મુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન બેકગ્રાન્ડ માં ડાન્સ કરતા જોવા મળ્યો, PHOTOS અને Videos જુવો

0

દુનિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન ના પહેલા પ્રિ-વેડિંગ પાર્ટી નું આયોજન ઉદયપુર માં કરવામાં આવ્યું હતું. જ્યા બૉલીવુડ થી લઈને હોલીવુડ ની મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. ઈશા અંબાણી ના લગ્ન અજય અને સ્વાતિ પિરમીલ ના દીકરા આનંદ પીરામીલ સાથે 12 ડિસેમ્બર ના રોજ મુંબઈ માં અંબાણી હાઉસ એન્ટેલિયામાં થવાના છે. તેની પહેલા ઉદયપુર માં તેઓની પ્રિ-વેડિંગ સેરિમની માં કઈક આવું જોવા મળ્યું હતું, જેની કોઈને ઉમ્મીદ પણ ન હતી. બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ને સ્ટેજ પર ઈશા ના ભાઈ અનંત ની પાછળ ડાન્સ કરતા જોવામા આવ્યા હતા. તેનો એક વિડીયો પણ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.સલમાન ખાન એ બ્લુ શર્ટ પહેરી રાખ્યો હતો, અને સ્ટેજ પર શાહરુખ ખાન ની ફિલ્મ કુછ કુછ હોતા હૈ ના ફેમસ સોન્ગ ‘મુજકો ક્યાં હુવા હૈ’ પર ડાન્સ કરી રહ્યા હતા. વીડિયોમાં જોવા લાયક એ હતું કે જયારે અનંત સ્ટેજ પર આગળ ઉભા રહીને ડાન્સ કરી રહ્યા હતા ત્યારે પાછળ સલમાન ખાન બેકગ્રાઉન્ડ ડાંસર ની સાથે નાચી રહ્યા હતા. તેને લીધે આ વિડીયો એ ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. ફંક્શન અટેન્ડ કરવા માટે શાહરુખ ખાન, ઐશ્વર્યા રાઈ, અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન એ પણ પ્રોફોર્મેન્સ આપ્યું હતું. તેના સિવાય સચિન તેંદુલકર, મહેન્દ્ર સિંહ ધોની, જોન અબ્રાહમ, કરન જોહર, વરુણ ધવન, કૈટરીના કૈફ અને અનિલ કપૂર જેવા સિતારાઓ પણ સમારોહ માં જોવામાં આવ્યા હતા.જણાવી દઈએ કે ઈશા-અનંત ની સગાઇ સપ્ટેમ્બર મહિનામાં ઇટલી ના લેક કોમોમાં થઇ હતી. જેની તસ્વીરો ખુબ વાઇરલ થઇ હતી. જેના પછી ઓક્ટોબર માં ઈશા-આનંદ ના લગ્ન ની તારીખ ની ઘોષણા કરવામાં આવી હતી.

koi mil gaya, Anant ambani isha ambani

અંબાણી અને પિરામલ પરિવાર આગળના 40 વર્ષો થી મિત્રો છે. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન બિઝનેસ મૈન છે જયારે આનંદ ના પિતા અજય પીરામીલ પીરામીલ ગ્રુપ ઓફ કંપનીઝ ના ચેયરમૈન છે. મૈં મહિનામાં એક પ્રાઇવેટ પાર્ટી ના દરમિયાન આનંદ એ ઈશા ને મહાબળેશ્વર મંદિર માં પ્રપોઝ કર્યું હતું. જણાવી દઈએ કે ઈશા ના ભાઈ આકાશ અંબાણી અને તેની મંગેતર શ્લોલા મહેતાનની પણ સગાઈ થઇ ચુકી છે તેઓના લગ્ન 2019 માં થઇ શકે તેમ છે.

Ambani GUJJU dance

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here