ભારત ની સૌથી નાની કાર લોન્ચ થવા માટે તૈયાર, 36 KM ની આપશે માઇલેજ….વાંચો માહિતી

0

બજાજ ને ભારતમાં પોતાની સૌથી નાની કાર Qute ને લોન્ચ કરવાની અનુમતિ મળી ગઈ છે. બજાજ નું  નામ અત્યાર સુધી માત્ર ટુ-વ્હીલર વાહનો માટે જ લેવામાં આવતું હતું. પણ ભારતીય સડક અને પરિવહન ની મંજૂરી પછી બજાજ ની આ કાર ની વાટ જોવાનું વધુ ગયું છે. મંત્રાલયે બજાજ Qute ને 4 વ્હીલર ની કેટેગરી માં જગ્યા આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી માં આ કાર બજારમાં રિલીઝ થઇ શકે છે. બજાજ ની આ કાર ને કૈબ ચાલક અને પ્રાઇવેટ કાર માલીક બંને ખરીદી શકે છે.એન્જીન ની વાત કરીયે તો બજાજ Qute માં 216 સીસી નું એન્જીન સિલિન્ડર ફ્યુલ ઈંજેકટેડ એન્જીન મળશે. જે 13 બીએચપી નો પાવર અને 20 એનએમ નું ટૉર્ક આપશે. જેમાં 5 સ્પીડ ગિયરબોક્સ મળશે. તેની ટોપ સ્પીડ 70kmph છે. કાર ને LPG અને CNG એમ બંને વિકલ્પો માં ઉતારવાની સંભાવના છે. કંપની નું માનવું છે કે કાર લગભગ 36 કિમિ પ્રતિ કલાક નું માઈલેજ આપશે.
બજાજ ક્યૂટ કારની કિંમત 2.5 લાખ રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે. આ હિસાબથી જોવા જૉઈએ તો આ કાર મારુતિ ની ઓલ્ટો થી 50 થી 70 હજાર રૂપિયા સુધી સસ્તી હશે. જો કે આ રેંજ માં મારૂતી ની ઓલ્ટો અને રેનો ની કાર કવિડ પહેલાથી જ માર્કેટમાં પોતાનો રોપ જમાવી રહી છે. તો એવામાં એ પણ બની શકે કે ભારતમાં આ કારના ગ્રાહક ન મળે. આ કાર ને ખરીદવા માટેનું માત્ર એક જ કારણ તેનું માઈલેજ હોઈ શકે છે જે સામાન્ય વ્યક્તિ ના ખિસ્સા પર બિલકુલ પણ અસર નહિ કરે. જો કે ક્યૂટ કાર ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. આ કારનું નિર્માણ બજાજ પોતાની ઓટોરિક્ષા બનવાનારી ફેકટરી માં કરી રહી છે.   Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here