હિમેશ રેશીમીયાએ આ એક્ટ્રેસ સાથે કરી લીધા લગ્ન,આવા અંદાજમાં આવ્યા નજરે, જુઓ Photos….

0

સિંગર, મ્યુઝીશીયન અને એકટર હિમેશ રેશમીયાએ પોતાની ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે 11 મેં નાં રોજ લગ્ન કરી લીધા છે. હિમેશ આગળના એક વર્ષ થી સોનિયાને ડેટ કરી રહ્યા હતા અને તેની સાથે લીવ ઇન રીલેશનમાં હતા.જણાવી દઈએ કે સોનિયા સાથે લગ્ન કરવા માટે હિમેશે પોતાની 22 વર્ષનાં લગ્નથી પહેલી પત્ની કોમલ સાથે ડિવોર્સ લીધો હતો. હિમેશ રેશમિયાએ એક સિમ્પલ સમારોહની સાથે ઘરે જ અમુક ખાસ લોકોને બોલાવીને ગુજરાતી રીત-રીવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આગળના વર્ષ થી જ હિમેશ રેશમિયાનાં સોનિયા સાથેના લગ્નની ચર્ચાઓ ચાલવા લાગી હતી. જુન 2017 માં હિમેશે પોતાની પહેલી પત્નીને તલાક આપ્યો હતો. બંનેનાં લગ્ન 20 વર્ષ સુધી ચાલ્યા હતા અને તેઓનો એક દીકરો પણ છે.હિમેશ રેશમિયાનાં લગ્નને જોઇને કહી શકાય છે કે બોલીવુડમાં હાલના દિવસોમાં લગ્નનો મોસમ છે કેમ કે એક દિવસ પહેલા નેહા ધૂપિયાએ લગ્ન કર્યા છે અને તેના બે દિવસ પહેલા સોનમ કપૂરે પણ પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નક કરી લીધા છે. રીપોર્ટ અનુસાર સોનિયા સાથે હિમેશની દોસ્તી 10 વર્ષ જૂની છે, પણ હિમેશની પહેલી પત્નીએ સોનિયાને ક્યારેય પોતાનો રિશ્તો તૂટવા પર જવાબદાર ગણી ન હતી. જો કે ખુદ તેની પહેલી પત્ની એ કહ્યું કે હું અને મારો દીકરો પણ સોનિયાને ખુબ જ પસંદ કરીએ છીએ.

આખરે કોણ છે આ સોનિયા:સોનિયા એક એક્ટર છે અને તેણે ઘણી એવી ટીવી સીરીયલ્સમાં કામ કરેલું છે. જેમાં ‘કિટ્ટી પાર્ટી’, ‘જુગની ચલી જાલંધર’, ‘કેસા એ પ્યાર હૈ’, ‘યેસ બોસ’, ‘જય હનુમાન’ માં કામ કરેલું છે. જયારે હિમેશ રેશમિયા સિંગર, એક્ટર અને મ્યુઝીશીયન બોલીવુડમાં ખાસ પહેચાન ધરાવે છે. તેણે બોલીવુડની સલમાન ખાનની ઘણી એવી ફિલ્મોમાં મ્યુઝીક આપ્યું છે. અને ટીવી પર જજ નાં તૌર પર પણ નજરમાં આવ્યા છે.

Author: GujjuRocks Team, સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!