શું તમે ક્યારેય વિચાર્યું છે હોટેલ માં વધેલા સાબુ,શેમ્પુ, હેન્ડવોશ નું શું કરવામાં આવે છે, કારણ જાણીને દંગ રહી જાશો…

0

એક શહેર થી બીજા શહેર કે પછી એક એક દેશ થી બીજા દેશ માં લોકોનું આવવા-જવાનું રહેતું જ હોય છે. ક્યારેક ફરવા માટે તો પછી ક્યારેય કોઈ કામને લીધે આપણને એક સ્થાન થી બીજા સ્થાન પર યાત્રા કરવી પડતી હોય છે. અજાણ જગ્યા પર જઈને રોકાવા માટે આપણે કોઈ સારી એવી હોટેલ માં રોકાતા હોઈએ છીએ. હોટેલ મા પોતાના મહેમાનોને ઘણા પ્રકારની સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે. હોટેલ્સ માં મોટાભાગે આપણે એ જોયું છે કે રોજિંદા વપરાશમાં લેવાઈ ચીજો જેવી કે હેન્ડ વોશ, ન્હાવાનો સાબુ,શેમ્પુ વગેરે જેવી ચીજો ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. પણ શું તમે એ બાબત પર ક્યારેય ધ્યાન આપ્યું છે કે જયારે મહેમાનો હોટેલ થી ચેક આઉટ કરે છે એટલે કે હોટેલ છોડીને જાય છે ત્યારે આ વધેલા સાબુ, શેમ્પુ, હેન્ડવોશ નું શું કરવામાં આવે છે? શું તને ફેંકી દેવામાં આવે છે?
જણાવી દઈએ કે યુએસ માં જ હોટેલ્સ માં 4.6 મિલિયન રૂમ છે. જેમાં રોકાતા મહેમાનો માટે પુરા સાબુ નો ઉપીયોગ કરવો સંભવ થઇ શકતો નહીં હોય. બચેલા સાબુ, શેમ્પુ ને વેસ્ટ થવાથી થી બચાવા માટે તેનો ફરીથી ઉપીયોગ કરવામાં આવે છે.‘ક્લીન ધ વર્લ્ડ’ નામની એક સંસ્થા એ આવી ચીજો ને બરબાદી થી બચાવવા માટે ગ્લોબલ સોપ પ્રોજેક્ટ ના ચાલતા ઝુંબેશ ચલાવી રહી છે. જેના ચાલતા ઉપીયોગ માં લેવાયેલા સાબુ ને નવા બનાવા માટે ઉપીયોગમાં લેવામાં આવે છે. તેને વિકાસશીલ દેશો માટે બનાવામાં આવે છે. આવી રીતે રિસાઈક્લિંગ ના દ્વારા વધેલી ચીજોને બરબાદ થવાથી બચાવી શકાય છે.જણાવી દઈએ કે માત્ર સાબુ વગેરે ને રીસાઇકલ કરવા માટે મહિનાનો ખર્ચ લગભગ 75 સેન્ટ્સ આવે છે.રિસાઈક્લિંગ માં બચેલા સાબુ, શેમ્પુ, બોડી વોશ, કન્ડિશનર વગેરે ને પહેલા સાફ કરીને તેને કીટાણુંરહિત બનવામાં આવે છે. જેના પછી તેની શુદ્ધતા ની જાંચ કરવામાં આવે છે. જેના પછી આ રીસાઇકલ કરેલી ચીજોને ફરીથી લોકોને ઉપીયોગ માટે મોકલવામાં આવે છે.
જો કે આવી ઝુંબેશ ની જરૂર તે જગ્યાઓ પર વધારે છે જ્યા સ્વચ્છ પાણી, સફાઈ અને સૈનીટેશનલ ની સુવિધાઓ ની ખામી છે. જેના ચાલતા અહીં લોકો મોટી સંખ્યામાં નિમોનિયા, ડાયરિયા જેવી બીમારીઓની જપેટ માં જલ્દી જ આવી જાય છે. સાબુ ના પ્રયોગ માં તેમાં સ્વછતા ને વધારો આપી શકાય છે.
જો કે એ જરૂરી નથી કે બધી જ હોટેલ્સ આવું કરતી હોય કેમ કે જેમાંની અમુક હોટેલ્સ આ ઉપીયોગમાં લેવાયેલી ચીજો ને સ્થાનીય ગરીબો, વિધવા કે બેસહારા મહિલાઓ અને કમ્યુનિટી સપોર્ટ નેટવર્ક ને દાન કરી દેતા હોય છે. અમુક હોટેલ્સ તેને લોકોલ સૈલવેશન આર્મી, લોકલ ક્લિનિક અને અનાથાલયો માં દાન કરી દેતા હોય છે.
અમુક હોટેલ્સ એવી પણ હોય છે જેઓ પૈસા બચાવાના ચક્કરમાં તેને રીફીલ કરી નાખતા હોય છે. જેમાં આવી હોટેલમાં રોકાતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી ખતરો આવી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here