હાર્ટએટેક ને પાણી સાથે છે સીધો સંબંધ, એક્સ્પર્ટ ડોક્ટર્સની સલાહ અને સૂચનો…વાંચો લેખ માં

0

“હાર્ટએટેક અને પાણી” …

આજની ફાસ્ટ લાઈફમાં જેમ જેમ લોકોનું કામ વધતું જાય છે એમ લોકોના શોખ પણ વધતા જાય છે અને લાઈફસ્ટાઈલ પણ બદલાતી રહી છે. ફાસ્ટ જીવનમાં ફાસ્ટફૂડ જમવાનું જેના કારણે શરીરમાં અનેક તકલીફો થતી હોય છે આજે એકપણ ઘર એવું નહિ હોય જેમાં કોઈને કોઈ તકલીફ ના હોય. આજે અમે તમને પાણી સંબંધિત એવા રહસ્યો જણાવીશું જેનાથી તમે તમારા અનેક દુખો દુર કરી શકશો.

જો તમે રાત્રે સુતા પહેલા પાણી નથી પીતા તો તમારે હવે શરુ કરવું જોઈએ. તમે જયારે પણ રાત્રે સુવા માટે જાવ ત્યારે એક ગ્લાસ પાણી પીવાનું રાખો અને જયારે પણ રાત્રે ઉઠો ત્યારે પણ એક ગ્લાસ પાણી પીવો. આમ કરવાથી રાત્રે ઊંઘમાં હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે. તમે જાણતા નહિ હોવ પણ જરૂરી નથી કે દરેક સમયે હાર્ટ એટેક દરમિયાન હૃદય પાસે દુખે, ઘણીવાર ઊંઘમાં પણ એટેક આવે છે અને રાત્રે કોઈને ખબર પણ પડે નહિ અને જયારે ખબર પડે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય.

જો તમને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય તો તેની પાછળ પણ એક કારણ છે. જયારે તમે ઉભા હોવ એટલે કે જાગતા હોવ ત્યારે પાણી એ આપણા શરીરના નીચેના ભાગમાં જમા થતું હોય છે. પણ જયારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે પાણી એ શરીરમાં સમાંતરે ફેલાય છે અને ત્યારે કીડની એ પાણીને તમારા શરીરમાંથી બહાર ફેંકે છે. તે કારણે જ રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય છે.

એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવી જ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડોક્ટરે આપેલી ખુબજ અગત્યની માહિતી મુજબ …

૧] જો પાણીને યોગ્ય સમયે અને પ્રમાણમાં પીવામાં આવે તો તે આપણા શરીરમાં એ ખુબ અસરકારક સાબિત થાય છે.

૨] દરરોજ સવારમાં ૨ ગ્લાસ પાણી પીવાથી તમારું શરીર એ અંદરથી સાફ થઇ શકે છે.

૩] જો તમારી પાચન શક્તિ નબળી છે તો તમારે રોજ જમવા બેસવાના સમયના ૩૦ મિનીટ પહેલા ફક્ત ૧ ગ્લાસ પાણી પીવાનું રહેશે.

૪] જે મિત્રોને બ્લડપ્રેશરની તકલીફ છે તેમણે રોજ નહાતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવું જોઈએ.

૫] રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

૬] જો તમને ઊંઘમાં ઘણીવાર નસ ચઢી જાય કે પછી રગ ચઢી જવી એવી તકલીફ થતી હોય તો તમારે રાત્રે પાણી પીને જ સુવું જોઈએ.

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે….

૧) સવારે ૬ વાગ્યા થી બપોર સુધીમાં હાર્ટએટેક આવવાની સંભાવના વધારે હોય છે. જે પણ લોકોને રાત્રે ઊંઘમાં એટેક આવે છે તેમની સાથે કોઈને કોઈ બનાવ બન્યો હશે જેના કારણે રાત્રે તેમને એટેક આવે છે.
૨) એસ્પીરીન ગોળીની અસર એ ૨૪ કલાક માટે રહે છે તો તમે જો આવી કોઈ ગોળી ગાળવા ઈચ્છો છો તો તમારે એ ગોળી રાત્રે જ ગળવી જોઈએ.
૩) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
૪) એસ્પીરીન ગોળી એ હંમેશા તમારે સાથે રાખવી જોઈએ એ ગોળી એ અમુક એવા સમય દરમિયાન જીભ પર મુકવાથી તે તરત ઓગળી જાય છે અને તમારો જીવ બચાવી શકે છે.

હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે …

૧] હાર્ટએટેક દરમિયાન દરેકને હૃદયમાં દુખાવો થાય એવું જરૂરી નથી. ઘણીવાર દાઢીમાં દુખાવો થવો, પરસેવો થવો ઉલટી અને ઉબકા જેવું પણ થતું હોય છે આ લક્ષણો પણ હાર્ટ એટેક માટેના છે.
૨] લગભગ ૬૦ ટકા હાર્ટ એટેક એ રાત્રે ઊંઘમાં આવતા હોય છે અને તે લોકો સવારે ઉઠી શકતા નથી. પણ અમુકવાર છાતીમાં અસહ્ય દુખાવો થવાથી ઊંઘમાંથી પણ ઉઠી જવાય છે.
૩] જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ: …

જો તમને નાનો કે મોટો, હળવો કે ભારે ગમે તેવો એટેક આવ્યો હોય અને તમે હજી સુધી કસરત કરવાની શરૂઆત કરી નથી તો તમારે આજથી જ કસરત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો તમે એમ વિચારો છો કે બધું કામ આરામ આરામથી શાંતિથી કરીશું અને સુતા જ રહીશું તો એ વાત એ સારી નથી. આના કરતા તમારે કસરત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ.

હાર્ટ એટેક પછી જેટલું વહેલા તમે કસરત કરવાની શરૂઆત કરશો એટલું તમારા હૃદય માટે સારું રહેશે. જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે વહેલામાં વહેલી તકે કસરત શરુ કરવી જોઈએ. યુનિર્વસિટી ઓફ અલબર્ટામાં અભ્‍યાસ કરનાર મુખ્‍ય સંશોધક માર્ક હેકોવસ્‍કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્‍ય અસર કરે છે. બની શકે તો પ્રયત્ન કરો કે હાર્ટ એટેક આવ્યા પછીના એક જ અઠવાડિયામાં હળવી કસરતથી શરૂઆત કરી દેવી જોઈએ. નિયમિત કસરત કરવાથી હૃદયને બહુ ફાયદા મળે છે.

આજે દેશ અને વિદેશમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. જો તમે આજથી છ મહિના નિયમિત કસરત કરશો તો તેનો ફાયદો તમને અચૂક જોવા મળશે. આજે લોકોની બદલાતી જીવનશૈલી એ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. આજે જે પણ મિત્રો એટેક પછી આરામ કરવામાં માને છે તેમને આજથી જ કસરત કરવી જોઈએ. બની શકે તો હળવી કસરત અને ચાલવાથી શરૂઆત કરી શકો છો. અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ તમારા શરીર અને હૃદય માટે બહુ ઉપયોગી રહેશે.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો? આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here