હોંઠનો કાળો રંગ દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય…100 % ફરક પડશે

0

દરેક ઇન્સાન સુંદર દેખાવા માંગતો હોય છે, પછી તે છોકરો હોય કે છોકરી. દરેક ઈચ્છતા હોય છે કે તે સુંદર દેખાય અને પોતાનો ચહેરો ફૂલ જેવો ખીલેલો લાગે અને બધા બસ તેના જ વખાણ કરે. ચેહરાની સુંદરતા વધારવા માટે હોંઠોનું ખુબ જ યોગદાન હોય છે. જો હોંઠ રૂખા-સુકાયેલા દેખાય તો ચેહરાની સુંદરતા પણ ફિક્કી પડી જાતી હોય છે.   

ઘણી એવી છોકરીઓ પોતાના હોંઠો પર કેમિકલ પ્રોડક્ટ્સ યુઝ કરતી હોય છે જેને લીધે હોંઠ ફાંટી જતા હોય છે, અને કાળા પડી જાતા હોય છે, જેને છુપાવવા માટે તે લીપ્સ્ટીક નો ઉપયોગ કરવા લાગે છે. મલાઈ લગાવાથી રુખાપન દુર થઇ જ જાશે તેનાથી તમારા હોંઠ અમુક સમય સુધી સારા દેખાશે પણ બાદમાં તો તેના મુળરુપમાં જ આવી જાય છે. પણ હવે ઘબરાવાની કોઈ જ જરૂર નથી, કેમ કે આજે અમે તમારા માટે અમુક એવા ઉપાયો લઈને આવ્યા છીએ જેનાથી તમારા હોંઠ ગુલાબની જેમ કોમળ અને સુંદર દેખાવા લાગશે.

  1. મલાઈ:

મલાઈ લગાવાથી રુખાપન દુર થઇ જાશે. દુધની મલાઈને રાતે સુતા પહેલા લગાવાથી હોંઠોનું રુખાપન દુર થઇ જાશે અને હોંઠ ગુલાબી બની જાશે.

2. કેસર:

કેસર પણ હોંઠો માટે ખુબ જ સારી એવી પ્રોડક્ટ્સ છે. જેને દૂધમાં પીસીને રાતે લગાવાથી હોંઠ ગુલાબી બની જાય છે અને સુકાપણું પણ દુર થઇ જાય છે, અને કાળાપણું પણ દુર કરી દે છે.

3. ગુલાબ જલ:   

ગુલાબની પાંખડીઓને પીસીને રાતે લગાવાથી હોંઠનો રંગ ગુલાબી બની જાય છે અને ખુબ જ સુંદર દેખાવા લાગે છે.

4. લીંબુ:

લીંબુને રાતમાં હોંઠો પર લગાવાથી હોંઠોનો કાળો રંગ દુર થઇ જાય છે, જેનાથી તમને માત્ર થોડા જ દિવસોમાં ફર્ક દેખાવા લાગશે.

5. હળદર અને દૂધ:   

હળદર અને દૂધની પેસ્ટ હોંઠો પર લગાવાથી હોંઠ ખુબ જ ગુલાબી બની જાય છે ને કાળો રંગ દુર થઇ જાય છે.

6. વૈસેલીન અને જૈતુનનું તેલ:

વૈસેલીન અને જૈતુનનું તેલ લગાવાથી હોંઠ એકદમ સુંદર બની જાય છે. તેનાથી હોંઠ થોડા જ દિવસોમાં મુલાયમ અને ગુલાબી નજરમાં આવશે.

7. ચુકંદર કે દાડમ:

ચુકંદર કે દાડમનું જ્યુસ હોંઠો પર લગાવાથી હોંઠ ખુબ જ સુંદર દેખાવા લાગે છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.