ઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ માં ફેલાયેલા આ હોટેલમાં થવાનો છે જલસો…

0

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ની દીકરી ઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ ની સમારોહ ઉદયપુર માં આજ થી શરુ થઇ ચુક્યો છે. 8 ડિસેમ્બર એટલે કે આજે ઈશા ના સંગીત નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ શાહી સમારોહમાં હિસ્સો બનવા માટે દેશ-વિદેશ ના ઘણા લોકો ઉદયપુર આવી પહોંચ્યા છે.આ સમારોહ માટે ઉદયપુર ના એયર પોર્ટ પર શનિવારના રોજ સવારથી જ અનેક સ્ટાર્સ ને સ્પોટ કરવામાં આવી રહ્યા છે. બૉલીવુડ સ્ટાર્સ જેવા કે સલમાન ખાન, કૈટરીના કૈફ, કરન જોહર,ઐશ્વર્યા-અભિષેક, કરિશ્મા કપૂર, જેવા સિતારાઓ આ સંગીત ના કાર્યક્રમ માં હિસ્સો લેવા માટે આવી ચુક્યા છે.
નવ વિવાહિત જોડી પ્રિયંકા-નિક,જ્હોન અબ્રાહમ થી લઈને સચિન તેંદુલકર જેવી મોટી હસ્તીઓ ઉદયપુરમાં આવી પહોંચી છે. ઈશા અંબાણી ના સંગીત સમારોહ માં ઇન્ટરનેશનલ સિંગિંગ સેન્સેશન બિયોન્સે પણ હિસ્સો લેવા માટે ઉદયપુર ની ધરતી પર આવી ચુક્યા છે.બિયોન્સે ની ટિમ બપોરના જ આવી પહોંચી હતી. બિયોન્સે પોતાના હિટ ટ્રેક સિંગલ લેડીઝ, ડ્રન્ક ઈન લવ, ટેલિફોન સ્વીટ ડ્રિમ વગેરે પર ઈશા ના સંગીત માં પર્ફોર્મ્સન આપશે. બિયોન્સે ના સિવાય સમારોહ માં બૉલીવુડ તથા હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સિવાય કરન જોહર પણ પોતાનું પરફોર્મન્સ આપશે. કહેવામાં આવે છે કે શાહરુખ ખાન આ શો ને હોસ્ટ કરશે. દીકરી ના આ સમારોહ માં મુકેશ અંબાણી ઈશા ની સાથે ડાન્સ કરતા પણ નજરમાં આવશે.રિપોર્ટ અનુસાર સમારોહ માં ઓસ્કાર વિનર એઆર રહેમાન અને ફેમસ બોલીવુંડ સિંગર અરિજિત સિંહ પણ પરફોર્મન્સ આપશે. અરિજિત સિંહ ઈશા અને તેના થનારા પતિ આનંદ પીરામીલ માટે મસ્ત ગગન, રાબતા, કબીરા જેવા રોમેન્ટિક ગીતો ગાશે. ઉદયપુર ના ફેમસ લેક પિચોલા ના કિનારા પર સ્થિત 50 એકડ માં ફેલાઇયેલી હોટેલ ‘દ ઓબેરોય ઉદયવિલાસ’ માં ઈશા નો પ્રિ-વેડિંગ સમારોહ રાખવામાં આવ્યો છે.  જાણકારી એ પણ છે કે લગ્ન માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી શકે તેમ છે. લગ્ન ની ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. એયરપોર્ટ પર મહેમાનોના સ્વાગત માટે અમુક લોકોને લગાવામાં આવેલા છે. આ સિવાય આ સમારોહ ના પહેલા દિવસ માટે લંચ અને ડિનર માટેની જવાબદારી શૈફ રીતુ ડાલમિયા ને આપવામાં આવેલી છે.જણાવી દઈએ કે તેઓના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ અંબાણી હાઉસ એન્ટેલિયામાં થાશે. જ્યા પરિવાર અને ખાસ મિત્રો શામિલ થઇ શકે તેમ છે. લગ્ન હિન્દૂ રિવાજો અનુસાર થવાના છે. જણાવી દઈએ કે ઈશા-આનંદ ની સગાઈ ઇટલી ના લેક કોમા માં થઇ હતી.

મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન ના પ્રિ-વેડિંગ સમારોહ ના મૌકા પર ઉદયપ્રુર ચમકાઈ ઉઠ્યું છે. તેના આ સમારોહમાં બૉલીવુડ ના અનેક સુપરસ્ટાર્સ આવી પહોંચ્યા છે. જેમાં સલમાન ખાન થી લઈને પ્રિયંકા ચોપરા સુધીના કિરદારો પણ શામિલ છે. તમને જણાવીએ કે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં સિતારાઓ ઉદયપુર આવી ચુક્યા છે.

અંબાણી પરિવાર ના મહેમાનો માં અમેરિકા ની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ શામિલ થઇ છે. તે પણ ઉદયપુર પહોંચી ચુકી છે. તેની સાથે જ વરુણ ધવન, આલિયા ભટ્ટ, બોની કોપુંર, જ્હાન્વી કપૂર, વિદ્યા બાલન, અનિલ કપૂર, સિદ્ધાર્થ રાય કપૂર, કરન જોહર,જયાં બચ્ચન જેવા તમાતા સેલિબ્રિટી ઉદયપુર પહોંચી ચુક્યા છે.

Mukesh Ambani and Neet Ambani Welcoming hillary clintonMalaika Arora

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here