જેગુઆર-મર્સિડીઝ-ઓડીની ઓફર ઠુકરાવી કરોડપતિ વેપારીના પુત્ર-પુત્રી લેશે દીક્ષા, તમામ સુખ-સુવિધાઓનો કરશે ત્યાગ…

0

આજના યુવાનો જે મિત્રોને બતાવવા માટે અને ફેશન કરવામાંથી ઊંચા નથી આવતા ત્યારે આજે ફરી એક એવો કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં એક કરોડપતિ પિતાના સંતાનો લેવા જઈ રહ્યા છે દીક્ષા. હા મિત્રો તમે સાચું વાંચ્યું છે અવારનવાર આપણે દીક્ષા માટેના સુરતથી ઘણાબધા સમાચાર સંભાળતા જ હોઈએ છીએ. હમણાં થોડા દિવસ પહેલા જ આ અનેક કિસ્સામાં વધારે એકનો ઉમેરો થયો છે. ટેકસટાઇલ બિઝનેસના એક બહુ મોટા વેપારી ભરત વોરાના એક નહિ પણ બંને સંતાન એ એક સાથે દીક્ષાના માર્ગે ચાલી નીકળશે. તેમની દીકરીનું નામ આયુષી અને દીકરાનું નામ યશ છે.

બનાસકાંઠાના રહેવાસી ભરત વોરાના બંને સંતાન એ ડીસેમ્બર મહિનાની ૯ તારીખે દીક્ષા લેશે. તમને જણાવી દઈએ કે દીક્ષા લીધા પછી કોઈપણ વ્યક્તિ એ કોઈપણ આરામદાયક વસ્તુઓ કે પછી કોઈપણ ગાડીનો ઉપયોગ કરી શકતા નથી. આયુષી અને યશ એ ૯ તારીખે દીક્ષા લેશે એની પહેલા ૭ તરીખે તેમની શોભયાત્રા નીકળશે. તેમની દીક્ષાનો સમારોહ એ અડાજણમાં આવેલ રીવર ફ્રન્ટ પર થશે.

યશના પિતા એ નહોતા ઈચ્છતા કે તેમનો દિકરો દીક્ષા લે, તેઓ પોતાનો બિઝનેસ તેમના દીકરાને સોંપવા માંગતા હતા. અને તેમના દીકરાને દીક્ષા લેતા રોકવા માટે તેમણે યશને ઘણા બધા પ્રલોભન આપ્યા હતા. તેઓએ યશને મોંઘી બાઈક, જગુઆર ગાડી, ઓડી, મર્સીડીઝ જેવી મોંઘી ગાડી તેને જોઈતી હોય તેવી આપવશે એવા પણ પ્રલોભન આપ્યા હતા. તેઓ આવા અનેક પ્રલોભન આપીને તેમના દીકરાને દીક્ષા ના લેવા માટે મનાવતા હતા પણ તેમનો દિકરો માન્યો નહિ. યશ એ કોઈપણ પ્રકારની વાત માની નહિ અને દીક્ષા લેવાના નિર્ણય પર અડગ રહ્યો.

ભરત વોરા જણાવે છે કે તેમના ગામના અનેક પરિવારમાં પહેલે થી જ કોઈને કોઈ દીક્ષા લેતું જ હોય છે. આજ સુધી તેમના પરિવાર કે કુટુંબમાંથી કોઈએ દીક્ષા લીધી નથી. એકવાર આ વાત સામાન્ય રીતે જ તેમની દીકરી આયુશીને જણાવી હતી. ત્યારબાદ ૧૦મ ધોરણની પરીક્ષા આપેલ આયુષી એ પરિવાર સાથે યશોવમર્સુરી મહારાજના પ્રવચનમાં ગઈ હતી ત્યારે તેને દીક્ષા લેવાનો વિચાર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ૧૨માં ધોરણમાં આયુષી એ ૭૫ ટકાએ પાસ થઇ છે. ત્યારબાદ આયુષી એ સતત યશોવમર્સુરી મહારાજના સાનિધ્યમાં ગુજરાત અને મુંબઈમાં ફરી હતી અને અંતે તેણે દીક્ષા લેવાનો પાક્કો નિર્ણય કરી લીધો. આયુષી એ ગયા વર્ષે જ દીક્ષા લેવાની હતી પણ પછી હવે આ વર્ષે બંને સાથે જ દીક્ષા લેશે એવો નિર્ણય લીધો.

યશ જણાવે છે કે આપણા અંતિમ સમયમાં આપણી સાથે કશું જ આવવાનું નથી, ગાડી, ઘર, પૈસા એ બધું જ અહિયાં રહી જવાનું છે. આપણે કરેલા કર્મો જ આપણા આવતા જન્મને નક્કી કરશે. યશે બાકીની બધી વસ્તુઓને માયા ગણાવી છે. તેમણે દરેક ભૌતિક સુખ સુવિધાઓનો ત્યાગ કરીને દીક્ષાના માર્ગે જવાનો નિર્ણય કરી લીધો છે. તમને જાણીને નવી લાગશે પણ જયારે આયુષી એ યશોવમર્સુરી મહારાજ સાથે મુંબઈ અને ગુજરાતની જગ્યાઓએ જતી હતી ત્યાં કોઈપણ પ્રકારનું સુખ કે સુવિધા વગરનું જીવન જીવતી હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here