કારગિલ યુદ્ધમાં પાયલોટ નચિકેતાને પકડયા હતા પાકિસ્તાને, પાકિસ્તાનની કેદમાંથી આ રીતે ફર્યા હતા પાછા

1

પાકિસ્તાનીને સેનાની પકડમાં ફસાયેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનએ બધાને કારગિલ હીરો નચિકેતાની યાદ અપાવી દીધી છે. કારગિલ યુદ્ધ દરમ્યાન તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા અને લગભગ 8 દિવસ સુધી ત્રાસ આપ્યા પછી તેમને ભારતને સોંપવામાં આવ્યા હતા.જણાવી દઈએ કે હાલ પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે એક ભારતીય પાયલોટ તેમના કબ્જામાં છે. આ પછી, ભારતીય વિદેશ મંત્રાલયે પણ ભારતીય વાયુસેનાના એક પાયલોટના ગુમ થવાની પુષ્ટિ કરી છે અને સાથે જ આ પાઇલોટ વિશેની માહિતી એકત્રિત કરવાની પણ વાત કહી છે.જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની સેનાએ એક વિડીયો રજુ કયો હતો. જેમાં લોહીથી લથપથ એક વ્યક્તિએ દાવો કર્યો હતો એક એ ભારતીય વાયુસેનાનો વિંગ કમાન્ડર અભિનંદન છે. ત્યારે બુધવારે સાંજે વધુ એક વિડીયો રજુ કરવામાં આવ્યો હતો જેમાં એ જ વ્યક્તિએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સેનાએ તેમની સાથે સારો વ્યવહાર કરી રહી છે. હાલ કોઈ જ વીડિયોની પુષ્ટિ નથી થઇ શકી. સાથે જ ભારતીય અધિકારીઓએ પણ આ સંબંધિત કોઈ જાણકારી નથી આપી.આ રીતે ફસાયા હતા નચિકેતા:

વિંગ કમાન્ડર અભિનંદનના પકડાઈ જવાની ખબરે ફલાઇટ લેફટનન્ટ નચિકેતાની યાદ અપાવી દીધી. કારગિલ યુદ્ધ દરમ્યાન પાકિસ્તાની સેનાએ નચિકેતાને કેદ કરી લીધો હતો. જણાવી દઈએ કે 2 મે 1999એ ભારતીય વાયુસીમામાં ઘુસેલા વિમાનોને ખદેડી કાઢતા સમયે નચિકેતાના મિગ-27 એરક્રાફ્ટના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના બાદ પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. લગભગ 8 દિવસ સુધી પૂછપરછ કર્યા પછી તેમને ભારતને સોંપવામાં આવ્યા હતા.નચિકેતાને ત્રાસ આપવામાં આવ્યો હતો:

નચિકેતાને પાકિસ્તાનની ઉત્તરી સૈન્ય ટુકડીએ પકડયા હતા. એક વરિષ્ઠ અધિકારીના હસ્તક્ષેપ પહેલા તેમના પર ખરાબ રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ પછી ભારત સરકારે તેમને પરત લાવવા માટેના પ્રયાસો શરુ કર્યા તો નચિકેતાને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા. ભારત પરત ફરવા પર તત્કાલીન રાષ્ટ્રપતિ કેઆર નારાયણ અને પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એક હીરોની જેમ તેમનું સન્માન કર્યું હતું.

કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા અજય આહુજા:

અહીં નોંધનીય છે કે કારગિલ યુદ્ધ દરમ્યાન જ દુશ્મનની કેદમાં સ્ક્વોડ્રન લીડર અજય આહુજા 27 મેએ શહીદ થઇ ગયા હતા. અજય પોતાના જીવને જોખમમાં મૂકીને એક પાયલોટને શોધવા ગયા હતા, એ દરમ્યાન દુશ્મનની મિસાઇલથી તેમનું વિમાન ક્રેશ થઇ ગયું હતું.આ છે યુદ્ધના કેદીઓ માટે નિયમ:

જિનેવા સંધિ મુજબ, કોઈ પણ યુદ્ધના કેદી સાથે અમાનવીય વર્તન ન કરી શકાય. સાથે જ યુદ્ધના કેદીઓને ક્કોઈ પણ પ્રકારે ડરાવી-ધમકાવી કે તેમના પર કોઈ પણ પ્રકારના દબાવ ન કરી શકાય. જિનેવા સંધિ અનુસાર, કેદમાં રહેલા પાયલોટને ભારતને સોંપવાની જવાબદારી પાકિસ્તાનની હતી. જણાવી દઈએ કે યુદ્ધના કેદીઓના અધિકારોને જાળવી રાખવા માટે જિનેવા સંધિમાં ઘણા નિયમો આપવામાં આવ્યા છે.આ નિયમ અંતર્ગત જો કોઈ સૈનિક ઘાયલ રૂપમાં પકડાઈ જાય છે તો તેની વ્યવસ્થિત દેખરેખ કરવામાં આવે છે. સાથે જ તેમની જરૂરતનો બધો જ સમાન, ખાવાનું-પીવાનું વગેરે પણ આપવામાં આવે છે. સાથે જ પકડાઈ ગયેલા સૈનિકો પર કેસ ચલાવવામાં આવે છે અથવા તો કોઈ પણ યુદ્ધ પછી તેમને પરત મોકલી આપવામાં આવે છે.

આ નિયમ અનુસાર, પાકિસ્તાનની કેદમાં આવેલા નચિકેતાને 8 દિવસની અંદર જ છોડી મુકવામાં આવ્યા હતા. જ્યા પાકિસ્તાનથી નચિકેતાને ભારતને સોંપવામાં આવ્યા હતા. જે પછી તેઓ વાઘા બોર્ડરના રસ્તે ભારત આવ્યા હતા. જયાં તત્કાલીન રાષ્ટ્રપતિ કેઆર નારાયણ અને પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેમનું સ્વાગત કર્યું હતું.તો તમને જણાવી દઈએ કે 20 વર્ષ પછી આવી જ સ્થિતિ સામે આવી છે જ્યા પાકિસ્તાન સરકારે પહેલા દાવો કર્યો હતો કે તેઓએ બે ભારતીય પાયલોટોને જીવિત પકડયા છે, જેમાંથી એક ઘાયલ છે અને સારવાર ચાલી રહી છે. પરંતુ હવે પાકિસ્તાની સેનાનું સફેદ જુઠાણું સામે આવ્યું છે, જ્યા તેઓએ કહ્યું કે તેમની કેદમાં ફક્ત એક જ પાયલોટ છે. જો કે ભારતીય સેનાએ એક પાયલોટ ગુમ થયા હોવાની વાત સ્વીકારી છે.

પાકિસ્તાને ભારતીય પાયલોટની મારપીટવાળો અભદ્ર વિડીયો રજુ કરીને જિનેવા સંધિનું ઉલ્લંઘન કર્યું છે. જેના પછી ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે કોઈ પણ હાલતમાં ભારતના પાયલોટને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here