ઈટલીથી આવતા જ મુંબઈ ના આ ઘરમાં રહેશે દીપિકા-રણવીર, નવી નવેલી દુલ્હન નું આવી રીતે થાશે સ્વાગત…જુવો 6 Photos

0

દીપિકા-રણવીર ના લગ્ન ની તસ્વીરો સામે આવતા જ દરેક કોઈ તેઓને શુભકામનાઓ આપી રહ્યા છે. દીપ-વીર એ ઇટલી ના લેક કોમો માં સ્થિત વીલા ડેલ બાલબિયાનેલો માં લગ્ન કર્યા છે. તેઓના લગ્ન થતા જ હાલના દિવસો માં બંને ની ઘણી તસવીરો વાઇરલ થઇ રહી છે. નવી નવેલી દુલ્હન નું સ્વાગત માટે મુંબઈ માં તૈયારીઓ ખુબ જોર માં ચાલી રહી છે. આ તૈયારીઓ ની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે જેન જોઈને કહી શકાય છે કે આ કપલ ના સ્વાગત કરવા માટે મુંબઈ આતુરતાથી વાટ જોઈ રહ્યું છે. તેઓના ઘરની સજાવટ માં લાઇટ્સ સિવાય સફેદ રંગ ના ફૂલો નો પણ ઉપીયોગ કરવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર રણવીર જે બિલ્ડીંગ માં રહે છે તેનો પૂરો ફ્લોર તેમણે ખીરીદી લીધો છે. કહેવામાં આવે છે કે હાલ રીનોવેશન ચાલી રહ્યું છે. જલ્દી જ આ કપલ આ નવા ઘરમાં શિફ્ટ થઇ જશે. દીપિકા અને રણવીરે સિંધી અને કોંકણી એમ બે રીત મુજબ લગ્ન કર્યા છે.બંને એ સબ્યસાચી ની ડિઝાઇન કરેલી ડ્રેસ પહેરી રાખી હતી. કોંકણી રીત થી થયેલા લગ્ન માં દીપિકા એ સોનેરી અને લાલ રંગ ના કોમ્બીનેશન વાળી સાડી પહેરી હતી. તેની સાથે સોનાના પારંપરિક ઘરેણા પણ પહેરી રાખ્યા હતા. જયારે રણવીરે સફેદ કુર્તા ની સાથે ધોતી પહેરી રાખી હતી.જયારે સિંધી રીત થી થયેલા લગ્નમાં દીપિકા એ ગુલાબી રંગ નો લહેંગો પહેરી રાખ્યો હતો જયારે રણવીર ગુલાબી રંગ ની શેરવાની સાથે ગુલાબી પાઘડી માં નજરમાં આવ્યા હતા. સૌથી વધુ અનુષ્કા શર્મા નું ટ્વીટ લોકોને ખુબ જ પસંદ માં આવ્યું છે જેમાં તેમણે દીપ-વીર ને પોતાના ક્લબ માં શામિલ થવા માટે શુભકામનાઓ આપી હતી.અનુષ્કા શર્મા એ ટ્વીટ કર્યું કે-”તમને બંને ને દુનિયાભરની ખુશીઓ મળે અને હંમેશા એકબીજા ની સાથે રહો. આશા કરું છું કે તમે બંને એકબીજાને હંમેશા પ્રેમ કરતા રહી, અમારા ક્લબ માં તમારું સ્વાગત છે”.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here