લેખકે ખૂબ સમજવા જેવી વાત કહી છે, એકવાર આપણે પણ શાંતિથી બેસી વિચરવું જોઈએ કે શું આપણે આપણી જિંદગી સાચે જીવી રહ્યા છીએ ?

0

જીવન જીવતા નહીં માણતા શીખો

આ દોડાદોડી ની દુનિયામાં આપણે શું છીએ અને આપણે ખરેખર શું કરવું છે એજ આપણને નથી ખબર રહેતી બસ બીજાનું જોઈએ અને એનું અનુકરણ કરવામાં કે પછી એના જેવું થવામાં કે એવું પામવામાં આપણી જિંદગી વેડફી નાખીએ છીએ ક્યારેય 10 મિનિટ કાઢીને વિચાર જ નથી કરતા કે મારે શુ કરવું છે.જિંદગી માં જે કરવું હોય એ સમયસર કરી લેવું નહીતર “કાશ”અથવા તો “કદાચ” શબ્દ ની હારમાળા તૈયાર થઈ જશે અને ખબર પણ નહીં પડે.
એવું નથી કે પૈસા ના જોરે કે ગાડી બંગલા ના જોરે બધું થાય અથવા તો એ હોય એ બધા સુખી હોય પણ આવું હોતું નથી પણ આપણી વ્યાખ્યા જ સુખી માણસ ની આવી થઈ ગઈ છે પણ ખરેખર એના અંગત જીવન માં ડોકિયું કરીએ તો ખબર પડે કે 2-5 લાખ નો બેડ હોવા છતાંય ભોંય પથારીએ સૂવું પડે અથવા તો પૈસા કમાયા હોય આરામ કરવા ન આરામ જ ન થાય કારણ કે પૈસા કમાવામા શું ગુમાવ્યું છે એ અમને ખબર જ નથી હોતી અને એમાં પણ જો ખોટી રીતે કમાયા હોય તો બધાની હાય લાગી હોય એ ક્યાંથી સુવા દે.જે જિંદગી ને માણવા તક ઠીક જીવવા પણ નથી દેતી .
સંતો ખૂબ જ સારું દ્રષ્ટાંત આપે છે એક ખેડુ નો દીકરો ખેતર માં કામ.પતાવીને ઘરના ફળિયામાં ઝાડ નીચે આરામ થી સૂતો હોય છે ત્યારે જ એક શેઠ ત્યાંથી નીકળે છે અને પૂછે છે લ્યા આમ કેમ સૂતો છે અત્યારે તો કમાવાની ઉમર છે પેલો છોકરો પૂછે છે પછી શુ કરવાનું ત્યારે શેઠ કહે છે પછી જમીન લેવાની ગાડી લેવાની બંગલો લેવાનો એટલું સાંભળ્યા પછી છોકરો પૂછે છે પછી શું કરવાનું ત્યારે પેલા શેઠ કહે છે પછી આરામ કરવાનો અને ત્યારે જ પેલો છોકરો બહું જ સરસ જવાબ આપે છે.


“ઓહો આટલું બધું કર્યા પછી જે કરવાનું છે એ હું અત્યારે કરું છું તો આ વેઠ શું કરવા કરું.”

ખરેખર એની પરથી બવ જ શીખવા જેવું છે આનું નામ જિંદગી માણી કહેવાય પણ અપને તો પેલું કહે છે ને ક જુગાર માં રાણી પાછળ પડયા હોઈએ છીએ અને સાથે જિંદગી માં પણ જુગાર રમવા લાગીએ છીએ પણ જિંદગી ના જુગાર માં ધ્યાન રાખવું કે “જીવનરૂપી જુગાર રાણી માટે નહીં પણ રાધા માટે રમો અને એનુ નામ જિંદગી માણતાં આવડ્યું કહેવાય.”

