હવે રશિયા-અમેરિકા નહિ પણ ભારત પાસે છે વિશ્વનું સૌથી શક્તિશાળી મિસાઇલ… પૂરું થયું કલામ સાહેબનું સપનું

0

હવે મિસાઇલ્સના મામલે રશિયા અને અમેરિકા પણ ભારતથી પાછળ થઇ ગયા છે. કલામ સાહેબના સપનાને પૂરું કરતા ભારતે હાઈપરસોનિક મિસાઇલ મિસાઇલ બનાવી છે. 3457 કિમી પ્રતિ કલાકની ઝડપવાળી આ મિસાઈલ અત્યાર સુધીમાં ભારતની સૌથી અદ્યતન મિસાઇલ છે.લગભગ 300 કિલોમીટર દૂરના લક્ષ્યને ભેદવામાં સફળ આ હાઇપરસૉનિક મિસાઈલને રોકવા માટે, પાકિસ્તાન તો દૂર ચીનના બસની પણ વાત નથી. મિસાઇલ એટલી ચોક્કસ છે કે તે 300 કિમી હરતા-ફરતા લક્ષ્યને પણ આસાની ભેદી શકે છે. અને જો લક્ષ્ય પોતાનો રસ્તો બદલી દે તો મેનુવરેબલ તકનીક દ્વારા મિસાઈલ પણ પોતાનો રસ્તો બદલીને તેની પાછળ ચાલી પડે છે. કદાચ આ જ કારણોસર ભારતીય વૈજ્ઞાનિકોએ તેને ‘બટન દબાવો અને ભૂલી જાઓ’ વાળી મિસાઈલ કહ્યું હતું.બ્રહ્મોસ મિસાઈલ દેશનું સૌથી આધુનિક અને વિશ્વનું સૌથી ઝડપી હાઇપરસૉનિક ક્રુઝ મિસાઈલ છે. વિશ્વમાં કોઈપણ એન્ટિ-મિસાઇલ સિસ્ટમ હાલ તો બ્રહ્મોસ રોકવામાં અસમર્થ સાબિત થશે. વાસ્તવમાં, આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત તેની ઝડપ છે. અત્યાર સુધી અમેરિકાની ટોમ હોક મિસાઈલને વિશ્વની સૌથી શક્તિશાળી ક્રુઝ મિસાઇલ માનવામાં આવતી હતી, પરંતુ બ્રહ્મોસે તેને પછાડી દીધી છે. એક વાર ટાર્ગેટ પર લોક થઇ જાય એ પછી એ અમુક જ સેકન્ડમાં પોતાના ટાર્ગેટને ઉડાવી દે છે. હાલ દુનિયામાં કોઈ પણ દેશ પાસે તેને રોકી શકે એવું કોઈ જ હથિયાર મોજુદ નથી. દુશ્મનને ખબર પડતા પહેલા જ આ મિસાઈલ પોતાના ટાર્ગેટને ઉડાવી દે છે.ડોકલામ વિવાદ સમયે પણ ખબરો આવી હતી કે ભારત અરુણાચલ સરહદ પર બ્રહ્મોસ તૈનાત કરવા જઈ રહ્યું છે, ત્યારે ચીની સેનાએ મણિ લીધું હતું કે બ્રહ્મોસના તૈનાત કરાયા બાદ ચીનના યુનાન પ્રાંતના પર ખતરો મંડરાવા લાગ્યો છે. ચીન પાકિસ્તાનમાં બ્રહ્મોસને લઈને ગભરાવાનું એક વધુ કારણ છે. ચિંતાનું બીજું મોટું કારણ એ છે કે બ્રહ્મોસને જમીન, પાણી કે હવામાંથી પણ ફાયર કરી શકાય છે. હાલમાં, ભારતીય સેના બ્રહ્મોસથી સજ્જ છે અને ટૂંક સમયમાં જળસેના અને વાયુસેના પણ બ્રહ્મોસથી સજ્જ થશે. બ્રહ્મોસને સબમરીન અને યુદ્ધ જહાજોમાંથી ફાયર કરવાનું પરીક્ષણ સફળતાપૂર્વક થઇ ચૂક્યું છે. એરોફોર્સના સુખોઈ વિમાને પણ સુપરસોનિક બ્રહ્મોસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ ઉંડાણ સાથે જ ભારતીય વાયુસેના પહેલી એવી વાયુ સેના બની ગઈ છે એ જેમાં જંગી પ્રમાણમાં સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સામેલ થઇ ગઈ છે.તમને જણાવી દઈએ કે બ્રહ્મોસ મિસાઈલ બ્રહ્મોસ કૉર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે, જે DRDO અને રશિયાના એનપીઓ મશીન્રોસ્ટ્રોયેનીશિયાનું સંયુક્ત સાહસ છે. બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાના મસ્કવા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. રશિયા આ પ્રોજેક્ટમાં લોન્ચિંગ ટેકનોલોજી પ્રદાન કરાવી રહી છે. આ ઉપરાંત, ફ્લાઇટ દરમિયાન માર્ગદર્શન કરવાની ક્ષમતા ભારત દ્વારા વિકસાવવામાં આવી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here