નિ:સંતાન દંપતીનો ખોળો ભરનાર રાંદલ માતાજીનો પ્રાચીન સંપૂર્ણ ઈતિહાસ

આપણા દેશમાં દેવીઓની મહિમા ખૂબ જ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. આવા જ એક દેવી કે એનો મહિમા ખૂબ જ ગવાય છે, જેમને સંતાન આપનાર દેવી કહેવાય છે, તેવા રાંદલ માતાજી સૌરાષ્ટ્રના દડવા ગામે બિરાજમાન છે. અહીં તેઓ બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. અને એમના કારણે ગામમાં દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે.

રાંદલ માતા સૂર્યનારાયણના ધર્મપત્ની છે અને તેઓ રન્ના દે તરીકે પણ ઓળખાય છે. તેઓ ભગવાન વિશ્વકર્માના પુત્રી તથા યમ અને યમુનના માતા છે. તો આજે તેમના ધરતી પર પ્રાગટ્યના ઇતિહાસ વિશે વાત કરીશું. એક સમયે સૂર્યનારાયણએ રાંદલ માતાને મૃત્યુલોકમાં જવાનું કહીને અધર્મે વળેલા મનુષ્યોને ધર્મ પર લાવવાનું કામ સોપ્યું. રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા ત્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને લોકો ગામ છોડી જતા હતા.

ત્યારે માતાજીની કૃપાથી ખુબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો. લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી, રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખી ઉછેરીને મોટી કરી હતી. ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કારો થાય છે, અપંગ, આંધળા લોકો તથા કોઢથી પીડાતા લોકો સાજા થઇ જાય છે. છતાં પણ લોકો તેમને ઓળખી નથી શકતા.

એકવાર રાંદલ માતાજી બાજુના ગામમાં જાય છે ત્યારે તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમાં દૂધ તથા દહીંની વસુલી કરવા મોકલે છે. આ બધું જોઈને માતાજીએ 16 વર્ષની સુંદર કન્યાનું રૂપ લીધું. સિપાહીઓએ આ કન્યાને જોઈ તેના વિશે બધી જ વાત રાજાને કરી. રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઇ આવવાનો આદેશ આપ્યો. આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડયા પણ આખા ગામમાં એ સુંદરી કશે જોવા મળી નહી. જેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી.

ત્યારે ગામના લોકોની મદદે માતાજી આવ્યા. તેમણે ધૂળનો એક મોટો વંટોળ ઉભો કર્યો જેમાં રાજાનું સૈન્ય દડાઇ ગયું. આદ્યશકિત જગદંબા માતા એક વિકરાળ રુપે પ્રગટ થયા. અહીં રાજાનું સૈન્ય દડાઇ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું. લોકોમાં આ જોઈને ખુશીની લાગણી છવાઈ જાય છે અને તેઓ માતાજીને તેમની સાથે જ રહી જવા વિનંતી કરે છે. અને માતા વરદાન આપે છે કે

જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રધ્ધાથી તેમની ભક્તિ કરશે તેમના દુઃખ તેઓ દૂર કરશે. તેથી જ અહીં સ્થાપિત છે માતાનું મંદિર. જ્યાં દર નવરાત્રીએ યજ્ઞ થાય છે, રાંદલ માતાજીના લોટા તેડાય છે, ચંડીપાઠ થાય છે. અહીં ગોરાણીઓ જમાડવામાં આવે છે તથા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. અહીં અહીં ધજા ચડાવવામાં આવે છે, બાળકોની બાબરીની વિધિ પણ કરાવવામાં આવે છે.

અહીં મંદિરમાં આરતીના દર્શન કરવા એ એક લહાવો લેવા જેવું છે. અહીં જે ભક્ત સાચા મનથી રાંદલ માતાને પ્રાર્થના કરે છે તેની બહી જ મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને અહીં નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે. જેમની કામના માતાજી પૂર્ણ કરે છે.

જાણો કેમ હિન્દૂ પરિવાર માં રાંદલ માં ના લોટા તેડવામાં આવે છે, શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ: જરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય રાંદલનાં લોટા તેડવાની પ્રથા છે. અને દરેક ગુજરાતી હોંશે હોંશે માતા રાંદલનાં લોટા ટેડે છે. રાંદલનાં લોટા રવીવારે કે મંગલવારે જ તેડવામાં આવે છે

ભૂદેવ દ્વારા સવારે વહેલા માતાના મોટાનું સ્થાપન બાજોઠ પર કરવામાં આવે છે અને તેને શોળે શણગાર સજાવવામાં આવે છે..પૂજા અર્ચના કરવામાં આવે છે. બપોર થતાં તેર ગોયણીઓને જમવા બોલાવવામાં આવે છે ને માં રાંદલનાં ગરબા ને ગીતો ગાઈને ધોડો ખૂંદીને બધી જ ગોયણીને ખીર ને રોટલીનો પ્રસાદ આપી જમાડવામાં આવે છે. અને સાંજે પણ સંધ્યા સ્માએ માતાના ગરબા ગાવામાં આવે છે ને બીજે દિવસે સવારે કૂવારી કન્યાઓને જમાડી માતાને વિદાય કરવામાં આવે છે.

