આ છે ગુજરાતના એવા 10 દિગ્ગજ કલાકારો કે જેમના કાર્યક્રમોમાં ઉમટે છે લોકોની ભીડ, જાણો કેટલી ફી લે છે એક કાર્યક્રમ માટે

0

ગુજરાતમાં ભજન, ડાયરો, સંતવાણી જવા કાર્યક્રમોનું ખૂબ જ આયોજન થતું હોય છે. આપણે ત્યાં સારા પ્રસંગો કે પછી કોઈ સમાજ સેવાના કાર્ય માટે પૈસા ભેગા કરવા હોય ત્યારે લોકપ્રિય ભજન કે ડાયરાના કલાકારોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજના ટેક્નોલોજીના જમાનામાં સંતવાણી, લોકગીત, લોક સાહિત્યને જીવંત રાખવા માટે ગુજરાતના લોકકલાકારો પણ આવા કાર્યક્રમો કરતા હોય છે. તેઓના આ કાર્યક્રમોનું આયોજન તો વિદેશોમાં પણ થયું હોય છે. તેઓ તેમની વાદ્યવાદકોની ટિમ અને સાઉન્ડ ટિમ સાથે મળીને પ્રસંગ અનુસાર કાર્યક્રમ માટેની ફી નક્કી કરે છે. ત્યારે આજે જોઈએ કે આ કલાકારો એક કાર્યક્રમ કરવા માટે કેટલી ફી લે છે.

1. કિર્તીદાન ગઢવી 

ગુજરાતના જાણીતા ગઢવીઓમાંથી કિર્તીદાન ગઢવીએ વડોદરાની એમ એસ યુનિવર્સીટીમાંથી માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સની ડિગ્રી લીધી છે. ભજન ગાયક તરીકે પ્રખ્યાત કિર્તીદાન ગઢવી એક ડાયરા માટે 3 થી 4 લાખ રૂપિયા ફી લે છે. તેઓએ તાલ તાંડવ, લાડકી જેવા બીજા ગીતો પણ ગયા છે, જે ખૂબ જ લોકપ્રિય થયા છે. વર્ષ 2015માં જામનગરમાં આયોજિત ગાયના સંરક્ષણ માટે આયોજિત તેમના કાર્યક્રમમાં 4.5 કરોડનું ફંડ ભેગું થયું હતું. વર્ષ 2015માં રાજ્ય સરકારે તેમણે એવોર્ડ પણ આપ્યો છે.

2. ઓસમાણ મીર 

મોર બની થનગાટ કરે ગીતથી ખૂબ જ લોકપ્રિય થયેલા ઓસમાણ મીરે આ જ ગીતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાના પરફોર્મન્સથી તેઓ હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાખે છે. લગભગ 30 જેટલા ગુજરાતી ફિલ્મોના ગીતોને તેઓએ સ્વર આપ્યો છે. તેઓએ અત્યાર સુધીમાં લગભગ 25 દેશોમાં પોતાના કાર્યક્રમો કરી લીધા છે. ઓસમાણ મીર એક ડાયરા માટે 3 થી 3.5 લાખ રૂપિયા ફી લે છે.

3. માયાભાઇ આહીર 

લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ એટલે માયાભાઇ આહીર, જે એમની રમુજી વાણીને લીધે ગુજરાતીઓમાં ખૂબ લોકપ્રિય છે. તેઓના કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં થાય છે. છેલ્લા 12 વર્ષની અંદર માયાભાઈએ દેશ-વિદેશ મળીને ત્રણ હજારથી વધુ કાર્યક્રમો કર્યા છે. માયાભાઇ આહીર એક ડાયરા માટે 1.75 લાખ રૂપિયા ફી લે છે. રમૂજ સાથે લોકસાહિત્યકાર તરીકે તેઓ દેશ વિદેશમાં પ્રખ્યાત છે.

