હોટેલનું રૂપ લઇ ચૂકેલા આ 8 મહેલો, અહીંયા વિતાવો રજા, મહારાજા જેવો અનુભવ થાશે….જુવો આ 8 મહેલો અને વાંચો માહિતી

0

ભારતમાં લોકતંત્રના પહેલા બ્રિટિશ રાજ અને તેના પણ પહેલા રાજતંત્ર ચાલતું હતું. રાજાઓના શોખ પણ શાહી હતા. રહેવા મોટા મોટા-મોટા મહેલો તૈયાર કરવામાં આવતા હતા. રાજ્યનો વિસ્તાર જેટલો મોટો હોય છે એટલી જ વધુ જગ્યાઓ પર મહેલોનું નિર્માણ કરવામાં આવતું હતું.

આઝાદી પછી તે મહેલોને રાજ પરિવારના હાથે સોંપી દેવામાં આવ્યું હતું. પણ ધનની કમી ના લીધે આ ઐતિહાસિક વિરાસતોની હાલત દુર્લભ થવા લાગી. જે મહેલોમાં ક્યારેકે રોનક હતી ત્યાં આજે કઈક અલગ જ માહોલ હતો. ઇમારતોની આવી હાલત જોઈને સરકારે આ મહેલોને જીર્ણોદ્વારનું હેન્ડલ પોતાના પર ઉઠાવી લીધું, અને તેને પર્યટકો માટે ખોલી નાખવામાં આવ્યું. ઘણા ઉદ્યોગપતિએ મહેલોને રેન્ટ પર લઇને હોટેલ બનાવી નાખી હતી.

આજે અમે તમને એવા જ અમુક મહેલો વિશે જણાવીશું જેણે સમય જતા હોટેલનું રૂપ લઇ લીધું છે.

1. નીમરાણા મહેલ, અલવર:રાજસ્થાનના અલવર જિલ્લામાં બનેલો આ કિલ્લો ભારતની પ્રાચીન વિરાસતોમાની એક છે. તેનું નિર્માણ 1460 ની આસપાસ થયું હતું જે પછી પૃથ્વી રાજ ચૌહાન તૃતીય ની રાજધાની બન્યું. સરિસ્કા બાગ અભ્યારણ્ય, કાંકવાડી કિલ્લો, નીલકંઠ મંદિર, પાંડુંપોલ, તિજારા નું સ્મારક, સિલીસેરહ ઝીલ, જયસમંદ, ભાનગઢ-અજબગઢ જેવા પર્યટન સ્થળોની નજીક હોવાને લીધે આ હોટેલ ખુબ જ પ્રસિદ્ધ છે.

2. નરેન્દ્ર ભવન, બિકાનેર:નરેન્દ્ર ભવન ભારતના હિસ્ટોરિક રિસોર્ટ હોટેલ શૃંખલાનો હિસ્સો છે. પોતાની પ્રાચીનતા અને સાંજ-સજ્જા માટે રાજસ્થાનની ઘણીં મહત્વપૂર્ણ વિરાસતોમાં તેની ગણતરી કરવામાં આવે છે. આ મહેલમાં રોકાવા માટેનો 5 થી 10 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે.

3. તાજ ફલકનુમા પેલેસ, હૈદ્રાબાર:આ કિલ્લાનું નિર્માણ અંગ્રેજી શિલ્પકારો દ્વારા કરવામાં આવ્યું હતું. તેની આધારશિલા 1884 ના ઇર્દ-ગિર્દ સર બાઇકર દ્વારા કરવામાં આવી હતી.પછી તેના પર નિજામોનું આધિપત્ય થઇ ગયું.આજ આ મહેલ હોટેલમાં ફેરવાઈ ગયો છે. તેને 2010 પછી થી પર્યટકો માટે ખોલી નાખવામાં આવ્યું હતું તેના રૂમ અને દીવાલોને ફ્રાન્સ થી મંગાવામાં આવેલા  ઓર્નેટ ફર્નિચર, બ્રોકેડથી સુસજ્જિત કરવામાં આવ્યો છે.

4. તાજ લેક પૈલેસ, ઉદયપુર:તાજ લેક પૈલેસને પહેલા જગ ઇવાસના નામથી જાણવામાં આવતું હતું. મેવાડના શાહી ખાનદાનથી તાલ્લુક રાખનારા આ કિલ્લાનું નિર્માણ 1783 થી 1786 ના વચ્ચે મહારાણા જગત સિંહ દ્વીતીયના નેતૃત્વમાં થયું હતું. આ કિલ્લાને પણ 83 રૂમના આલીશાન હોટેલમાં બદલી નાખવામાં આવ્યું છે. તેને દેશના સૌથી રોમેન્ટિક હોટેલ્સ માની એક માનવામાં આવે છે.

5. ફતેહ પ્રકાશ પૈલેસ, ઉદયપુર:મહારાજા ફતેહ સિંહના નામ પર બનેલો આ કિલ્લો ઉદયપુરના પિછોલા લેકની સામે બનેલું છે. વર્ષ 2000 પછી રીનોવેશન કરીને તેને હેરિટેજ હોટેલમાં શામિલ કરી લેવામાં આવ્યું છે.

6. તાજ રામબાગ પૈલેસ, જયપુર:તેનું નિર્માણ 19 મી સતાબ્દી ની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું.તે રાજા સવાઈ માધોસિંહનું એક સમયે ઘર પણ માનવામાં આવતું હતું. 1957 માં તેને લગ્ઝરી હોટેલમાં શામિલ કરી દેવામાં આવ્યું હતું. તેની નવી ડિઝાઇન સૈમુઅલ સ્વિન્ટન જૈકબ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

7. બ્રુમરાજા પૈલેસ, વારાણસી:આ પ્રાચીન કિલ્લાને હવે ફાઈવ સ્ટાર હોટેલમાં બદલાવી નાખવામાં આવ્યું છે. આ કિલ્લાનું નિર્માણ 18 મી સદી(220 વર્ષ પહેલા) માં નાગપુરના રાજઘરાના દ્વારા કાશી ના ગંગા ઘાટ કિનારે કરવામાં આવ્યું હતું. આજાદી પછી આ મહેલને હેરિટેજ હોટેલમાં શામિલ કરી લેવામાં આવ્યું હતું.

8. વિજય વિલાસ પૈલેસ, કચ્છ:આ કિલ્લાનું નિર્માણ 1929 માં મહારાજા રાવ વિજયરાજજીએ કરાવ્યું હતું. આ મંદિર સમુદ્ર કિનારે બનેલું છે જેને લીધે તેની સુંદરતા પર ચાર ચાંદ લાગી જાય છે. 2001 માં આવેલા ગુજરાત ભૂકંપ ને લીધે આ મહેલના ઘણા હિસ્સાઓ તૂટી ગયા હતા. જેના પછી તેમાં રિનોવેશન કરવામાં આવ્યું અને તેને હોટેલના રૂપમાં બદલાવી નાખવામાં આવ્યું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here