ભારતના આ શહેરમાં રસ્તા પર બેસહારા વૃદ્ધોને સહારો આપનારા આ વ્યક્તિ કળયુગના છે શ્રવણ, વાંચો પૂરી સત્ય સ્ટોરી..

0

આજ ના આ યુગમાં જ્યાં ઈન્સાનિયત એવા સ્તર પર આવી ગઈ છે કે તરફડી રહેલા કોઈ વ્યક્તિને રસ્તા પર જોઇને પણ લોકો પીઠ ફેરવીને નીકળી જતા હોય છે. એવામાં ઈન્સાનિયતની અદ્દભુત મિસાલ કાયમ કરી છે હૈદરાબાદના ‘જોર્જ રાકેશ બુશ’. જેમણે એક ગૈર લાભકારી સંસ્થા “ગુડ સ્માર્ટયીન ઇન્ડિયા” ની સ્થાપના કરી છે.

ભારતમાં એવા વૃદ્ધોની સંખ્યા ઓછી નથી જે પરિવાર વગરના ભૂખ્યા, તર્સેલા, લાચાર, બેસહારા રસ્તાઓ પર મારવા માટે મજબુર થઈ જતા હોય છે.  હૈદરાબાદમાં મોટા થયેલા જોર્જ રાકેશે આ સમસ્યાની ગંભીરતાને સમજતા પોતાના જ શહેરથી આ નેક કામ કરવા માટેની યોજના બનાવી છે. ઇવેન્ટ મેનેજરથી સામુદાઇક ડોકટર બનેલા જોર્જ રાકેશે રસ્તા પર પડેલા આવા વૃદ્ધોની મદદ કરવા માટે સૌથી પહેલા એક નાનું એવું કલીનીક ખોલ્યું, આજે તેની અલવાલ, વારંગલ, અને એરલમાં ત્રણ બ્રાંચ છે. માર્ચ 2011 માં ઉનીતા જોર્જ અને યશુકલાની સાથે મળીને ‘ગુડ સ્માર્ટયીન ઇન્ડિયા’ ના નામથી પોતાના ટ્રસ્ટનું રજીસ્ટર કરાવ્યું. આ ટ્રસ્ટ વગર પૈસાએ 300 થી વધુ બેસહારા વૃદ્ધોની સહાયતા કરે છે, જેઓ રસ્તાઓ પર મરવા માટે મજબુર હતા. અહી ઈજાઓ પર પટ્ટી બાંધવાથી લઈને ડાઈપર બદલવા, જમવાનું બનાવવા સુધીનું કામ થાય છે. આટલો પ્રેમ મળ્યા બાદ ઠીક થનારા અમુક લોકો આ સંસ્થાને ચલાવવા માટે સહયોગ આપવા માટે અહીજ રોકાઈ જાય છે તો અમુક તેના પરિવારજનો પોતાની સાથે ઘરે લઇ જાય છે.

જોર્જ રાકેશે વૃદ્ધો માટે આટલો કઠીન રસ્તો જે સેવાનો પસંદ કર્યો તેની પાછળ તેની પ્રેરણાસ્ત્રોત છે એક તમિલ પુજારીની ગુમનામ મૃત્યુ. આ પુજારી એક અનાથાલય ચલાવતા હતા જ્યાં 60 થી વધુ બાળકો હતા. તેમણે આ અનાથાલય ચલાવામાં ખુબજ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વાર સમાજ સેવાના બદલે અપમાન પણ સહન કરવું પડતું હતું. તેની આ હાલત જોઇને તેની સહાયતા કરવા માટે જોર્જે પ્રયત્નો કર્યા પણ તે સફળ થઇ શક્યા ન હતા. ત્યાર બાદ તે તમિલ પૂજારીની મૃત્યુ થઇ ગઈ હતી.

સૌથી વધારે ધક્કો જોર્જને તે સમયે લાગ્યો જ્યારે પુજારીનું શવ દફનાવવા માટે મહાનગરના કોઈ એક વ્યક્તિએ પણ સહાયતા કરી ન હતી. તેની કબર પર અનાથ બાળકોની ચીખ પુકાર સાંભળીને જોર્જે નક્કી કર્યું કે એવા લોકો જેને પોતાનાંથી અલગ કરી નાખ્યા છે તે તેના માટે તે તેઓને એક પૂર્ણ જીવન અને સ્નામાંનીત મૃત્યુનો અધિકાર આપશે.

યથાર્થવાદના નામ પર આજની યુવા પેઢી સ્વાર્થવશ પોતાના માતા-પિતાને જે રીતે પોતાનાથી અલગ કરીને મરવા માટે છોડી દે છે એવામાં જોર્જ રાકેશ બુશ સરીખે એક વ્યક્તિથી આ દેશનો ઉદ્ધાર થઇ શકે તેમ નથી. રાકેશનું જીવન યુવા પેઢી માટે એક ગંભીર સવાલ ઉભો કરે છે અને માતા-પિતાના માટે પણ જે વિકાસની આંધળી દોડમાં માતા-પિતા જ પોતાના બાળકોના જીવનમાં સફળતા પામવા માટેનો મંત્ર પ્રદાન કરે છે જેમાં તેઓનું કેરિયર અને સ્વાર્થ સર્વોપરી હોય છે અને પછી તે માતા-પિતાના જીવનમાં તે દિવસ પણ આવે છે જ્યારે આજ બાળકો પોતાનું કેરિયર બનાવવા માટે મા-બાપ ને જ સૌથી મોટી બાધા માનવા લાગે છે. માટે આજ યુવા પેઢીને પણ પહેલાથીજ માંતા-પિતાને પોતાના પાલન-પોષણનું વિશેષણ કરવાની જરૂર છે જેમાં માનવીય મુલ્યોનું મહત્વ બાળકોને નાનપણથીજ સમજવું ખુબજ જરૂરી છે. કદાચ પછી યુવા પેઢીના હૃદયમાં જોર્જ રાકેશ જેવા જ વિચારો હોઈ શકે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!