બચપણથી હતું હેલીકોપ્ટરમાં ઊડવાનું હતું સ્વપન, 9મી પાસ મીકેનીકે ગેરેજમાં જુગાડ કરીને બનાવી દીધું 2 સીટર ચોપર, ખર્ચ કરી નાખ્યો 40 લાખ રૂપિયા…

0

મહારાષ્ટ્રનાં સાંગલીમાં રહેનારા ટ્રેક્ટર મિકેનિક પ્રદીપ શિવજી મોહિતેને બચપણથી હેલિકોપ્ટરમાં ઉડાન ભરવાના સપના સેવ્યા હતા. પરંતુ આર્થિક તંગી નડતી હતી. પછી એક દિવસ તેણે ‘3 Idiots’ મૂવી જોયું. જેમાં આમિર ખાનનું પાત્ર ‘કુસુક વાંગડું’ ની અસર પ્રદીપના મન પર છવાઇ ગઈ. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે હવે હેલિપકોટર માં નહી બેસે પણ તેનો માલિક પણ બનશે. પછી શું ? ગેરેજ પર જ જુગાડ કરીને તેણે આખરે જુગાડ કરીને હેલીકોપ્ટર બનાવી જ નાખ્યું. તેના માટેતેણે પોતાની બધી જ જમા પૂંજી ની રકમ પણ વાપરી નાખીને પોતાની જમીન પણ વેંચી દીધી. ને લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.

પ્રદીપ ને આવી રીતે ભરી તેના સપનાની ઉડાન :

– 2013 માં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)તરફથી પ્રદીપને ‘ધ્રુવ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. ત્યાથી જ તેના સપનાને પાંખ મળી.– 9મી સુધી ભણેલો પ્રદીપ જણાવે છે કે, પહેલા હું કાગળનું હેલિકોપ્ટર બનાવી ઉડાડયું હતું. પછી તેણે એની જગ્યાએ રમકડાનું હેલિકોપ્ટર લઈ લીધું.

– ધીરે ધીરે જૂની ગાડીનો સામાન અને જુગાડ કરી હેલિકોપ્ટર બનાવવાનું વિચાર્યું અને તેનું રિજલ્ટ તમારી સામે છે.
– તમને એ જણાવી દઈએ કે બાઇક અને જીપમાં જ વપરાયેલી વસ્તુઓની મદદથી જ આ ટૂ સીટર ચોપર બનાવ્યું. આ લગભગ દોઢ કલાકની ઉડાન ભરી શકે છે

– ઓટોમોબાઇલ બ્રેક કેબલ દ્વારા કંટ્રોલ રોડર્સ ને પાવર આપવા માટે પ્રદીપને મારુતિનું 800 નું એન્જિન વાપરવામાં આવ્યું છે.

– એન્જિનને સ્ટાર્ટ કરવા માટે તેણે ટ્રેક્ટરની બેટરી ને ઇન્સ્ટોલ કર્યું છે. પ્રદીપ અત્યારે ફાઇટર હેલીકોપ્ટર બનાવવાની તૈયારીમાં છે.

જુગાડથી બનેલ હેલીકોપ્ટરને જોવા ઉમટે છે લોકોની ભીડ :પ્રદીપની આ સફળતાને જોવા માટે લોકો દૂર દૂરથી તેમના ઘરે આવી રહ્યા છે.તેમના જણાવ્યા મુજબ, હેલિકોપ્ટર બનાવતી ઘણી કંપનીઓના લોકો તેમને મળ્યા છે. વાસ્તવમાં, તે જાણવા માંગે છે કે કેવી રીતે પ્રદીપે આવી ઓછી કિંમતમાં બનાવ્યું છે.

– પ્રદીપ માને છે કે, આ ક્ષણે, તે કોઈપણ કંપની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને મહારાષ્ટ્ર સરકારને તેમની મદદ કરવા માંગે છે જેથી તેઓ તેમના લોકો માટે આવા ઓછા ખર્ચે હેલિકોપ્ટર બનાવી શકે.
જો કે, તેઓ નિરાશ થયા છે કે ક્યારેક તેમને સરકાર તરફથી તેમની સંપર્ક કરવા માટે સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here