આ છે ઈશા અંબાણી ને ખુબસુરત દુલ્હન બનાવવા વાળા મેકઅપ આર્ટિસ્ટ , અધધધધ આટલી લે છે ફી….

0

આજકાલ લગ્ન ની સિઝન ચાલે છે અને વધુ પડતા સેલિબ્રિટી લગ્ન કરી રહ્યા છે. પેહલા રણવીર – દીપિકા ,પછી 2 ડિસેમ્બર ના પ્રિયંકા – નિક અને 12 ડિસેમ્બર ના મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી એના મિત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. ઈશા અંબાણી પર પુરી દુનિયા ની નજર રહેલ છે. કારણકે ઈશા ના પિતા મુકેશ અંબાણી દુનિયા ના અમીર બિઝનેસમેન માંથી એક છે અને ભારત ના સૌથી અમીર માણસ માંથી એક છે. એટલા માટે દરેક લોકો એમની દીકરી ના લગ્ન જોવા ઈચ્છે છે. એવા માં ઈશા ને સૌથી ખુબસુરત દેખાવું જોઈએ. અને ઈશા ને પાછલા 5 વર્ષો માં એના મેકઅપ થી ખુબસુરત બનાવવા વાળા  મેકઅપ આર્ટિસ વરદાન નાયક છે. જેમને ઈશા ને ખુબસુરત બ્રાઇડલ બનાવવા નો કોન્ટ્રેક આપવા માં આવ્યો છે. આ છે ઈશા અંબાણી ને ખુબસુરત દુલ્હન બનાવવા વાળા મેકઅપ આર્ટિસ્ટ. એમની ફી જાણી તમે હેરાન રહી જશો. કારણકે એમની ફી જેટલી છે એમાં એક ગરીબ માણસ એની દીકરી ના પુરા લગ્ન કરી દે છે.

આ છે ઈશા અંબાણી ને ખુબસુરત દુલ્હન બનાવવા વાળો મેકઅપ આર્ટિસ્ટ.વરદાન નાયત પાછલા પાંચ વર્ષો થી અંબાણી પરિવાર ની મહિલાઓ ને ખૂબસૂરતી ભર્યો મેકઅપ કરી આપતા આવ્યા છે. એમની પાસે મેકઅપ કરાવવા માટે બૉલીવુડ ની પ્રિયંકા ચોપડા , અનુષ્કા શર્મા , જાહ્નવી કપૂર અને સુસ્મિતા સેન જેવી મોટી એક્ટ્રેસ અપોઈમેન્ટ્સ લે છે. વરદાન નાયક  ફક્ત સેલિબ્રિટી ના જ મેકઅપ નથી કરતો , તમારે પણ એની પાસે મેકઅપ કરાવવો હોય તો એમની અપોઈમેન્ટ લઈ અને કરાવી શકો છો.

વરદાન નાયક બ્રાઇડલ મેકઅપ ના 1 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અને અંબાણી પરિવાર ની દીકરી નું પ્રિ બ્રાઇડલ બ્યુટી ટિપ્સ થી લઈ અને લગ્ન વાળી રાત્રે ખુબસુરત બનાવવા ના 5 લાખ રૂપિયા ચાર્જ કર્યા છેવરદાન નાયક પોપ્યુલર મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રેક્ટર ને અસીસસ્ટ કરતા હતા પણ પછી એમને પોતાનું કામ જમાવી લીધું અને આજે ભારત ના સૌથી સારા મેકઅપ આર્ટિસ્ટ માંથી એક છે.  એક ઇન્ટરવ્યૂ માં એમને દરેક બ્રાઇડલ માટે બ્યુટી ટિપ્સ આપતા કહ્યું હતું કે દરેક થવા વાળી દુલ્હન એ પૂરતી નીંદર લેવી જોઈએ. હેલ્થી ખાવા નું ખાવું જોઈએ અને દરેક દિવસે સ્કિન ને મોઇશ્ચરાઇઝર કરવી જોઈએ. વરદાન ના સિગ્નેચર બ્યુટી લુક ની વાત કરીએ તો એ સ્મોકિં આઈ મેકઅપ માં એક્સપર્ટ છે. તમે પણ ઈશા અંબાણી ની આંખો ને ધ્યાન થી જોઈ હશે.

વરદાન નાયક ના મેકઅપ માં છે એ ખાસ વાત.આટલી વધુ ફી લેવા માટે વરદાન એ ઘણી મહેનત કરવી પડતી હોય છે ,આમ જ વરદાન બધી બોલિવૂડ અને બિઝનેસમેન ના ઘર ની લેડીઝ ના ફેવરેટ નથી. વરદાન નાયક રેગ્યુલર મેકઅપ , એચ ડી મેકઅપ , એઇર બ્રશ મેકઅપ ,પ્રિ વેડિંગ અને રીસેપ્શન મેકઅપ , હેયર સ્ટાઈલિઇંગ ,હેયર એક્સ્ટનશન ,આઈ લૈશેજ ,ડ્રેપિંગ અને નેલ્સ  માં એક્સપર્ટ છે. એટલા માટે એ દરેક હિરોઇન ના એમના ફેસ કટ મુજબ અલગ અલગ મેકઅપ કરવા માં કામયાબ રહે છે, જો તમે એમની પાસે મુંબઈ જઈ અને મેકઅપ કરાવો તો 50,000 આપવા પડશે અને જો વરદાન ને આઉટ ઓફ સ્ટેશન બોલાવશો તો 1 થી 2 લાખ રૂપિયા આપવા પડશે.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here