શરમજનક ઘટના – એક મહિલા ડોક્ટરના કારણે ચાલ્યો ગયો માસૂમ બાળકીનો જીવ, શું હોસ્પિટલ માત્ર ને માત્ર પૈસાની જ ભૂખી છે ?

0

મધ્યપ્રદેશના બુંદેલખંડની મેડિકલ હોસ્પિટલામાં ફરીથી એક બૂરી ઘટના સામે આવી છે. માત્ર એક વર્ષની છોકરીએ એટલા માટે પોતાનો જીવ ખોયો કે ડોક્ટરની લપરવાહી અને સમયે સારવાર ના  મળી શકી. એટલું જ નહી ત્યાની મહિલા ડોક્ટરે ગુસ્સે થઈને તેને વેન્ટિલેટર પર જ રાખી દીધી.

ખરેખર એવું બન્યું છે કે કર્રાપૂર નિવાસી એક વર્ષની આંશિક આહોરવાર 8 ફેબ્રુઆરીના દિવસે સવારે રમતા રમતા જ પાણીમાં પડી ગઈ હતી. તેની હાલત ખરાબ જોઈને તેના પરિવારજનોએ તેને બુંદેલખંડમાં આવેલી મેડિકલ હોસ્પિટલ માં ભરતી કરી હતી. એ પછી સતત ચાર કલાક સુધી આ બાળકી સારવાર માટે તડપતી રહી હતી. ડોક્ટરે તેના પરિવાર જનોને ગુસ્સે થઈને કહ્યું કે જો ઈલાજ કરવાવવો હોય તો એક કરોડ રુપિયાનું વેન્ટિલેટર લઈને આવો. ડીનના આદેશ  અનુસાર ડોક્ટર તો વોર્ડમાં આવી ગઈ પરંતુ જ્યારે ઈલાજ કરવાની વાત આવી તો તે એકદમ ગુસ્સે થઈ જાય છે. અને તે બોલી કે જાઓ એક કરોડનું વેંટીલેટર લઈને આવો પછી ઈલાજ કરીશું. આ સાંભળી પરિવારજનો એકદમ શાંત થઈ ગયા અને પછી 24 ક્લાક સારવાર વગર આ બાળકીએ દમ તોડી દીધો.

પરિવારજનોની આપબીતી : તેની માં ઑક્સીજન માસ્ક હાથમાં પકડીને બેઠી છે. આ હોસ્પિટલે ડોક્ટર તો ઠીક નર્સ પણ ના આપી સારવાર માટે. આંશિકાના કાકા બીજેન્દ્રકુમાર આહિરવાર જણાકારી આપતા જણાવ્યુ હતું કે, આંશિકાને બી.એમ,સી લઈને પહોંચ્યા ત્યારે ડોક્ટર હાજર હતા નહી. પછી એક ક્લાક પછી ડોક્ટર આવે છે ને જણાવે છે કે અહીંયા ઈલાજ માટે કોઈ સાધન ઉપલબ્ધ છે નહી, તમે આને ઈલાજ માટે પ્રાઈવેટ હોસ્પીટલમાં ભર્તી કરો. પરંતુ અમારી પાસે પૈસા ના હતા કે અમે પ્રાઈવેટમાં કોઈ ઈલાજ ના કરાવી શકીએ. અને પછી 24 ક્લાકમાં જ આંશિકાએ દમ તોડી નાખ્યો. આ હોસ્પીટલમાં બધી જ સગવડતા છે, વેન્ટિલેટર પણ હોવા છતાં આ બાળકીના ઈલાજ માટે ડોક્ટરને દયા ના આવી જો ઈલાજ તરત જ શરૂ કર્યો હોત તો આ માસૂમ બાળકી બચી ગઈ હોત.

ડી.એન બોલ્યા – વિડીયો મળી આવ્યો છે દોષિયો પર પૂરી કાર્યવાહી થશે પછી ભલે તે ડોક્ટર જ કેમ ના હોય. અને જો ડોક્ટરે વેન્ટિલેટર નથી એમ કહી સારવાર ટાળી છે તો એ ખોટી વાત છે આ હોસ્પિટલમાં બધી જ સગવડતા હાજર છે , આ કેસમાં આગળ જરૂર તપાસ કરવામાં આવશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here