4. ફરિદા મીર

ગુજરાતીઓ વચ્ચે તેમની ગાયિકી માટે ખૂબ જ પ્રખ્યાત એવા મહિલા ગાયિકા ફરીદા મીર આખા વિશ્વમાં ભજન ગાયક તરીકે જાણીતા છે. તેઓ હિન્દૂ-મુસલમાન વચ્ચે એકતાનું એક ઉદાહરણ છે. તેઓ મુસલમાન હોવા છતાં હિન્દૂ ભજનો ગાય છે, જેને લોકો ખૂબ જ પસંદ પણ કરે છે. તેઓ સારા ગાયિકા હોવાની સાથે જ ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. ફરિદા મીર એક ડાયરા માટે 2.25 લાખ રૂપિયા ફી લે છે.

5. લક્ષ્મલ બારોટ

સંતવાણી અને ભજન ગાયકોમાં એક જાણીતું નામ એટલે લક્ષ્મણ બારોટ. તેઓ ગુજરાતની સાથે સાથે વિદેશોમાં પણ પોતાના કાર્યક્રમો આપે છે. લક્ષ્મલ બારોટ એક ડાયરા માટે 1.75 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

6. હેમંત ચૌહાણ 

વિશ્વભરમાં ભજન કિંગ તરીકે જાણીતા ગુજરાતના હેમંત ચૌહાણ ભજનો, ગરબા અને લોકગીતો માટે ખૂબ જણાતા છે. વર્ષ 2012માં તેમના પારંપરિક લોકસંગીતમાં મહત્વના ફાળાને લીધે તેમને અકાદમી રત્ન એવૉર્ડ પણ મળ્યો હતો. તેઓની લોકપ્રિયતાના કારણે હેમંત ચૌહાણ ડસ-વિદેશમાં તેમના કાર્યક્રમોનું આયોજન કરે છે. તેઓ એક ડાયરા માટે 1.50 લાખ રૂપિયા ફી લે છે.

7. ભીખુદાન ગઢવી 

પદ્મશ્રી ભીખુદાન ગઢવી લોકગીતો ગાય છે લખે છે અને તેઓ મુખ્યત્વે તેમના લોકસાહિત્ય ડાયરા માટે ખૂબ જ જાણીતા છે. તેઓને ભારત સરકાર તરફથી લોકસંગીતમાં માટે તેમને આપેલા ફાળા માટે વર્ષ 2016માં પદ્મશ્રીનું સન્માન પણ આપવામાં આવ્યું હતું. ભીખુદાન ગઢવી એક ડાયરા માટે 1 થી 1.50 લાખ રૂપિયા ફી છે.

8. ધીરુભાઈ સરવૈયા

દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપી ચૂકેલા ધીરૂભાઈ સરવૈયાની ગણના મોટા કલાકારોમાં થાય છે. તેઓ કાઠિયાવાડી હાસ્ય કલાકાર તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેઓ પ્રખ્યાત હાસ્ય કલાકાર હોવાની સાથે સાથે લોકગાયક પણ છે. ધીરુભાઈ સરવૈયા એક ડાયરા માટે 1.25 થી 1.6 લાખ રૂપિયા ફી લે છે.

9. લલિતા ઘોડાદ્રા

પ્રભાતિયાં, લોકગીતો, ભજનો અને લગ્નગીતો માટે લલિતા ઘોડાદ્રા ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ એક ડાયરા માટે 80,000 રૂપિયા ફી લે છે. ગંગા સતીના ભજનો તેમના ખૂબ જ પ્રખ્યાત ભજનો છે.

10. સાઈરામ દવે

હાસ્યકલાકાર તરીકે જાણીતા અને દેશ-વિદેશના ગુજરાતી લોકોમાં એક જાણીતું નામ એટલે સાઈરામ દવે. સાઈરામ દવેને ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. તેઓ એક હાસ્યકલાકાર હોવાની સાથે સાથે પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે પણ ફરજ બજાવે છે. ઘણા ઓછા લોકો જાને છે કે તેઓ એક સારા કવિ પણ છે. સાઈરામ દવે એક ડાયરા માટે 1.50 લાખ રૂપિયા ફી લે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here