર્ટી…

0

જેલ અથવા કેદ સાંભળીને તમને મુસીબત જ યાદ આવશે પણ આજે તમને એવી જેલ વિશે જણાવવાના છીએ જ્યાં કેદીઓને 5 સ્ટાર હોટેલ જેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તમેં જાણીને હેરાન થઈ જશો કે ગુનાહ બાદ પણ કેદીઓને આવી 5 સ્ટાર ટ્રીટમેન્ટ શા માટે આપવામાં આવે છે. તો આવો જાણીએ આવી 5 સ્ટાર જેલ વિશે..

1. જસ્ટિસ સેન્ટર, જેલ કે 5 સ્ટાર હોટેલ ?

આ છે ઓસ્ટ્રીયાની જસ્ટિસ લેઓબેન જેલ જે કેદીઓ માટે આરામ અને સુખ સુવિધાઓનું પૂરું ધ્યાન રાખે છે. અહીંની વ્યવસ્થા જોઈને દરેક કેદી ઈચ્છા રાખશે કે અમને અહીં શિફ્ટ કરવામાં આવે છે.ખ્યાતનામ આર્કિટેક્ટ જોસેફ હોહેસિત્ર દ્વારા ડિઝાઇન આ જસ્ટિસ સેન્ટર, 2005માં શરું કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રીયાના પહાડી વિસ્તાર લીઓબેનમાં સ્થિત છે આ સેન્ટરજસ્ટિસ સેન્ટરના સુવિધાજનક હોવા પાછળ કારણ એ છે કે અહીં બે શિલાલેખ છે અને પ્રથમ શિલાલેખમાં એવું લખેલ છે કે “કોઈ પણ માણસ સ્વતંત્ર પેદા થાય છે અને બધા બરાબરની ગરિમા અને જીવનના અધિકારી હોય છે.”આ શબ્દ અમેરિકાના ઘોષણા પત્રમાં પણ લખવામાં આવ્યો હતો. બીજા શિલાલેખમાં લખેલ શબ્દો, “પ્રત્યેક વ્યક્તિ જે સ્વતંત્રતાથી વંચિત છે, એમની સાથે પણ જન્મજાત ગૌરવ અને માનવીય વ્યવહાર કરવો જોઈએ.જસ્ટિસ સેન્ટરમાં એવા જ કેદીઓને રાખવામાં આવે છે જેમણે મામુલી અપરાધ કર્યાં હોય. સેન્ટરના બીજા ભાગમાં કોર્ટનું કામ ચાલે છે. આ માટે આ ભાગ જનતા માટે ખુલ્લો છે. લોકો આવીને આ ભાગમાં જઈને અંદરની જેલનો નજારો જોઈ શકે છે.દુનિયાભરમાં જસ્ટિસ સેન્ટર ફેમસ છે. તમામ દેશોના ટુરીસ્ટ જ્યારે ઓસ્ટ્રીયા આવે છે ત્યારે આ સેન્ટર જરૂર જોવે છે અને કેટલાક ટુરીસ્ટ તો જસ્ટિસ સેન્ટર જોવા માટે અલગથી સમય કાઢે છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here