હોંશ ઉડી જશે લગ્નનું કાર્ડની કિંમત જાણીને, બાપ રે આટલા માં તો સામાન્ય માણસ ના લગ્ન થઇ જાય

0

અંબાણી પરિવાર ની દીકરી ઈશા ના લગ્ન ની તૈયારીઓ ખુબ જોર માં ચાલી રહી છે. 12 ડિસેમ્બર ના મુંબઈ માં નીતા અને મુકેશ અંબાણી ની દીકરી ઈશા અને આનંદ પીરામીલ ના લગ્ન થવાના છે. આ ગ્રાન્ડ લગ્ન અંબાણી ના ઘર એન્ટેલિયા માં જ થવાના છે. આ વચ્ચે, સોશિયલ મીડિયા પર ઈશા ના રૉયલ વેડિંગ કાર્ડ નો પહેલો લુક સામે આવી ગયો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ શેયર કરવામાં આવી રહ્યું છે. કેવું છે આ શાહી કાર્ડ:

ઈશા ના લગ્ન નું કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. એક મોટું બોક્સ છે, જે ક્રીમ કલર નું છે. જયારે બીજું લાઈટ પિન્ક કલર ના રંગ નુ છે. ક્રીમ કલર ના પહેલા બોક્સ ની ઉપર IA(ઈશા અને આનંદ) લખેલું છે, જે ફૂલો થી શણગારેલું છે. જેમાં ઈશા અને આનંદ વિશે લખવામાં આવેલું છે. જયારે બીજા બોક્સ ની અંદર સોનેરી રંગ ના અન્ય નાના-નાના ચાર બોક્સ છે. જેમાંથી એકમાં માં સરસ્વતી ની તસ્વીર લાગેલી છે.જણાવી દઈએ કે લગ્ન ના પહેલા અઠવાડિયામાં અંબાણી અને પીરામીલ પરિવાર ઉદયપુરમાં પોતાના મિત્રો ની સાથે પાર્ટી કરશે. તેના પહેલાના સોમવાર ના રોજ મુકેશ અંબાણી પોતાના પરિવાર ની સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. જ્યા તેઓએ ગણપતિ ને ઈશા ના લગ્ન નું પહેલું કાર્ડ અર્પણ કર્યું હતું.

આગળના મહિને ઇટલી માં થઈ હતી ભવ્ય સગાઈ :

જણાવી દઈએ કે આગળના મહીને ઇટલી ના લેક કોમો માં ત્રણ દિવસ સુધી સગાઈના રિવાજો ચાલ્યા હતા. આનંદ એ આજ વર્ષ મૈ મહિનામાં મહારાષ્ટ્ર ના મહાબળેશ્વર મંદિર માં ઈશા ને પ્રપોઝ કર્યું હતું. અંબાણી પરિવારે પોતાના ઘરમાં પ્રિ વેડિંગ ફંક્શન પણ રાખ્યું હતું.10 હજાર વર્ષ પહેલાનું લેક:

લેક કોમો લગભગ 10,000 વર્ષ પહેલાનું છે. આ લેક નો આકાર અંગ્રેજી ના અક્ષર ‘Y’ જેવો છે. આ લેક માં અડ્ડા નદી નું બર્ફીલુ પાણી આવે છે.જે ઇટલીનું સૌથી મોટું લેક છે. જે 146 સ્કવેયર કિમિ માં ફેલાયેલું છે. તેની ઊંડાઈ લગભગ 1300 ફૂટ છે. પોતાની નેચરલ બ્યુટી ના ચાલતા રોમન કાળ થી જ આ જગ્યા પર્યટકો ની પસંદ રહી છે. લેક કોમોની આસપાસ વસેલા ગામોમાં બનેલા રંગ-બેરંગી ઘર અને અહીં ની ગોથિક આર્કિટેક્ચર આ જગ્યાની સુંદરતા ને અનેક ગણું વધારે છે.

કાર્ડનો ખુલાસો થયો કે ભાવ આશરે 2 થી 2.5 લાખ રૂપિયા છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here