આખરે આવી ગઈ મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીના લગ્નની તારીખ, જાણો દેશના સૌથી વૈભવી લગ્નમાં શું-શું થશે?

0

લગ્ન ની આ સીઝન માં દેશના સૌથી ધનિક બિઝનેસમૈન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના પણ લગ્ન થવા જઈ રહ્યા છે. ઈશા ના લગ્ન પીરામીલ ગ્રુપ ના માલિક અજય પીરામીલ ના દીકરા આનંદ ની સાથે થવાના છે. હાલમાં જ ઈશા અંબાણી ના લગ્ન નું કાર્ડ સામે આવ્યું હતું. હવે તેના લગ્ન ની તારીખની સાથે આ રોયલ વેડિંગ ની ડેટ પણ રિલીઝ થઇ ગઈ છે. ઈશા ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ નક્કી કરવામાં આવેલા છે. અંબાણી અને પીરામીલ પરિવાર તરફથી એક મંતવ્ય આપવામાં આવ્યું છે,”અમને એ કહેતા ખુબ જ ખુશી થઇ રહી છે કે ઈશા આને આનંદ ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ નક્કી થયા છે”. જણાવી દઈએ કે લગ્ન મુકેશ અંબાણી ના જ ઘર એન્ટેલિયા માં પૂર્ણ કરવામાં આવશે. જેમાં બંને પરિવારોના સદસ્યો તેમજ નજીકના લોકો શામિલ થાશે. લગ્ન પહેલા અંબાણી અને પીરામીલ ફેમિલી પોતાના મિત્રો માટે ડિનર નું આયોજન કરવાના છે જે ઉદયપુર માં હશે. ડિનર પાર્ટી ની થીમ માં રાજસ્થાન ને ધ્યાન માં રાખીને તૈયારીઓ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ મંતવ્ય ને રિલીઝ કરવાના પહેલા મુકેશ અંબાણી, નીતા અંબાણી અને કોકિલાબેન સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.અંબાણી ફેમિલી માં સૌથી પહેલું કાર્ડ ગણપતિ બાપા ને આપવામાં આવ્યું છે. હવે દરેક ની નજરો ઈશા અને આનંદ ના લગ્ન પર જ ટકેલી છે. જણાવી દઈએ કે 23 સપ્ટેમ્બર ના ઇટલી ના લેક કોમો માં ઈશા અને આનંદ ની સગાઈ કરવામાં આવી હતી. 3 દિવસ સુધી ચાલેલા આ પ્રોગ્રામ માં બૉલીવુડ ની ઘણી જાણીતી હસ્તીઓ શામિલ થઇ હતી.આનંદ એ ઈશા ને મહાબળેશ્વર ના મંદિર માં પ્રપોઝ કર્યું હતું. ઈશા ની સાથે તેના નાના ભાઈ આકાશ અંબાણી ની સગાઈ પણ હીરા કારોબારી રસેલ મેહતા ની દીકરી શ્લોકા સાથે થઇ ચુકી છે. જાણકારી એ પણ છે કે બંને ભાઈ-બહેન ના એક સાથે જ લગ્ન થશે. આ સિવાય મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી પણ રાધિકા મર્ચેન્ટ ને ડેટ કરી રહ્યા છે.Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here