જ્યારે પણ સુખ અને દુઃખ બને સહન ત્યારે જીવન માણતા આવડી જાય ત્યારે સમજવું કે જિંદગી માણતાં આવડી ગયું છે બાકી પેલું કહે છે ને ક જિંદગી તો હમે ”

સા રે ગ મ ” ની જ ધૂન શીખવાડે છે પણ આપણેજ જ એવા છીએ કે ” સારે ગમ” લેકર બેઠ ગયે હે.બધા દુઃખો ને આપણાં જ માની લીધા છે ન ખરેખર જે માણવાનું છે એ રહી જાય છે ધૂન ની જેમ.

ધૂન માં જેમ.શબ્દો ભેગા થઈ ગયા એટલે ધૂન ની મજા બગડી જાય એમ આપણે આપણી જીવન રૂપી ધૂન માં સુખ અને દુઃખ રૂપી શબ્દો ને ભેગા કરી નાખીએ છીએ અને પરિણામ જિંદગી માણી શકતા નથી.

જીવનમાં ક્યારેય ખરાબ દિવસ નો અનુભવ થાય તો એક વાત યાદ રાખો કે” દિવસ ખરાબ હતો જિંદગી નહીં” પણ આપણે આ દિવસ ને યાદ કરીને જિંદગી માણી તો ઠીક જીવી પણ શકતા નથી.આપણે તો બસ રૂપિયા ભેગા કરવામાં અને બધી વસ્તુ ભેગી કરવામાં માં આ રૂપિયા વાપરીએ છીએ પણ આ રૂપિયા અનુભવો અને જગત ને explore કરવા પાછળ ખર્ચાય એનું નામ જીદંગી ને માણી કહેવાય .

રૂપિયા ભેગા કરવામાં અને મોટી મોટી ઓળખાનો બનાવામાં આપણે મોટપ માનીએ છીએ કે મને પેલો ઓળખે અને પેલો ઓળખે પણ આપણે પોતે પોતાને ઓળખાતા નથી અને પરિણામ દુઃખી થઈએ છીએ અને જિંદગી મા નફરત થવા લાગે છે સગા સંબંધી દૂર જવા લાગે છે અને આ રૂપિયા ની રેસ માં અને દેખાદેખી માં આપણે એટલા દૂર નીકળી જઈએ છીએ કે ખબર જ નથી રહેતી અને પરિણામ..


” ઓવરટેક કરવામાં અને સૌથી આગળ નીકળવાની રેસ માં બહુ આગળ નીકળી જઈએ છીએ અને એકલા થઈ જઈએ છીએ”

હંમેશા એક વાત યાદ રાખો કે “મારું છે તે સાચું છે તે માનવા કરતા જે સાચું છે એ મારું છે” આમ માની ને ચાલીએ તો જીવન નો આનંદ માણી શકાય અને જિંદગી માણી શકાય.

એક છેલ્લી વાત સાથે આ લેખ ને વિરામ આપું છું કે ECG પણ ઘણું બધું શીખવે છે કે જ્યાં સુધી લાઈન ઉપર નીચે હશે ત્યાં સુધી તમે જીવો છો બાકી જે દિવસે આ લાઈન સીધી થઈ આ દિવસે ગયા એમ આપણા જીવન માં સુખ દુઃખ તો રહે તો જ સમજવું કે આપણે જીવીએ છીએ બાકી ગયા અને એમ પણ જિંદગી જીવવાની છે તો કેમ હસતા હસતા ના જીવીએ ?

આપણે તો એની પાછળ પડ્યા છીએ કે મારો ગ્લાસ અડધો ખાલી છે અલ્યા મૂરખ આ ગ્લાસ અડધો ખાલી નથી અડધો પાણી નો ને બીજો અડધી હવા નો ભરેલો છે અને એટલે જ જિંદગી મેં માણતા શીખવી પડશે નહીંતર દુઃખી થાઇશું.

” જિંદગી સમજણ સાથે જીવીએ અને જિંદગી ને માણતા શીખીએ બાકી જિંદગી ને માણતા નહીં શીખીએ તો જિંદગી અભિશાપરૂપી બની જશે”.

લેખક: હિતેશ પટેલ

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here