માતા રાંદલનો ઇતિહાસ :
માતા રાંદલનાં ઘણા નામો છે. રન્નાદે,રાનલ દે, સંજ્ઞા દે, અનેક અનેક નામોથી માતા રાંદલને પૂજવામાં આવે છે. માતા રાંદલ ભગવાન સૂર્યના પત્ની છે અને રાજા યમ અને નદી યમિનનાના માતા પણ છે. જ્યારે શનીદેવ અને તાપી નદી માતા રાંદલનાં છાયાના સંતાનો છે. સૂર્ય દેવે માતા અદીતીની ઇચ્છાને માન આપીને માતા રાંદલ સાથે લગ્ન કર્યા હતા.

એકવાર માતા અદિતિ ભગવાન સૂર્યને લગ્ન કરવા માટે મનાવે છે. સૂર્ય ભગવાન માની જાય છે. ત્યારે માતા આદિતી દેવી કાંચના પાસે જાય છે ને પોતાની દીકરી રન્નાદેનો હાથ તેના દીકરા સૂર્ગ માટે માંગે છે. માતા અંચનાને તો ના કહી કે તમારો દીકરો તો આખો દિવસ ઘરની બહાર રહે છે..મારી દીકરી તો ભૂખે મરી જાય…ત્યારે એ જ સમયે આંચના દેવી માતા અદિતિના ઘરે તાવડી માંગવા માટે આવે છે અને ત્યારે માતા અદીતી કહે છે કે હું તાવડી તો આપું પણ જો ટૂંટી જશે તો હું ઠીકરી ની જગ્યાએ દીકરી માંગીશ. અને એ જ સમયે રસ્તામાં બે આખલા લડાઈ કરતાં હતા ને એ આંચના દેવીના હાથમાં રહેલ તાવડીને સાથે અથડાય છે ને તાવડીને તોડી નાખે છે ને ત્યારબાદ પોતાની શર્ટ મુજબ રન્નાદે ના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે થયા હતા.

લગ્ન પછી રાંદલ માતા સૂર્યભગવાનના તેજ સામે ટકી શકતા નથી. તે સૂર્ય ભગવાન તરફ નજર પણ માંડી શકતા ન હતા. એટ્લે તેમણે તેમનું બીજું રૂપ છાયા ને પ્રગટ કરી તે પીઆર જતાં રહે છે. ને પછી તેમના પિતા સમજાવે છે એ સમયે તેમના પિતા એવું કહે છે કે દીકરી તો સાસરે જ શોભે. આવા તિરસ્કાર ભરેલ શબ્દોથી માતા રાંદલને દુખ લાગે છે ને તેઓ પૃથ્વી પર ધોડીનું સ્વરૂપ લઈને આવે છે ને એક પગે ઊભા રહીને તપ કરે છે.

બીજી બાજુ છાયાને ભગવાન સૂર્ય રન્નાદે સમજે છે ને એ સમયે તેમણે પુત્ર શનિ દેવ અને તાપી નો જન્મ થયો. એક સમયે યમ અને શનિ ને ખૂબ લડાઈ થાય છે ને એ સમયે યમને છાયા શ્રાપ આપે છે….આ સાંભળી ભગવાન સૂર્યનારાયણ દેવવિચારે છે કે છાયા એ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહી. નક્કી વાતમાં કઈક રહસ્ય છે. એ સમયે એ સાચું શું છે એ જાણવા છાયાને પૂછે છે ને સાચું બતાવવા કહે છે. ત્યારે છાયા સાચું કહે છે કે હું રાંદલની છાયા છુ ને રાંદલ તો પૃથ્વી પર ધોડી સ્વરૂપે તપ કરી રહી છે. ને આ જાણી ભગવાન સૂર્ય પણ ધોડાનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવે છે ને રાંદલ નું તપ ભંગ કરે છે.

ત્યારે આશ્વ ઘોડો ને અશ્વિની ઘોડીનાં નસ્‍કોરા માંથી અશ્વિનીકુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણદેવ દેવી રાંદલના કહેવાથી તેમનું તેજ ઓછું કરે છે ને આ પૃથ્વીને તેમના આકરા તાપથી બચાવવાનું વચન આપે છે. આ બાજુ દેવી રાંદલનાં તપથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જેકોઈ દેવી રાંદલનાં બે લોટા તેડશે. તેમના ઘરમાં, સુખ, શાંતિ ને પ્રગતિ થશે. એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો. આમ રાંદલ છાયાના લોટા તેડવાની પરંપરા બની.

Rachita Vidhata