IAS અને IRS ના અનોખા લગ્ન, વધારાનો ખર્ચ કર્યા વગર જ બન્યા એકબીજાના જીવનસાથી, બચેલી રકમ અહીં કરશે ખર્ચ….

0

આઈએસ કે આઇઆરએસ અધિકારી ના લગ્નમાં મોટાભાગે ખુબ જ વ્યવસ્થા અને ખર્ચાઓ થતા જોયાં હશે, પણ ગાજિયાબાદ માં બુધવાર ના રોજ એક આઈએએસ અને આઇઆરએસ અધિકારી એ ખુબ જ સાદગીથી લગ્ન કર્યા છે. આઇએએસ એ તો કરોડોના આલીશાન લગ્ન ને લાત મારીને એવા લગ્ન કર્યા જે દરેક કોઈ માટે મિસાલ બની જશે. તેનાથી પણ મોટી વાત એ છે કે લગ્નમાં વધારાના-નકામા ખર્ચા ન કર્યા અને પછી આ જોડી એ જે પૈસા બચાવ્યા છે તે એક ખાસ કામ માટે ઉપીયોગમાં લેવાના છે.મંદિર માં લગ્ન કર્યા પછી તેઓએ સદર તહસીલ માં જઈને સબ-રજિસ્ટ્રાર કાર્યાલય માં જઈને પોતાના લગ્નની નોંધણી કરાવી. ના તો બેન્ડ ના બાજા, ન જાન અને ન તો કોઈ શોરશરાબા, તેના લગ્ન ના દરમિયાન વરરાજા-વહુ ના માતા-પિતા, અને અમુક નજીકના લોકો જ શામિલ થયા હતા. ઓફિસર દંપતી એ જણાવ્યું કે નકામા ખર્ચા ને રોકવાનો સંદેશ આપવા માટે અમે સાદગીથી લગ્ન કર્યા છે.
કવીનગર માં રહેનારા નવીન કુમાર ચન્દ્ર 2017 બૈચ ના આઈએએસ અને રાજસ્થાન ના ગામ સુજાનગડગ ની રહેનારી અંજના કુમારી 2017 બૈચ ની આઈઆરએસ અધિકારી સાથે લગ્ન કર્યા. હાલ બંને મસૂરી એકેડમી માં ટ્રેનિંગ લઇ રહ્યા છે. બંને એ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને સાથે જ સમાજને એક સંદેશ આપવાનો નિર્ણય પણ લીધો. બંને ના પરિવારની મંજૂરીથી મોંઘી સાજ-સજાવટ અને વ્યવસ્થાથી દૂર રહીને સાદગી થી કોર્ટ મેરેજ કરવાનો નિણઁય લીધો.
બુધવારે બપોરના 12.30 વાગ્યે નવીન કુમાર અને અંજના કુમારી પોતાના પરિવારની સાથે સદર તહસીલ પહોંચ્યા હતા. અધિવકતા અનિલ આનંદ એ કહ્યું કે તેઓએ સબ-રજિસ્ટ્રાર પહેલા રવિન્દ્ર મેહતા ના કાર્યાલય માં લગ્ન ની નોંધણી કરાવી.
તેઓનું માનવું છે કે લગ્નમાં થાતા ખર્ચાથી છોકરીના પરિવારના લોકોને ખુબ બોજ પડે છે અને પૈસાનો દુરુઉપીયોગ પણ થાય છે. આ વધેલા પૈસાથી તેઓ ગરીબ વર્ગના લોકો માટે મદદ કરશે.  જયારે અંજના કુમારી એ જણાવ્યું કે તેની પહેલાથી જ પ્લાનિંગ હતી કે લગ્ન એકદમ સાદગીપૂર્વક કરશે અને સમાજમાં વધારાના ખર્ચ ને રોકવા માટેનો એક સંદેશ આપશે.
કરોડોના માગા ને લાત મારી હતી:રામદેવ
ખુબ મહેનત અને લગનથી આઈએએસ અધિકારી બનેલા નવીન કુમાર ચન્દ્ર ના પિતા રામદેવ ગાજિયાબાદ માં સેતુ નિગમમાં એકાઉન્ટ અને માં સ્વર્ણલતા ટીચર છે. મૂળરૂપથી રાયબરેલી ક્ષેત્ર ના રહેનારા રામદેવ એ કહ્યું કે દીકરો આઈએએસ અધિકારી બન્યો તો તેને દૂર દૂર થી લગ્ન માટેના માગા આવવા લાગ્યા હતા.માગા લઈને આવેલા લોકોએ પાંચ-પાંચ કરોડ રૂપિયા ખર્ચ કરવા સુધીનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો, પણ તેણે ના કહી ઇધી. દીકરાની મંજૂરી થી કોઈ દાન-દહેજ વગર જ સાદગીથી લગ્ન કર્યા. Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here