વર્ષ 2019ના જાન્યુઆરી અંતમાં થઇ રહ્યો છે બુધ-શુક્રની રાશિઓમાં પરિવર્તન, સત્તાધારીઓ માટે કસોટીપૂર્ણ રહેશે આ વર્ષ

1

નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે ત્યારે સૂર્યની નજીકના બે ગ્રહોની રાશિઓમાં પરિવર્તન થયા છે. જેનાથી બુધ ધન રાશિમાં અને શુક્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. માર્ચથી રાહુ મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ગુરુ ગ્રહ ધન રાશિમાં પરિભ્રમણ કરશે. જેના કારણે તમામ સત્તાધારીઓએ આ વર્ષે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને આ વર્ષ કસોટી ભર્યું રહેશે.

શુક્ર મંગળની રાશિમાં અને બુધ ગ્રહ ગુરુની રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેથી બુદ્ધિશાળી અને જ્ઞાની વ્યક્તિઓ સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે. તથા ઉપાસના-આરાધના યોગના અભ્યાસ માટે શુભ સંકેત દર્શાવવામાં આવ્યા છે. આ ચંદ્ર રાશિ આધારિત ફળ કથન છે. વ્યક્તિના જન્મના ગ્રહોના આધાર પર તેના અસર પર બદલાવ થઇ શકે છે. મોટા ગ્રહણને ખંડગ્રાસ તરીકે ઓળખાય છે વર્ષમાં એક જ વાર આવે છે. જયારે સૌથી મોટા ચંદ્રગ્રહણને ખગાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

મેષ: પરિવારમાં માંગલિક પ્રસંગ થશે, આર્થિક રીતે વર્ષ પ્રગતિમય બની રહેશે. નોકરી વ્યવસાયમાં પરિવર્તન થયા છતાં માનસિક તણાવ રહેશે.

વૃષભ: સન્માન, ગૌરવ અને પ્રતિષ્ઠાનો યોગ શુભ અને લગ્ન માટે ઉત્સુક યુવક-યુવતીઓ માટે વૈવાહિક કર્યા બનશે. બધા જ પ્રકારની સહાયતા મળશે.

મિથુન: નોકરિયાત વર્ગ માટે બઢતી અને ટ્રાન્સફરના યોગ બની શકે છે. બેરોજગાર માટે નવા અવસર, નવા મિત્રો અને પાડોશીઓ મળવાના યોગ બનશે.

કર્ક: શેરબજારમાંથી લાભો, સંતાન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે, ગુપ્ત વિદ્યા જાણવા, શીખવા અને સમજવા માટે આતુર બનશો.

સિંહ: નવું ઘર, વાહનનો યોગ મજબૂત, માતા તરફથી આર્થિક લાભ, વર્ષની શરૂઆતમાં કોર્ટ-કચેરીના યોગ રહેશે.

કન્યા: વિદેશ યાત્રાના યોગ બની શકે છે, નવા વ્યવસાયથી લાભ મળી શકે. કમર અથવા પાચન તંત્ર સાથે જોડાયેલી બીમારી થવાય સંભાવના છે.

તુલા: અચાનક ધન પ્રાપ્તિ, વીલ, વારસો મળવાના યોગ પ્રબળ બનશે. આંખોથી જોડાયેલી બીમારી થવાની સંભાવના રહેશે.

વૃશ્ચિક: વર્ષની શરૂઆતથી મધ્ય સુંગી સારો સમય રહેશે. નવા પરિચય અને મુલાકાત યાદગાર રહેશે. નાના ઓપરેશનની સંભાવના છે.

ધન: વાહન ચલાવવા સમયે વિશેષ સાવધાની રાખવી પડશે. નજીકના મિત્રોનું મૃત્યુ થઇ શકે છે. નોકરી-વ્યવસાયમાં મહેનત કરવી પડશે.

મકર: આવકની તુલનામાં જાવક વધુ રહેશે. કાળી વસ્તુઓ અથવા લોખંડની વસ્તુઓની ખરીદી ન કરો. વારે વારે કલેશ થવાનો સંભવ છે.

કુંભ: લાંબી યોજના કરવાથી ફાયદો સંભવ છે. નોકરી સાથે વ્યવસાયથી પરેશાનીની સંભાવનાઓ છે.


મીન: વ્યાજ, કમિશન, દલાલી, ભાડાંની આવક પ્રાપ્ત થવાના સંકેત છે, ધાર્મિક યાત્રા થઇ શકે છે. પગ પર તળિયાથી જોડાયેલી બીમારીની સંભાવના રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here