Social Media પર આવેલી એક વસ્તુએ બદલી નાખી કિસ્મત, ગામડા ની છોકરી બની મિસ ઇન્ડિયા…જુવો 10 Photos

0

કહેવાય છે ને કે ક્યારે કોનું ભાગ્ય બદલાઈ જાય તેની ખબર જ ના પડે. પિહોવા ના એક નાના એવા ગામમાં રહેનારી મંદીપ ની સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. તેના ભાગ્ય ની ચાવી ઇન્સ્ટાગ્રામ ના લિંક માં હતી. એવું કંઈક થયું કે તેમણે હરિયાણા ના લોકો નું મસ્તક ગર્વ થી ઊંચું કરી નાખ્યું.પિહોવા ના ગામ નીમવાલા ની એક દીકરી મંદીપ શેરગીલ, જેમણે પોતાની મહેનત ના દમ પર મિસ ઇન્ડિયા નો ખિતાબ પોતાના નામે કરી લીધો. આ ખિતાબ મેળવ્યા પછી અન્ય છોકરીઓ પણ મંદીપ ને પોતાના રોલ મૉડલ માં જોવા લાગી છે. મંદીપ અભ્યાસ કરવા માટે પટિયાલા જાતિ હતી, તેને શોશિયલ મીડિયા થી મળેલી પ્રેરણા એ અમુક જ દિવસોમાં સ્ટાર બનાવી દીધી.

ખિતાબ જીતવા પર પિહોવા માં ખુશી નો માહોલ:

ગ્લોબલ મિસ ઇન્ડિયા 2018 ના મિસ ઇન્ડિયા નો ખિતાબ જીતવા પર મંદીપ ના ગામ માં જ નહીં, પિહોવા માં ખુશી છવાઈ ગઈ હતી. મંદીપે જણાવ્યું કે 3 માર્ચ ના રોજ બેન્કોક માં ગ્લોબલ મિસ એશિયા નો સમારોહ થાવનો છે જેમાં તે આ ખિતાબ ને મેળવવા માટે ખુબ મહેનત કરશે અને દેશ નું નામ રોશન કરશે.

દેશભર થી 52 છોકરીઓ એ લીધો હતો ભાગ:

મંદીપે જણાવ્યું કે 24 નવેમ્બર ના દિલ્લી માં ગ્લોબલ ઇન્ડિયા એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન ના તરફથી મિસ ઇન્ડિયા એશિયા 2018 માટે સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરા ભારતથી 52 છોકરીઓ એ ભાગ લીધો હતો. છેલ્લા રાઉન્ડ સુધી માત્ર 20 છોકરીઓ જ બાકી રહી હતી. જેના પછી સ્પર્ધા વધુ કડક બનતી ગઈ.

ફાઇનલ રાઉન્ડ માં સ્ટેજ પર બોલાવી તો વિશ્વાસ જ ન આવ્યો:

ફાઇનલ રાઉન્ડ માં જયારે નંબર-053 ને સ્ટેજ પર બોલાવામાં આવ્યું તો મંદીપ ને વિશ્વાસ જ ન આવ્યો કે તેમણે આ ખિતાબ જીતી લીધો છે. 2018 મિસ ઇન્ડિયા મંદીપ શેરગિલ એ જીત નો પૂરો શ્રેય પોતાના માતા-પિતા ને આપ્યો છે. મંદીપ એ કહ્યું કે પટિયાલા ખાલસા કોલેજ માં એમબીએ કરી રહી હતી. જેના ચાલતા તેની પાસે ઘણા ગીતો અને ફિલ્મોના ઓફરો પણ આવતા રહેતા હતા પણ સાથે ભણી રહેલી એક મિત્ર એ ઇન્સ્ટાગ્રામ પર ગ્લોબલ મિસ ઇન્ડિયા એશિયા નું રજીસ્ટ્રેશન લિંક શેયર કર્યું હતું. જેમાં રુચિ દેખાડતા મંદીપે રજીસ્ટ્રેશન કરીને આ સ્પર્ધા માં ભાગીદારી નિભાવી. તેના ઘરમાં તેની માં અને નાનો ભાઈ છે. પિતા ઘણા વર્ષો થી વિદેશમાં રહી રહ્યા છે. Village Picture

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here