હોસ્પિટલથી કંઈક આ રીતે ઘરે પહોંચ્યા અમિતાભ, સાથે હતો માત્ર અભિષેક – બીગ બીને હોસ્પીટલમાં કાર્ય હતા દાખલ… વાંચો અહેવાલ

1. લીલાવતી ગયા હતા અમિતાભઃ

અમિતાભ બચ્ચન શુક્રવારે લીલાવતી હોસ્પિટલમાં રૂટિન ચેક પ માટે ગયા હતા. ત્યાંથી નીકળતી વખતે તે કારમાં અડધુ મોં ઢાંકીને બેઠા હતા.

2. લાઈમલાઈટથી બચવા માંગે છે?:

અમિતાભે તો કહ્યું છે કે તે રૂટિન ચેક અપ માટે જ હોસ્પિટલ ગયા હતા પરંતુ તેમના સ્વાસ્થ્યને લઈને જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આવામાં લાઈમલાઈટથી બચવા તેમણે પોતાનું મોં ઢાંક્યું હોવાનું શક્ય છે.

3. અભિષેક હતો સાથેઃ

અમિતાભ જ્યારે હોસ્પિટલમાંથી નીકળ્યા ત્યારે તેમની સાથે માત્ર અભિષેક બચ્ચન જ હતો. તેમની વહુ ઐશ્વર્યા કે જયા હોસ્પિટલ આવ્યા નહતા.

4. રાત્રે થયા ડિસ્ચાર્જઃ

અમિતાભને રાત્રે સાડા નવની આસપાસ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તે અભિષેક સાથે ઘરે જવા નીકળી ગયા હતા. હોસ્પિટલમાં અમિતાભની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી.

5. ખભાનો દુઃખાવોઃ

રિપોર્ટ્સ મુજબ આટલી મોટી વયે પણ સતત શૂટિંગમાં વ્યસ્ત રહેતા અમિતાભ ખભાના દુઃખાવાથી પરેશાન છે અને એ કારણે જ તે હોસ્પિટલમાં ગયા હતા.

6. લીવરને લગતી સમસ્યા પણ છેઃ

અમિતાભને 2012માં હોસ્પિટલમાં સર્જરી માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યાં તે 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. અમિતાભ લીવરને લગતી સમસ્યાઓથી પણ પીડાય છે.

7. આ ફિલ્મોમાં જોવા મળશેઃ

અમિતાભ હાલમાં જ રીલીઝ થયેલી પેડમેનમાં મહેમાન કલાકારની ભૂમિકામાં છે. તે આમિર ખાનની ઠગ્સ ઑફ હિન્દોસ્તાંમાં અગત્યના રોલમાં છે. તેમની ઋષિ કપૂર સાથેની ફિલ્મ 102 નોટ આઉટનું ટીઝર તાજેતરમાં જ રીલીઝ થયુ હતુ.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!