હા એક સ્ત્રી છે તું.. સ્ત્રી વિષે આટલું જરૂર વાંચજો

0

 અસ્તિત્વ ની દુનિયા નો એક સિતારો છે તું ,
દુનિયાનો બીજો ઉગતો  સુરજ છે તું ,
દુનિયાની બીજી સવાર  છે તું ,
હા એક સ્ત્રી છે તું…… 

અંધકાર માં પ્રકાશ ની કિરણ છે તું ,
ઢળતી સંધ્યા ની છેલ્લી આશા છે તું ,
ઉગતી સવારની પહેલી ધૂપ છે તું ,
હા એક સ્ત્રી છે તું…… 

કોઈક ના પરિવારનું ફૂલ છે તું ,
કોઈક માટે પ્રેમ નો દરિયો છે તું ,
કોઈક માટે દિલ નો ધબકાર છે તું ,
હા એક સ્ત્રી છે તું……

કુદરત ની શ્રેષ્ઠ રચના છે તું ,
પ્રેમ નું વહેતુ ઝરણું છે તું ,
ના બુજી શકે એવી અગ્નિ છે તું ,
હા એક સ્ત્રી છે તું……

ધારે એ કરી શકે એવી છે તું ,
કોઈ પુરુષ થી ઓછી નથી તું ,
એવું સાબિત કરવામાં પણ  પાછળ નથી તું ,
હા એક સ્ત્રી છે તું……

એટલે જ તું ના સમજી શકાય એવી છે…..
તું છે એટલે જ તો આ દુનિયા રંગીન છે …..
હા એક સ્ત્રી છે તું……
હા એક સ્ત્રી છે તું……
લેખક: રાજ નકુમ
સંકલન: કુલદીપ જાડેજા

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!
જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો.
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here