ઇન્ડિયામાં અહીં ખુલેલા આ શો રૂમમાં આખરે એવું તે શું છે કે પહેલા જ દિવસે 30,000 લોકો પહોંચ્યા, રસ્તા પર લાગી લાંબી લાઈન…..

0

સ્વીડિશ ફર્નિચર કંપની આઇકિયા(IKEA) એ પોતાનો પહેલો સ્ટોર હૈદરાબાદ માં ઓપન કરી નાખ્યો છે. પહેલા જ દિવસે આ સ્ટોર પર 30,000 લોકો પહોંચી ગયા. જેના ચાલતા હાઈટેક સિટીમાં સ્ટોરની આસપાસ ટ્રાંફિક જામ થઇ ગયું. ભીડ ની સાથે ટ્રાફિક નો ફોટો અને વિડીયો સોંશીયલ મીડિયા પર વાઇરલ પણ થઇ રહ્યો છે. આ સ્ટોર પર સાંજે 4 વાગ્યા સુધીમાં 10 હજાર લોકો પહોંચી ગયા હતા, પણ અત્યાર સુધી આ આંકડો 30,000 એ જઈને પહોંચ્યો હતો. શો રૂમની અંદર જાવા માટે લોકોની લાંબી લાઈન હતી, સાથે જ અંદર જાવા માટે એક-બીજાને ધક્કો પણ આપવો પડ્યો હતો. જણાવી દઈએ કે હૈદરાબાદ માં ઓપન થયેલો આ સ્ટોર લગભગ 13 એકડ માં ફેલાયેલો છે.ઓછી કિંમત માં બેસ્ટ ક્વોલિટી ફર્નિચર:

આઇકિયાને બેસ્ટ ક્વોલિટી ફર્નિચર માટે જાણવામાં આવે છે. તેના ફર્નિચરની કિંમત પણ ખુબ જ ઓછી છે. આજ કારણ છે કે પહેલા જ દિવસે આ સ્ટોર પર લોકોની જબરદસ્ત ભીડ જમા થઇ ગઈ હતી. તેલંગાના ના ઉદ્યોગ મંત્રી કે.ટી. રામારાવે સ્ટોરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ દરમિયાન આઇકિયા ગ્રુપના CEO જેસ્પર બ્રોડીન પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટમાં CEO પૈટ્રીક એન્ટની એ કહ્યું કે તેને રોજના 30 થી 35 હજર કસ્ટમર્સ આવવાની ઉમ્મીદ છે.

દેશમાં 40 સ્ટોર્સ થશે ઓપન:

આઇકિયા સ્ટોરને ભારતના 400 શહેરોમાં ઓપન કરવામાં આવશે. જો કે, આ પ્રોસેસમાં સમય લાગશે. 2025 સુધી કંપની 25 સ્ટોર્સ ઇન્ડિયા માં ઓપન કરી લેશે. આગળનો સ્ટોર મુંબઈમાં જૂન 2019 સુધી ઓપન થશે. જેના પછી બેંગ્લોર અને ગુરુગ્રામ માં સ્ટોર ઓપન કરવામાં આવશે. સાથે જ ફ્યુચરમાં અમદાવાદ, સુરત, પુણે, ચેન્નાઇ અને કલકતા સહીત કુલ 40 સ્ટોર્સ ખોલવામાં આવશે.

200 રૂપિયાની અંદર છે 1000 આઇટમની કિંમત:

આઇકિયા સ્ટોરમાં 7500 પ્રોડક્ટ સેલ કરવામાં આવશે. તેમાં 200 રૂપિયાની કિંમત વાળા લગભગ 1000 આઈટમ શામિલ છે. આઇકિયાના 1000 થી વધુ પ્રોડક્ટ ઇન્ડિયામાં જ મૈન્યુફૈક્ચર કરવામાં આવ્યા છે. આ સ્ટોરમાં 100 સીટ વાળા રેસ્ટોરેન્ટ પણ છે. અહીં 149 રૂપિયામાં સ્વીડન ની ફેમસ મીટબોલ્સ મળશે. તેની સાથે, 9 રૂપિયામાં બિરિયાની મળશે. અહીં પર મળનારી પ્રોડક્ટની કિંમત 69 રૂપિયા થી શરૂ થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here