હનીમૂન પર ગયેલી ‘હેટ સ્ટોરી’ની આ એક્ટ્રેસનો જીવ બચાવવા લેવી પડી હેલિકોપ્ટરની મદદ

ફિલ્મ હેટસ્ટોરી દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી બંગાળી બ્યુટી પાઓલી ડેમે ગત મહિને પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં. હેટ સ્ટોરીમાં ખૂબ જ બોલ્ટ સીન આપીને પાઓલી ચર્ચામાં આવી હતી. લગ્નના કારણે ચર્ચામાં આવ્યા બાદ આજે પાઓલી પોતાના હનીમૂનને લઇને ચર્ચામાં છે. જો કે આ વખતે ચર્ચાનું કરાણ તેનો હોટ અંદાજ નથી.

પાઓલી ગત મહિને 4 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં રેસ્ટોરન્ટના માલિક અર્જુન દેબ સાથે લગ્નના બંધનમાં બંદાઇ હતી. તેમણે બંગાળી રિતીરિવાજ અનુસાર લગ્ન કર્યા હતાં અને તેમના લગ્નમાં ફક્ત અંગત લોકોએ જ હાજરી આપી હતી.

લગ્ન પહેલાં તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. તાજેતરમાં જ તેઓ હનીમૂન માટે સ્વિત્ઝરલેન્ડ ગયાં હતા. પરંતુ તેમના આ હનીમૂનમાં તેમણે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. ભારે હિમવર્ષાના કારણે તેઓ જે રિસોર્ટમાં રોકાયાં હતાં તેનું કનેક્શન થઇ શકે તેમ નહતું.

હિમવર્ષાના કારણે રેલવે ટ્રેક અને તમામ રસ્તાઓ બંધ થઇ ગયાં હતાં. તેવામાં તેમની સાથે અન્ય ટુરિસ્ટોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી.

Source

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!