હનીમૂન નો રિવાજ જો કે નવવિવાહિત જોડી માટે હોય છે. આપણે મોટાભાગે ઘણા એવા નવવિવાહિત જોડીઓને હનીમૂન પર જાતા જોયા છે પણ આપણને અત્યાર સુધી એ ખબર નથી પડી કે આ રિવાજ આપણા ભારતમાં કયારે, ક્યાંથી અને કેવી રીતે આવ્યો.
માટે આજે અમે તમને આ બાબત વિશે જ જણાવીશું કે આખરે હનીમૂન ની પ્રથા કેવી રીતે શરૂ થઇ. વાત કરીયે વિદેશની તો ત્યાં મોટાભાગે લોકો ખુલ્લા વિચારો વાળા હોય છે અને ત્યાં મોટાભાગે લોકો લવમેરેજ જ કરતા હોય છે.
પણ ભારતમાં લવમૅરેજ નું ચલણ અમુક સમય થી જ શરૂ થયું છે પહેલા તો મોટાભાગે અરેન્જ મેરેજ જ જોવા મળતા હતા. અરેન્જ મેરેજ માં માં છોકરો છોકરી એકબીજાને ઓળખતા પણ નથી હોતા અને ના તો એકબીજાના સ્વભાવ વિશેની કોઈ જાણ હતી.
લગ્ન ના તરત જ પછી છોકરો-છોકરી પર કારોબાર અને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી હતી. જેને લીધી તેઓને ક્યારેય પણ એકબીજાને સમજવાનો મૌકો મળતો ન હતો અને તેઓનુ જીવન ઘરની જવાબદારીની હેઠળ દબાઈ જાતું હતું, અને આવી જ રીતે તેઓના નવા જીવનની શરૂઆત થાતી હતી.
જેના ચાલતા ભારત દેશમાં હનીમૂન ના રિવાજ ની શરૂઆત થઇ. આ રિવાજ ના અનુસાર આ નવવિવાહિત જોડીને પોતાના રાજ્ય કે દેશની બહાર ફરવા માટે મોકલવામાં આવે છે જેથી તેઓ બંને એકબીજાને યોગ્ય રીતે સમજવા માટેનો મૌકો આપી શકે. અને એકબીજાને સારી રીતે સમજ્યા પછી તેઓના જીવનની નવી શરૂઆત પણ ખુબ સારી રીતે થઇ શકે. અને આગળ જાતા પણ જો કોઈ સમસ્યા આવે તો બંને એકબીજાને પોતાના મનની વાત જણાવી શકે.હનીમૂન કોઈપણ વિવાહિત જોડી ના જીવન ના એવા યાદગાર અને મીઠા ક્ષણ હોય છે જેઓ તેને જીવનભર સાચવીને રાખે છે. જીવન ની ચિંતાઓથી દૂર કોઈ સુંદર પર્યટન સ્થળ પર જઈને એક બીજામાં ખોવાઈ જાવું તેનું નામ જ હનીમૂન.
જો કે હનીમૂન માં હની નો અર્થ ‘મધુર’ અને મુંન નો અર્થ ‘બદલતો સમય’, ‘પ્રેમ નું પ્રતીક’ પણ છે.આ શબ્દ નો પહેલી વાર ઉપીયોગ 16 મી સદી માં રિચર્ડ હ્યુલોટ એ કર્યો હતો. જેમ કે તેનો આધુનિક અર્થ છે લગ્ન ના તરત જ પછી અવકાશ નો સમય જે નવવિવાહિત જોડી એકબીજા સાથે વિતાવે છે.હનીમૂન નો રિવાજ પોતાનામાં જ એક ખુબ જ અલગ અને રોમેન્ટિક અનુભવ છે. હનીમુન ના રિવાજ ના સમયે નવવિવાહિત જોડી એકબીજાને ઓળખે છે,એકબીજાને સમજે છે. અને અમુક રોમેન્ટિક સમય પણ એકબીજા સાથે વિતાવતા રહે છે.
જણાવી દઈએ કે આપણા ભારતમાં હનીમૂન માટેની ખુબ જ પ્રસિદ્ધ જગ્યાઓ છે જેમ કે ગોવા, કુલ્લુ-મનાલી,શિમલા, કેરાલા, અને મસૂરી. આ બધી જગ્યાઓ પર હનીમૂન માટે જાવાની એક અલગ જ મજા છે. આ જગ્યાઓ વધારે મોંઘી પણ નથી અને તેનો પુરો ખર્ચો સામાન્ય વ્યક્તિ ના બજેટ માં જ આવી જાય છે.
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
