હોલિકા દહનની રાતે ન કરો આ 7 કામ, નહિતર કાળા જાદુના બની જાશો શિકાર…

0

આજથી હોલાષ્ટક શરુ થઇ ચુક્યા છે, આગળના 8 દિવસો સુધી એટલે કે 1 માર્ચ સુધી હોલાષ્ટક રહેશે. આ દિવસ સુધી કોઈ શુભ કાર્ય નહિ થાય. હોલાષ્ટક હોલિકા દહનની સાથે જ ઉતરી જાય છે. પણ હોલિકા દહનના દિવસે પણ લોકોને સંભાળીને અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. હોલિકા દહનની રાતે તંત્ર સાધના માટે વધુ મહત્વ માનવામાં આવે છે.

આ દિવસે લોકો ઘણી સમસ્યાઓથી નિજાત લેવા માટે સહારો લે છે. આ દિવસે તમારા પર આ નુસ્ખાઓની ખરાબ અસર ન પડે તે માટે તમારે આ દિવસે ભૂલીને પણ આ કામ કરવા ન જોઈએ. આવો તો જાણીએ હોલિકા દહનનાં સમયે કઈ વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

1. માથું ઢાંકીને રાખો: હોલિકા દહનના દિવસે બહાર નીકળવાના સમયે માથાને ઢાંકીને રાખવું જોઈએ કેમ કે આવા નુસ્ખાઓ એટલે કે ટોના-ટોટકાઓ માટે માથાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

2. કપડા રાખો સંભાળીને:

ઇન્સાનના કપડાનો પ્રયોગ તંત્ર-મંત્ર અને ટોટકાઓ માટે કરવામાં આવે છે માટે આ દિવસે તમારા કપડાઓ માનો કોઈપણ હિસ્સો જ્યાં-ત્યાં ન ફેંકો.

3. અજાણી ચીજો ને ન અડશો:

હોલિકા દહન વાળા દિવસે ભૂલથી પણ કોઈ અજાણી ચીજોને અડશો નહિ, નહિ તો તમારા પર તંત્ર મંત્ર ની અસર થવા લાગશે.

4. સફેદ ચીજો ન ખાઓ:

હોલિકા દહનના દિવસે કોઈ અજાણી જગ્યા કે કોઈ દ્વારા અપાયેલી સફેદ વસ્તુઓને ખાવી ન જોઈએ. કેમ કે આ દિવસે લોકો તંત્ર મંત્ર માટે સફેદ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે.

5. ગર્ભવતી મહિલાઓ રાખો ધ્યાન:

આ દિવસે ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ કેમ કે તેના પર તંત્ર મંત્રની અસર જલ્દી જ થવા લાગે છે. માટે બહાર પણ કોઈ વડીલ સાથે જ જાઓ અને જલ્દી જ ઘરે પરત આવી જાઓ.

6. શુભ સંયોગ બની રહ્યો છે હોલિકા દહન પર:

સાંજે 7.37 મિનીટ પર ભદ્રા સમાપ્ત થઇ જાશે. તેના બાદ હોલિકા દહન કરવું શુભ રહેશે. જો કે શાસ્ત્રોમાં જણાવેલા નિયમો અનુસાર આ વર્ષે હોલિકા દહન માટે ખુબજ શુભ સ્થિતિ બતાવામાં આવેલી છે. પૂર્ણિમા તિથી હોય, પ્ર્દોસ કાલ હોય અને ભદ્રા ન લાગ્યો હોય. આ વર્ષે હોલિકા દહન પર ત્રણે સયોંગ બની રહેશે.

7. કરવું જોઈએ દાન પુણ્ય: આ દૌરાન કરવું જોઈએ દાન પુણ્ય ધાર્મિક ગ્રંથ અને શાસ્ત્રોનાં અનુસાર હોલાષ્ટક નાં દિવસોમાં કરવામાં આવેલા વ્રત અને કરેલા દાનથી જીવન ના કષ્ટોથી મુક્તિ મળે છે અને ઈશ્વરનો આશીર્વાદ મળે છે. આ દિવસે વસ્ત્ર, અનાજ અને પોતાના ઈચ્છાઅનુસાર ધનનું દાન કરવું જોઈએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!