સુરતના આ પરિવારે લગ્નમાં ખોટો ખર્ચો કરવાને બદલે પૈસા શહીદોના પરિવારને આપવાનું નક્કી કર્યું, કેટલી સલામ?

0

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. જેને પગલે દેશના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે અને લોકો પોતાનો આક્રોશ અને દુઃખ વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઇ રહયા છે, ત્યારે સુરતના હીરાના એક વેપારીએ શહીદ જવાનોને એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

આજ રોજ સુરતના હીરાના વેપારીની દીકરીના લગ્ન થયા જેમાં તેમને લગ્નના ભોજન સમારંભ સહિતના તમામ કાર્યક્રમ રદ કરી સાદાઈથી કરાવવાનો નિર્ણય કર્યો. આ લગ્નની એક પત્રિકા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

માહિતી અનુસાર, સુરતના નિવાસી શેઠ દેવશી માણેક પરિવારમાં 15 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન પ્રસંગ હતો અને જેમાં તે લાખો રૂપિયાનો ખર્ચ કરવાના હતા. પણ ગઈ કાલના આ આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવવા અને એક જાતનો ભાવભીનો શોક દર્શાવવા આ પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો કે હવે લગ્નમાં આટલો ખર્ચ એ કરીને ઉજવણી કરવાને બદલે આ તમામ ખર્ચ શહીદ પરિવારોને આપશે.

આ પત્રિકામાં લખવામાં આવ્યું છે, “અમારી પુત્રી અમી અને મીતના શુભલગ્ન નિર્ધાર્યા છે, પરંતું કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના 42 જવાનો શહીદ થતાં અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સમંતીથી લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નિર્ધારિત કરેલ છે. લગ્નનો ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને પાંચ લાખ અને શહીદ પરિવારને સંયુક્ત રીતે 11 લાખ આપવાનું નિર્ધારીત કરેલ છે. શેઠ દેવશી માણેક પરિવાર-ભાભર-સુરત, હસમુખભાઈ શેઠ, પદ્માવતી ડાયમંડ અને સંધવી પાનાચંદ લક્ષ્મીચંદ પરિવાર અજયભાઈ કુમારભાઈ સંધવી. જ્યારે આ લગ્નમાં કેટરર્સે પણ સહકાર આપ્યો છે.”

જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં 14 ફેબૃઆરીએ થયેલ આતંકી હુમલામા CRPFના કુલ 44 જવાનો શહીદ થયા છે. અને ઘણા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આતંકીઓએ શ્રીનગર અને જમ્મૂ હાઇવે ઉપર અવંતીપોરા વિસ્તારમા CRPF ના કાફલાને નિશાન બનાવ્યો હતો અને આ આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મહોમ્મદ નામના એક આતંકી સંગઠને લીધી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here