ભારતના સૌથી પૈસાદાર મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના ‘ગોળ-ઘાણાં’ ખવાયાં – જુવો PHOTOS ક્લિક કરીને

0

દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માટે 2018નું વર્ષ સુખમય સાબિત થઇ રહ્યું છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઇ થઇ હતી અને હવે મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની સગાઈના સમાચાર આવી રહ્યા છે. એક ઇંગ્લીશ ન્યૂઝ વેબસાઇટ ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ, ઇશાની સગાઈ આનંદ પિરામલ સાથે થઇ છે

તાજેતરમાં જ થઇ સગાઇ
તાજેતરમાં મળેલ અહેવાલ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની સગાઇ અજય પીરામલના પુત્ર આનંદ સાથે સગાઈ થઇ હતી. ઉલ્લેખનીય છે આનંદ અને ઇશા ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને ગયા અઠવાડિયે જ આનંદે ઇશાને પ્રયોઝ પણ કર્યું હતું.

હાવર્ડમાંથી ગ્રેજ્યુએટ થયેલ છે આનંદ
એક અહેવાલ મુજબ, આનંદ પિરામલ હોવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક થયેલ છે અને હાલમાં પિરામલ એન્ટરપ્રાઈઝીસમાં તે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. હાવર્ડ સ્કૂલમાંથી પાસ થયા બાદ, તેમણે બે સ્ટાર્ટઅપ શરૂ કર્યાં છે, તેમનું પ્રથમ શરૂઆત પિરામલ ઈ-હેલ્થ નામે હેલ્થકેર સેક્ટરમાં છે અને અન્યને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પિરામલ રિયાલિટી નામ આપવામાં આવ્યું છે.

ક્યારે યોજાશે લગ્ન
દેશના ધનિક વ્યક્તિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરીની સગાઇ થઇના સમાચાર માધ્યમોમાં વહેતા થયા હતા. ત્યારે ઇશાના લગ્ન આગામી ડિસેમ્બર માસમાં યોજાશે તેવી જાણકારી નજીકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!