‘ઈશ્ક-વિશ્ક’ની આ એક્ટ્રેસ યાદ છે? હાલ બદલાઈ ગઈ છે કંઇક આવી, ફિલ્મથી દુર હાલ કરી રહી છે આ કામ….જુવો Photos ઓળખી પણ નહિ શકો

0

જો તમે 1980ના દશકમાં જન્મેલા છો તો તમે ભારતની પહેલી મ્યુઝીક ચેનલ MTV અને તેના લોકપ્રિય શો MTV Most Wanted ને જોવાની સાથે મોટા થયા હશો.એકરીતે આ શો ખુબજ સાધારણ હતો, પણ તેને લોકો ખુબ પસંદ કરતા હતા.તેનું એકમાત્ર કારણ એ હતું કે તે સીધો જ જનતા સાથે જોડાયેલો હતો. દર્શકો પોતાના પસંદગીના ગાયનો માટેની ફરમાઈશો કર્યા કરતા હતા. શો ની હોસ્ટ ‘શેનાજ ટ્રેજરીવાલા’ તે દિવસોમાં ઘર-ઘરમાં જાણીતું નામ હતું.

આ શોના દર્શક હોસ્ટ ટ્રેજરીવાલાને ચીઠી લખ્યા કરતા હતા, જેને તે શો નાં સમયે વાંચીને સંભળાવતી હતી.

શેનાજ એટલી હદ સુધી લોકપ્રિય બની ગઈ હતી કે તેમને એક બોલીવુડ પ્રોજેક્ટ માટે પણ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નામ ‘ઈશ્ક-વિશ્ક’ હતું. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને અમૃતા રાવ પણ નજરમાં આવ્યા હતા.

શાહીદ કપૂર અને અમૃતા રાવ બાદમાં મોટા બજેટની ફિલ્મોમાં આગળ વધી ગયા હતા, જ્યારે લોકપ્રિયતા હોવા છતાં પણ શેનાજને તેમાં સફળતા મળી શકી ન હતી, જેની તે પૂરી હકદાર હતી. તેમને બોલીવુડના મોટા પ્રોજેક્ટ્સ માં કામ કરવાનો મૌકો ન મળી શક્યો, પણ તે ક્ષેત્રીય ફીલ્મો અને ટીવી શો માં સક્રિય રહી હતી. સાથે શેનાજ લગાતાર લખવાના કામમાં વ્યસ્ત થઇ ગઈ હતી. તેમણે શૌકીયા તૌર પર ટ્રેવેલ બ્લોગીંગ પણ શરુ કર્યું હતું.

વર્ષ 2015 માં શેનાજ ફરી એકવાર ચર્ચામાં આવી હતી, જ્યારે તેમણે રૈપ અને ક્સ્લ હૈરેસમેન્ટના વિરુદ્ધ અવાજ ઉઠાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ક્રિકેટર સચિન તેંદુલકર અને અભિનેતા અમિતાબ બચ્ચનને ખુલ્લો પત્ર લખ્યો હતો.

આપણામાના ઘણા લોકો શેનાજને ભૂલી ગયા હશું, પણ જે તેના કેરિયરગ્રાફ પર નજર રાખે છે, તેઓ જાણે છે કે આગળના વર્ષોમાં શેનાજે ખુદને માત્ર એક અભિનેત્રીના રૂપમાં જ સ્થાપિત નથી કર્યું,પણ તે એક લેખિકાના રૂપમાં પણ રૂબરૂ થઇ હતી. દુનિયા ઘૂમી રહેલી શેનાજ સ્ટ્રોસબર્ગ થીએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ માંથી અભ્યાસ કરેલો છે. તેમણે ઘણા ટ્રેવેલોગ્સ લખ્યા છેઅને અલગ-અલગ પત્ર-પત્રિકાઓ માં પ્રકાશિત હોતી રહી હતી. તે હાલ ડીસ્કવરી ટ્રેવેલ ચૈનલ પર કલ્ચર શોક નામના એક કાર્યક્રમને હોસ્ટ કરી રહી છે.

સાથે જ શેનાજે દ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચૈલેંજ શો તથા અનફોરગેટેબલ ટુર ને પણ હોસ્ટ કર્યું હતું. સાથે જ હિન્દી ફિલ્મોમાં કામ કરવા સિવાય તે અમેરિકામાં લોકપ્રિય થઇ રહેલા ટીવી સીરીજનો એક હિસ્સો પણ બની ચુકી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.