જાણો કેવી રીતે થયુ હતુ ભગવાન શ્રી કૃષ્ણ નુ મૃત્યુ? આ છે રહસ્ય

0

શ્રી કૃષ્ણ ને હિન્દૂ ધર્મ માં ભગવાન વિષ્ણુ નો અવતાર મનાય છે. તેનુ વ્યક્તિત્વ અનોખુ છે, જેની તુલના કોઈ અવતાર થી ના કરી શકાય અને ના સંસાર ના બીજા કોઈ મહાપુરુષ સાથે. તેના જીવન ની દર એક લીલા, દરેક ઘટના સમાન્ય માણસ ની સમજ થી ઉપર છે શાયદ તેથીજ તેને લીલાધર પણ કહેવાય છે. માખણ ચોરવુ, ગોપીઓ ને સતાવવી, રાસ રાચાવો, દુષ્ટો નો સંહાર કરવો એ બધી વાતો તો ભગવાન શ્રી કૃષ્ણ વિશે બધા લોકો જાણે છે પરંતુ તેના સિવાય પણ ઘણી એવી જાણકારી છે જેનાથી કદાચ તમે હજુ સુધી અજાણ હશો –

1 – ભગવાન શ્રી કૃષ્ણ નો રંગ

કોઈ લોકો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નો રંગ કાળો હતો તો કોઈ નુ કહેવુ છે કે તેનો રંગ નીલો હતો. પરંતુ સચ્ચાઇ તો એ છે કે તેનો રંગ ન તો કાળો હતો અને ન નીલો. હકીકતમાં તેની ત્વચા નો રંગ મેઘ શ્યામલ હતો. એટલેકે કાળો, નીલો અને સફેદ રંગ નુ મિશ્રણ.

2 – માર્શલ આર્ટ નો આવિષ્કાર

કિંવદન્તિઓ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ જ માર્શલ આર્ટ નો આવિષ્કાર કર્યો હતો. હકીકતમાં તેને કાલારિપયટ્ટુ વિદ્યા કહેવાતુ. કૃષ્ણજી એ આ વિદ્યા નો ઉપયોગ રાક્ષસો ને મારવા માટે કર્યો હતો. ત્યારબાદ આ વિદ્યા ને અગસ્ત્ય મુનિ એ આગળ વધારી.

3 – શ્રી કૃષ્ણ અને શિવજી વચ્ચે થયુ હતુ યુદ્ધ

કહેવાય છે કે શ્રીકૃષ્ણ એ બાણાસુર નો વિરોધ કરવા માટે ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યુ હતુ. તે દરમ્યાન શિવજી એ ‘મહેશ્વર જ્વર’ ને છોડયુ અને તેના વિરોધ માં શ્રીકૃષ્ણ ‘વૈષ્ણવ જ્વર’ નો ઉપયોગ કરી દુનિયા નુ પહેલુ જીવાણુ યુદ્ધ લડ્યા હતા.

4 – સોળ હજાર નહીં ફક્ત આંઠ પત્નીઓ હતી

ભગવાન શ્રી કૃષ્ણ ની વાસ્તવ માં ફક્ત આંઠ પત્નીઓ જ હતી, રુક્મિણી, સત્યભામા, જાંબવંતી, નાગ્નજીતી, કાલિંદી, મિત્રવિંદ, ભદ્રા અને લક્ષ્મણા. તેના વિશે કહેવાય છે કે તેની સોળ હજાર પટરાણીઓ હતી પરંતુ એવુ નથી. હકીકતમાં, તે બધી રાક્ષસ નરકાસુર દ્વારા બંધક બનાવેલી મહિલાઓ હતી જેને શ્રી કૃષ્ણ એ મુક્ત કરાવી હતી.

5 – રાધા નો ઉલ્લેખ નથી કોઈ પણ પુરાણ માં

શ્રીકૃષ્ણ ની પ્રેમિકા રાધા નો ઉલ્લેખ ન તો મહાભારત માં અને ન તો વિષ્ણુપુરાણ માં મળે છે. કોઈ વિદ્વાનો પ્રમાણે, રાધા-કૃષ્ણ ની કહાની મધ્યકાળ ના અંતિમ ચરણ માં ભક્તિ આંદોલન પછી લોકપ્રિય થઈ. તે સમય ના કવિઓ એ તેને આધ્યાત્મિક સંબંધ ની રીતે દર્શાવી. પ્રાચીન સમયમાં રુક્મિણી, સત્યભામા, સમેથા શ્રીકૃષ્ણમસરા પ્રચલિત હતા જેમાં રાધા નો કોઈ ઉલ્લેખ નથી મળતો.

6 – વિંધ્યવાસિની દેવી હતા શ્રીકૃષ્ણ ના બહેન

દેવકી ના ગર્ભ થી સતી એ શ્રીકૃષ્ણ ની બહેન ના રૂપ માં જન્મ લીધો, જે કંશ ના પટકવા પર હાથ થી છૂટી ગઈ હતી. તેનુ નામ મહામાયા હતુ, જેને આજે પણ બધા લોકો વિંધ્યવાસિની દેવી ના નામ થી પૂજે છે. તેના સિવાય તેની ત્રણ બહેન હતી. સુભદ્રા(બલરામ ની બહેન), દ્રૌપદી(માનેલી બહેન) અને એકાંગા(યશોદા ની દીકરી).

8 – ઉજ્જૈન માં થઈ હતી શ્રીકૃષ્ણ ની શિક્ષા

ભગવાન શ્રીકૃષ્ણ એ તેની શરૂઆતી શિક્ષા મધ્યપ્રદેશ માં સ્થિત ઉજ્જૈન ના સાંદિપની આશ્રમ માં પુરી કરી હતી. તે થોડા મહિનાઓ માં જ બધી શિક્ષાઓ માં પારંગત થઈ ગયા હતા.

9 – મહાભારત માં એટલામાટે આપ્યો હતો પાંડવો નો સાથ

કહેવાય છે કે મહાભારત ના યુદ્ધ દરમ્યાન શ્રીકૃષ્ણ એ પાંડવો નો સાથ એટલામાટે આપ્યો હતો કે પાંડવ કૃષ્ણ ના પિતા વાસુદેવ ની બહેન કુંતી ના પુત્ર હતા. એટલેકે શ્રીકૃષ્ણ પાંડવો ના મામા હતા.

10 – શ્રાપ ને લીધે થયુ હતુ શ્રીકૃષ્ણ નુ મૃત્યુ

જાણકારો નુ માનવુ છે કે મહાભારત ના યુદ્ધ પછી જ્યારે દુર્યોધન નો અંત થઈ ગયો તો તેની માતા ગાંધારી તેના દીકરાઓ ના શબ જોઈ ને એટલી દુઃખી થઈ ગઈ કે તેણે શ્રીકૃષ્ણ ને 36 વર્ષ પછી મૃત્યુ નો શ્રાપ આપી દીધો. અને ઠીક તેના 36 વર્ષો બાદ તેનો અંત એક શિકારી ના હાથે થઈ ગયો.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!