TV Star જેઠાલાલે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માં કઈ યુવતી સાથે ચગાવી પતંગ…ટીમે કેવી રીતે કરી મસ્તી, જુઓ 10 PHOTOS

0

હાલ જયારે લોકો ઉતરાણની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટીય પતંગોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે ગણતરીના મહિનાઓ ખુલ્લી મુકાયેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પટાંગણમાં આંતરરાષ્ટીય પતંગોત્સવ ઉજવાયો હતો.

આ પતંગોત્સવમાં દેશ-વિદેશના મળીને કુલ 106 પતંગબાજોએ ભાગ લીધો હતો. પરંતુ આ પતંગોત્સવની ખાસ વાત એ હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની ટીમના કેટલાંક સભ્યોએ ખાસ હાજરી આપી હતી.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, કેવડીયા ખાતે યોજાયેલા આંતરરાષ્ટીય પતંગોત્સવમાં ગુજરાતના 26, અન્ય 8 રાજ્યોના 32 પતંગબાજો તથા વિશ્વના બીજા 15 દેશના 48 પતંગબાજોએ ભાગ લીધો હતો અને વિવિધ આકારની કલાત્મક અને રંગબેરંગી પતંગોના અવનવા કરતબ સાથે હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે લોકપ્રિય ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય કલાકાર દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલ, તેમની સાથે તેમની પ્રિય બબીતાએ પણ હાજરી આપી હતી અને સાથે મળીને પતંગ ચગાવ્યો હતો. સાથે જ અન્ય કલાકારોએ પણ આ પતંગોત્સવમાં ભાગ લીધો હતો જ્યાં તેમની ટીવી સિરીયલ માટે કાઇટ ફેસ્ટિવલ આધારિત એપિસોડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય પ્રોડ્યુસર અસિત મોદી પણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચ્યા હતા. તો સીરિયલના કલાકારોને જોવા માટે લોકોની ભીડ પણ જામી હતી. સીરિયલના ચાહકોએ તારક મહેતાની ટીમ સાથે ફોટો પડાવી ખુશી મનાવી હતી.કેવડિયા ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણ તડવી, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર ગજેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા-તાલુકાના અગ્રણીઓ, વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ, પતંગ રસીયા પ્રજાજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દિવસભર આ ઉત્સવનો લ્હાવો માણ્યો હતો. Statue of unity

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here