ઇઝરાયલની બોર્ડર પર સૈનિકો નથી હોતા, પણ આ 1 વસ્તુ રાખે છે જેનાથી દુશ્મન થર થર કાંપે છે, શું ભારતએ પણ એવું કરવું જોઈએ?

0

ભારતમાં આતંકવાદી હુમલા પાછળનું સૌથી મોટું કારણ છે જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાક સરહદથી આતંકવાદીઓની ઘૂસણખોરી. આ જ રીતે લેબેનોન, સીરિયા અને પેલેસ્ટાઇનથી આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરતા હતા. આતંકવાદી ષડયંત્રને લીધે ઇઝરાયેલી સૈનિકોને સરહદ પર જીવ ગુમાવવો પડતો હતો. એવામાં આ ખતરાથી નિપટવા માટે ઇઝરાયેલે સરહદ પર ઉગ્રવાદીઓનો દમ કાઢી નાખવા માટે નવા કવચની શોધ કરી છે, સરહદ પર અદ્રશ્ય રક્ષકો તૈનાત કર્યા છે. ભારત પણ ઇઝરાયેલ પાસેથી આવી જ કોઈ ટેક્નિક લઈને પાકિસ્તાન પર સકંજો કસવા માંગે છે.

ઇઝરાયેલમાં હવે દુશ્મનોને પ્રવેશવું લગભગ અશક્ય છે. તમે જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇઝરાયેલે તેની સીમાને સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે. તેનું પરિણામ એ આવ્યું કે વર્ષ 2014માં, જ્યાં ઘૂસણખોરીના 1200 બનાવો બન્યા હતા, ત્યાં વર્ષ 2015માં માત્ર 213 અને આ સંખ્યા 2016માં ઘટીને 100થી પણ ઓછી થઇ ગઈ છે.

ઇઝરાયેલમાં જો આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં અસમર્થ છે, તો તે એટલા માટે જ છે કારણ કે ઇઝરાયેલના રોબોગાર્ડ્સ, સરહદ પર ઠેર-ઠેર તૈનાત છે. એક હાજર માનવ આંખો કરતાં વધુ તીવ્ર આંખ છે, ઇઝરાયેલના આ એક આંખવાળા ચોકીદારની.

તે સૈનિકોની જેમ પગ પર ચાલી શકતું નથી, પરંતુ મજાલ છે કે તેની સામે એક બૉમ્બ અને હથિયારોથી સજ્જ કોઈ આતંકવાદી ઇઝરાયેલની જમીન પર એક પગ પણ મૂકી શકે!

બોર્ડરનો આ ચોકીદાર ઇઝરાયેલને આતંકવાદી દુશ્મનોથી બચાવીને રાખે છે. સરહદ સુરક્ષાના કિસ્સામાં, વિશ્વના તમામ દેશો સ્માર્ટ ફેન્સીંગ સુધી પહોંચી શક્યા છે, પરંતુ આ કિસ્સામાં ઇઝરાઇલ એક કે બે નહિ પરંતુ અન્ય દેશો કરતાં હજાર પગલા આગળ છે. કારણ કે 50 વર્ષ પછી સરહદની સલામતી જેવી હશે, એવી જ સુરક્ષા પ્રણાલી ઇઝરાયેલે અત્યારથી જ શોધી રાખી છે ઇઝરાયેલી રોબોગાર્ડ્સના રૂપમાં…

જી હા,આ વિશેષતા છે ઇઝરાઇલની સરહદ પર દેખરેખ રાખતા રોબોગાર્ડ્સની. જ્યારથી સરહદની રક્ષાની જવાબદારી ઇઝરાયેલે રોબોગાર્ડ્સને આપી છે, ત્યારથી આતંકીઓ ઇઝરાયેલ તરફ આંખ ઉઠાવીને પણ નથી જોતા. ઇઝરાયેલના દુશ્મનો સારી રીતે જાણે છે કે સૈન્યને એકવાર ચકમો આપી શકે છે, પરંતુ રોબોગાર્ડ્સને નહિ…

સરહદનો આ રખેવાળ કેટલા કામનો છે એ વાતનો અંદાજો તો તમે એ વાતથી જ લગાવી શકો છો. રોબોગાર્ડ્સમાં મનુષ્યના ચહેરાને ઓળખવા માટેના સેન્સર લગાવેલા છે. શંકાસ્પદ અથવા મૉસ્ટવોન્ટેડ આતંકવાદીને તરત જ ઓળખી જશે રડાર. સરહદ પર આવનારા ખતરાને પહેલા જ ઓળખી લે છે. રડારથી મોર્ટાર કે મિસાઈલ હુમલાની જાણકારી મળી જાય છે. રોબોગાર્ડ્સની હિલચાલ દરમિયાન રડાર સંદિગ્ધ ખતરાથી નિપટે છે. ત્યારે એન્ટેના બોર્ડર ફોર્સને કંટ્રોલ રૂમ સાથે જોડી રાખે છે, અને કેમેરો 360 ડિગ્રી ફરીને બધી જ હિલચાલને કેદ કરે છે.

હવે તમે સમજી જ ગયા હશો કે આખરે ઇઝરાયેલની સરહદમાં ઘુસવું શા માટે અશક્ય છે. ઇઝરાયેલના આ રક્ષાની વિશેષતા હજુ પણ છે. રોબોગાર્ડ્સ અંડરગ્રાઉન્ડ સુરંગ અને IEDને પણ પકડી શકે છે. સૈનિકોના પેટ્રોલિંગ કર્યા વિના જ ઇઝરાયેલની સરહદ પર કોઈ પણ ખતરાને સમજવા માટેની ક્ષમતા છે, એ પણ લાઈવ વિડીયો દ્વારા. રોબોગાર્ડના ઘણા સેન્સર લાગ્યા છે, જેમ કે ચહેરો ઓળખવાવાળું સેન્સર. એટલે કે આપણે જાણી શકીએ કે કોઈ શખ્સ બોર્ડર પર કેટલી વાર આવ્યું છે.

દેખીતી રીતે રોબોગાર્ડ્સમાં હાજર ચહેરો ઓળખનાર સેન્સર એ ખૂબ જ ઉપયોગી સુવિધા છે. એટલે કે, રોબોગાર્ડ્સ આતંકવાદીઓ અને મોસ્ટવોટેડના ચહેરા જોતા જ ઓળખી લેશે અને આ મેસેજ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે. કંટ્રોલ રૂમમાં મેસેજ ફ્લેશ થતા જ ઇઝરાયેલી કોમ્બેટ ટિમની કામ શરુ થાય છે. એટલે કે સરહદ તરફ વધતા ખતરાનો ખાત્મો. અને ભારત પણ આવી જ ટેક્નિકનો ઉપયોગ પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ સરહદ પર કરવા માંગે છે.

પાકિસ્તાન સરહદ પર ફેન્સીંગને લગતી ટેક્નોલૉજી માટે ભારત ઇઝરાયેલની મદદ લઇ રહ્યું છે અને આ નવી ટેક્નિક આયાત કરી રહ્યું છે. તેને વધુ અસરકારક બનાવવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇઝરાયેલી પ્રવાસ રોબૉગાર્ડ્સ જેવી ટેકનોલોજી તરફનો પ્રથમ પગલું બની શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here