IPL મૈચ દરમિયાન સુહાના ખાનનાં આ સ્ટાઈલીશ જુતાઓ પર ટીકી બધાની નજર, કિંમત જાણીને રહી જાશો દંગ….

0

આગળના અમુક વર્ષોમાં બોલીવુડ સ્ટાર કિડ્સ લોકપ્રિયતાના મામલામાં નામચીન હસ્તીયો ને ટક્કર દેવા લાગ્યા છે. મેનસ્ટ્રીમ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી તેના સ્ટાઈલીશને લઈને ફેશન સેંસ સુધીની ચર્ચા થાય છે. એવી જ એક બેહદ સ્ટાઈલીશ અને ગ્લેમર સ્ટાર કીડ છે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, જે પોતાના સ્ટાઈલ અને ફેશન ચોઈસીજ ને લીધે હંમેશા ચર્ચામાં રહે છે.      જોરોમાં ચર્ચા ચાલી રહી છે કે સુહાના પોતાના બોલીવુડ ડેબ્યુની તૈયારીમાં લાગેલી છે, પણ સુહાના ફિલ્મમાં ડેબ્યુ કરતા પહેલા જ જાણીતી સેલીબ્રિટી બની ચુકી છે. મીડિયાથી લઈને ફેંસ, હર કોઈ તેની સાથે જોડાયેલી વાતો જાણવા માગે છે. હાલ સુહાના ખાન બાદશાહ સાહરુખ ખાનની દીકરી છે તો કેમેરા ની નજર તો તેના પર રહેવાની જ છે.
આ વાત પર પણ આઈપીએલ મૈચના દૌરાન સુહાના સ્ટાઈલ સ્ટેટમેન્ટે દરેકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લીધું હતું. તે પોતાના પાપા શાહરુખની સાથે 8 એપ્રિલના રોજ કલકતાની ઈડન ગાર્ડન્સ ટીમને ચેઈર કરવા માટે પહોંચી હતી.      સુહાનાએ નાઈટ રાઈડર્સની વ્હાઈટ કલર ની સ્લીવલેસ અપર ઇનરની સાથે જીન્સ પહેરેલું હતું. સાથે જ બ્લેક કલરનું જૈકેટ કેરી કર્યું હતું, પણ સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત તેના જુતાએ કર્યું હતું. તેણે Giuseppe Zanotti ના Jennifer Wedge Sneakers જૂતા પહેરી રાખ્યા હતા.ચમકદાર સફેદ રંગનાં આ જુતાઓ પર ગોલ્ડન સ્ટાઇપ્સ લાગેલી હતી. પણ શું તમને અંદાજો પણ છે કે આ જૂતા પોતાના બનાવા માટે તમારે તમારી જેબ કેટલી ઢીલી કરવી પડશે?

ખુબ જ સ્ટાઈલીશ દેખાતા આ જુતાઓની જ્યારે તમે કિંમત સાંભળશો તો તમે હેરાન જ રહી જાશો. જેની કિંમત 69,000 રૂપિયા છે. એટલે કે ઘણા લોકોની બે મહિનાની પગાર કરતા પણ વધુ.  જેટલામાં સુહાનાના આ બ્રાન્ડેડ જૂતા આવ્યા છે, એટલા બજેટમાં એક વ્યક્તિ થાઈલેન્ડની ટ્રીપ કરીને પરત પણ આવી શકે છે. જો કે સુહાના સ્ટાર કીડ છે તો આવા મોંઘા જૂતા અફોર્ડ કરી જ શકે છે.

તેના પહેલા પણ સુહાનાની ઓરેન્જ કલરની ડ્રેસે ખુબ ચર્ચાઓ કરી હતી. તે પોતાની માં દ્વારા ડીઝાઈન કરવામાં આવેલી રેસ્રાની ઓપનીંગ પર આ ડ્રેસ પહેરીને આવી હતી, જેની કિંમત 30,000 રૂપિયા હતી.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.