તમે તમારા ગુસ્સાને કાબૂ કરી શકો છે, આ 9 ટીપ્સની મદદથી – સટાસટ ઉતરી જશે તમારો ગુસ્સો

0

એ વાત સાચી છે કે ગુસ્સો આવવો એ પ્રાકૃતિક ને એક સામાન્ય ભાવના છે. ગુસ્સો એ એક વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયા છે. પરંતુ જો એમ માનવામાં આવે કે ગુસ્સો એ વ્યક્તિની ખુશી અને ગમ માટેની ભાવના છે તો એ ખોટું નથી જ. પરંતુ ક્યારેક ગુસસી કરવાનું એટલું બધુ વધી જતું હોય છે કે એની સ્વયં ગુસ્સો કરનાર વ્યક્તિ પર પડે છે ને સાથે સાથે એ વ્યક્તિની આસપાસ પણ પડ્યા વગર નથી રહેતી.

શું તમે ‘એંગ્રી બર્ડ’ કાર્ટૂન જોયું છે ક્યારેય ? આ કાર્ટૂનમાં એના મુખ્ય પાત્રને વારંવાર ગુસ્સો આવતો હતો. એટ્લે એ તેમની પક્ષીઓની દુનિયાથી દૂર નદી કિનારે એકલો જ રહેતો હતો. પણ જ્યારે તેને તેના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો ત્યારે ફરી પાછો પક્ષીઓની દુનિયામાં રહેવા લાગે છે ને એ હીરો બની જાય છે. આ કાર્ટૂન મૂવીમાં પણ એ જ શીખ મળે છે કે ગુસ્સો કરવો એ કોઈ વસ્તુ કેઆર કોઈ બાબતનું નિરાકરણ તો નથી જ.

જીવનમાં સુખ અને દુખ, ખુશી અને પરેશાની તો આવતી ને જતી જ રહેશે. એટ્લે નાની નાની વાતોમાં ગુસ્સો કરીની સંબંધોમાં અંતર પેદા ન થાય તો સારું રહેશે. તમે વિચારો કે કેવી પરિસ્થિતિમાં તમને ગુસ્સો આવે છે. તો એ પરિસ્થિતીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા એ પરિસ્થિતિથી દોર જ રહેવું યોગ્ય રહેશે.

ગુસ્સાને દબાવો નહી, પરંતુ ગુસ્સો આવવાના કારણોને ઓળખી એને દૂર કરવાના પ્રયાસ કરો. તમારા ગુસ્સાનો કોઈ બીજા પણ ફાયદો લઈ શકે છે. ને તમને ગુસ્સાથી કશું મળવાનું તો નથી જ, નુકશાન તો ગુસ્સો કરનારાના ભાગે જ આવશે. ક્યાક એવું ન બને કે આપણો જ ગુસ્સો આપણને જ નુકશાન પહોંચાડે. ને પછી ન રહીએ ઘરના ને ન રહીએ ઘટના…ને પછી પસ્તાવું પડે એના કરતાં આપણે જ આપણાં ગુસ્સાને કાબૂમાં કરી શકીએ તો ? તો ફાયદો તો તમને જ થશે ને ?

જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે, આ એકદમ સિમ્પલ ને સરળ ટિપ્સ અજમાવજો. તમારો ગુસ્સો તરત જ છૂમંતર થઈ જશે !!
તો ચાલો આજે જોઈએ ગુસ્સાને શાંત કરવાની ટિપ્સ :

ગુસ્સો આવે ત્યારે એક ગ્લાસ પાણી પી લેવાનું.

ગુસ્સો આવે ત્યારે જે એનર્જી આપોઆપ આવી જાય છે. એનો ઉપયોગ કરો. લાંબી શેર પર નીકળી જાવ. જ્યારે ઘરે પાછા આવશો ત્યારે તમે એકદમ શાંત થઈ ગયેલા ખુદને મહેસૂસ કરશો.

પછી વિચારી લો કે જે વાત પર તમને અત્યારે ગુસ્સો આવી રહ્યો છે, એ વાત પર પ્રતિક્રિયા ૪૮ કલાક પછી જ આપશો. પછી જે ચમત્કાર થશે એ જોઈને તમે પણ હેરાન થઈ જશો. વિચારતા થઈ જશો.

જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ ગીત ગાવાનું શરૂ કરી દો. ને હળવું સંગીત સાંભળો.

જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરો. નોટિફિકેશન જોવા લાગો. ઓનલાઈન શોપિંગની કોઈ વેબ ઓપન કરીને એમાં મળતું ડિસકાઊન્ટ જોવા લાગો. પછી જોવો તમારો ગુસ્સો આપોઆપ ગાયબ થઈ જશે.
આ ફોર્મ્યુલા તો ફેમસ છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે ૧૦૦ થી ૦ સુધીની ઉલટી ગિનતી. મનમાં જ શરૂ કરી દો. ગુસ્સો ગાયબ.

કમાનમાથી નીકળેલું તીર ને બોલેલા શબ્દો ક્યારેય પાછા વાળી શકાતા નથી. એટલે ગુસ્સો આવે ત્યારે બોલો નહી. લખવાનું શરૂ કરી દો.તમને પછી એવું લાગશે કેઇ તમે ખુદ એક લેખક (રાઇટર) છો.

ઊંડા શ્વાસ લો!

વૃદ્ધ સાથે વાતચીત કરો ને બાળકો સાથે રમવાનું શરૂ કરી દો.

જે જ્ગ્યા પર તમને ગુસ્સો આવી રહ્યો છે. ઇ જગ્યાથી દૂર જતાં રહો.એકદમ ગાઢ નીંદરમાં સૂઈ જાવ અથવા આંખ બંધ કરી બેડમાં પડ્યા રહો થોડીવાર એટલે ગુસ્સો એકદમ શાંત થઈ જશે ને તમે પણ પોતાને એકદમ શાંત મહેસુસ કરશો !!

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here