ઈશા અંબાણી અને આનંદ પીરામીલ ને કેવી રીતે થયો એક-બીજા સાથે પ્રેમ, જાણો તેઓની લવ-સ્ટોરી…

0

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની દીકરી ઈશા ની સગાઈનો સમારોહ ઇટલી ની સુંદર વાદીઓમાં યોજવામાં આવ્યો હતો. આનંદ-ઈશા ની સગાઈ 21 તારીખે ઇટલી ના લેક કોમા માં કરવામાં આવી હતી પણ આ સમારોહ 3 દિવસ સીધી ચાલ્યો હતો. અંબાણી અને પીરામીલ પરિવાર લાંબા સમય થી એકબીજાને ઓળખે છે અને હવે તો બંને ની સગાઈ ને લીધે આ સંબંધ વધુ ઊંડો બની ગયો છે. જણાવી દઈએ કે ઈશા-આનંદ ની લવ સ્ટોરી તેઓની જોડી ની જેમ એકદમ સુંદર અને ક્યૂટ છે.40 વર્ષ થી એક બીજાને ઓળખે છે પરિવાર:

અંબાણી અને પીરામીલ પરિવાર આગળના 40 વર્ષ થી એકબીજાને ઓળખે છે. મૈં માં જયારે પીરામીલ એ ઈશા ને પ્રપોઝ કર્યું તો 40 વર્ષની આ ઓળખાણ રિશ્તેદારી માં બદલાઈ ગઈ. બંને ની દોસ્તી ધીમે ધીમે આગળ વધી અને ઈશા-આનંદ ને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. મૈં માં મહાબળેશ્વર ના એક મંદિર માં આનંદે ઘૂંટણો પર બેસીને ઈશાની સામે પોતાના પ્રેમ ને જાહેર કર્યો હતો.

યેલ અને સ્ટૈનફોર્ડ થી કર્યો ઈશા એ અભ્યાસ:

આનંદે જયારે ઈશા ને પ્રોપઝ કર્યું તો તે તેનો ઇન્કાર ન કરી શકી. પ્રપોઝ ની ખુશી માં મુંબઈ સ્થિત અંબાણી ના ઘરે જશ્ન પણ મનાવામાં આવ્યો હતો. 26 વર્ષની ઈશા એ યેલ યુનિવર્સીટી થી સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝ માં બેચલર્સ કર્યું છે. તેના પછી તેને સ્ટૈનફોર્ડ યુનિવર્સીટી થી એમબીએ કર્યુ. ફોર્બ્સે વર્ષ 2012 માં તેને એશિયા ની સૌથી પાવરફુલ બિઝનેસવુમેન માં શામિલ કરી હતી.

આ કામ કરે છે અંબાણી ના થનારા ભાવિ જમાઈ:

આનંદ પીરામીલ ની વાત કરીયે તો તે કોર્પોરેટ જગત ના દિગ્ગજ અજય પીરામીલ અને સ્વાતિ પીરામીલ ના દીકરા છે. આનંદ પોતાના પિતા ની કંપની માં એગ્જીક્યૂટિવ પદ પર છે. 25 વર્ષના આનંદે યુનિવર્સીટી ઓફ પેન્સીવેલીયા થી ઇકોનોમિક્સ માં સ્નાતક છે તેના પછી તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ થી બિઝનેસ એડમીનીસ્ટ્રેશન માં એમબીએ કર્યું. આનંદ ગ્રુપ ના રિયલ એસ્ટેટ બિઝનેસ ને સંભાળે છે, પીરામીલ ગ્રુપ જોઈન કરતા પહેલા આનંદે બે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જેમાનું એક પીરામીલ ઈસ્વાસ્થ્ય જે રૂરલ હેલ્થકૅયર સ્ટાર્ટઅપ છે અને બીજું પીરામીલ રિયલ્ટી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here