ભારતની પહેલી હાઉસવાઈફ મહિલા જેને 3 કરોડ ની લમ્બોર્ગીની કાર ખરીદી, જાણો એમના વિશે…

0

આપણા દેશમાં ગાડીઓના શોખીનની કોઈ કમી નથી. રસ્તા પર મોંઘી કાર દેખાય છે કે આંખો તેની તરફ જ વળે છે. જૈગુઆર, ઓડી, મર્સિડીઝ, બીએમડબલ્યુ, રેંજ રોવર જેવા બધા નામો આપણા ફેવરિટમાં છે. આ લીસ્ટમાં હવે એક ના વધી ગયું છે તે છે લમ્બોર્ગીની કાર.

વૈભવી અને મોંઘી કાર ખરીદવાની સ્પર્ધામાં અત્યાર સુધી વેપારીઓ, બોલીવુડના સ્ટાર્સ અને ક્રિકેટરો જ હતા. પરંતુ, આ પહેલી વખત એવું બન્યું કે એક ગૃહિણીએ મોંઘી અને વૈભવી કાર જેવી કે લમ્બોરગીની ખરીદી કરી. હા, આજે અમે તમને એવી ગૃહિણીને પરિચય આપીએ છીએ જેમણે 3 કરોડની લમ્બોરગીની કાર ખરીદીને એક રેકોર્ડ બનાવ્યો છે.
3 કરોડની લમ્બોરગીની કાર ખરીદી કરનાર શીતળ દુગર, જે કોલકાતાના નિવાસી છે.

આજકાલ તે જ્યારે પણ શાકભાજી ખરીદવા અથવા ગલીઓમાં ફરવા માટે તેની કાર લઈને નીકળે છે તો તેની કાર અને તેની સ્પીડ જોઈને લોકો જોતાં જ રહી જાય છે ને આશ્ચર્ય પામે છે.
તમને જણાવી દઈએ કે શીતળે લમ્બોરગીની હુરાકન મોડેલ ખરીદ્યું છે, જેનું વેચાણ ભારતમાં 3 કરોડની કિંમતે કરવામાં આવે છે.

આ કારની વિશિષ્ટતા એ છે કે તે 3.2 સેકંડમાં 100 કિ.મી. સુધી પહોંચી શકે છે અને તેની ટોચની ઝડપ 325 કિમી પ્રતિ કલાક છે.
શીતલ 40 વર્ષની છે અને તેના ત્રણ બાળકો છે. ઘર અને બાળકોની કાળજી લેવા ઉપરાંત, તેઓ રેસિંગનો શોખ પણ ધરાવે છે.

કોની સાથે કર્યા છે તેણે લગ્ન –

શીતલના લગ્ન 19 વર્ષની વયે કલકત્તાના ઉદ્યોગપતિ વિનોદ દુગર સાથે થયા હતા.

એક અંગ્રેજી સામયિકને આપેલી એક મુલાકાતમાં, તેણે કહ્યું કે લગ્ન પહેલાં, તેને કાર ચલાવતા આવડતું ન હતું.

બાળકોને શાળા છોડવા જવાના સમયે અને કોઈ નાના મોટા કામ અર્થે બહાર જવા સમયે તેને ડ્રાઈવરની જરૂર પડતી હતી. તેથી જ તેણે ડ્રાઇવિંગ શીખી લીધું.

એકવાર બાળકોની શાળાની બસ ચૂકી ગયા તો તેણે તેના બાળકોને કારમાં લઈ જાતે જ કાર ચલાવી બાળકોને બસ પહેલાં શાળાએ છોડી દીધી.પછી તેને લાગ્યું કે તે કાર ચલાવી શકે છે અને રેસિંગ કુશળતાને ધીમે ધીમે સમજી શકી.
કોલકાતાના પ્રખ્યાત ‘ક્લબ જીટી’ માં દર સપ્તાહે શીતલ રેસ કરે છે. આ ક્લબ સુપર કાર્સ અને સુપર બાઇક્સ ની શોખીન છે.
એવું કહેવામાં આવે છે કે અહીં યોજાયેલી સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિએ ક્યારેય શીતલને હરાવી શક્યું નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here