હિન્દી ફિલ્મોનાં શોખીન પણ જુએ આ 10 ફિલ્મો, પણ બાળકો સાથે જોવાની ભૂલ ક્યારેય પણ ન કરતા, થવું પડશે શર્મશાર….

0

ભલે તમે બોલીવુડ ફિલ્મોના વધારે પડતાજ દીવાના હોવ, પણ તમારે અન્ય ભાષાઓની ફિલ્મો પણ જરૂર જોવી જોઈએ. હોલીવુડની જ વાત કરીએ તો અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ ઘણી એવી બેહતરીન ફિલ્મ બનતી હોય છે. જેમાં એવી પણ ફિલ્મો છે જે દરેકે જોવી જોઈએ પણ અમુક ફિલ્મો એવી પણ છે જેને માત્ર વયસ્ક વ્યક્તિ જ જોઈ શકે છે.
કેમ કે હોલીવુડ ફિલ્મો, બોલીવુડ ફિલ્મોથી ખુબજ અલગ હોય છે. તેમનો એક્શન, કોમેડી અને રોમાંસ પણ ખુબજ અલગ હોય છે. એમાં પણ એક વાત જરૂરી છે કે કોઈ પણ ફિલ્મનું માત્ર નામજ જોઇને તેને જોવા માટે બેસી જવું ન જોઈએ.

જો કે હોલીવુડમાં પણ બાળકો માટે ઘણી ફિલ્મો બનતી હોય છે. અમુક મોટી વયના લોકો માટે બનેલી ફિલ્મ પણ બાળકો જોઈ શકે છે. પણ હાલ અમે જે ફિલ્મો બતાવવા જઈ રહ્યા છે જેને તમે બાળકોની સાથે ન જુઓ તો બેસ્ટ રહેશે. નહીતર ગડબડ પણ થઈ શકે છે. તેનું કારણ તમને આ સ્ટોરી વાંચ્યા બાદ જ ખબર પડશે.

10. Titanic

ટાઈટેનીક જેવી મહાન રોમેન્ટિક મુવી ખુબ ઓછી માત્રામાં બનતી હોય છે. જેણે પણ આ ફિલ્મ નથી જોઈ સમજો કે તેનું જીવન અધૂરું છે. પણ હા, ફિલ્મમાં પેન્ટિંગ વાળો સીન અને ઇંટીમેટ સીન કઈક વધારે પડતાજ બોલ્ડ છે.

9. Ted

ક્યુટ લાગતા ટેડી બીયર ને જોઇને આ ફિલ્મને બાળકોના લેવલ ની ફિલ્મ ના સમજો. સાચે જ આ ફિલ્મ ખુબજ રોમાંચિત છે. જેમાં ઘણા એવા ઈમોશન્સ છે. પણ આ ટેડી ખુબ વધારે નોટી છે. આ ફિલ્મ ને સમજદાર અને બુદ્ધીવાન લોકો જોશે તો જ સારું રહેશે.
8. Neighbours

આ ફિલ્મમાં એક ક્યુટ બાળકી પણ છે અને સાથે જ તે ખુબજ એન્ટરટેનિંગ ફિલ્મ છે. પણ આ ફિલ્મમાં બાળકો જેવું કઈ જ નથી. આ ફિલ્મ પાર્ટી, શરાબ અને બોલ્ડનેસ થી ભરપુર છે.

7. 50 Shades of Grey

EL James પર આધારિત આ ફિલ્મ એડલ્ટ ફિલ્મો નો બાપ છે. જેમાં તમને કાઈક જોવા તો મળશે પણ તેને એકલા જ જોવું તમારા માટે બેસ્ટ રહેશે.

6. Saw

જો તમારા ઘરના  બાળકો ને હોરર ફિલ્મો નો શોખ છે તો તેની સાથે તમે  ‘Annabelle’ કે કોઈ બોલીવુડ ફિલ્મ પણ જોઈ શકાય છે. પણ હોરર ના નામ પર આ ખતરનાક ફિલ્મોનો ચુનાવ ગલત સાબિત થશે. આ ફિલ્મ હોરર થી વધારે ધીનૌની છે.
5. Hostel

‘Hostel’ ટીનએજર્સ પર આધારિત આ ફિલ્મ છે. પણ માર-કાટ, હિંસા અને ખૂન વગેરે આ ફિલ્મમાં હદ થી વધારે છે.

4. Borat

આ કોમેડી ફિલ્મને દર્શકો અને આલોચકો દ્વારા ખુબજ વધારે પસંદ કરવામાં આવી છે. જો તમને એડલ્ટ કોમેડી પસંદ છે તો આ ફિલ્મ તમારા માટે જ છે. પણ આ ફિલ્મમાં તમને ખૂબ વધારે પડતીજ અશ્લીલતા જોવા મળશે.

3. The Wolf of Wall Street

આ ફિલ્મ ખુબજ બેહતરીન અને હલ્કી-ફુલ્કી ફિલ્મ છે. આ તમને એન્ટરટેન તો કરશે જ, પણ ફિલ્મમાં બોલ્ડ સીન્સ, ન્યુંડીટી અને દારૂ વગેરે નો નશો ખુબજ વધારે બતાવામાં આવ્યો છે.
2. American Pie

‘American Pie’ સીરીઝ ની 4 ફિલ્મો બની છે. આ ફિલ્મ મુડ ઠીક કરવા માટે ખુબજ સારી છે. તેમાં ખૂબ વધારે માત્રામાં ફન પણ છે, પણ હા, આ ફિલ્મ બાળકો માટે નહિ પરંતુ મોટી વયના લોકો માટેજ બનેલી છે.

1. Euro Trip

આ ફિલ્મમાં ટીનએજર્સ ની જિંદગી અને તેની એક ટ્રીપ પર ફોકસ કરવામાં આવ્યું છે.પણ આ બીજા લેવલની ફિલ્મ છે. જેમાં ન્યુંડીટી ને વધારે પડતુજ બતાવામાં આવ્યું છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here