આ મામૂલી વસ્તુ માટે વિદેશના લોકો કરે છે પડાપડી, સસ્તા ભાવે મળતી આ વસ્તુના ગુણકારી લાભ ભારતના લોકોને ખબર નથી… વાંચો આજે કઈંક નવું

0

લોકોને ગળ્યું ખાવું ખૂબ જ ગમતું હોય છે. સવારની ચાથી માંડીને ડિનર પછી ડેઝર્ટના રૂપમાં પણ દરેકને ગળ્યું ખાવું ગમે  છે. પરંતુ શું તમે જાણો છો કે આટલું બધું ગળ્યું ખાવાનું એક મીઠા ઝેરની જેમ કામ કરે છે? આનાથી ઘણી બધી બીમારીઓ શરીરને ઘેરી વળે છે. ખાંડ ભલે શેરડીમાંથી બને છે પરંતુ તેને બનાવવાની પ્રક્રિયામાં એટલા કેમિકલ્સ વપરાય છે કે તેમાં મીઠાશ સિવાય કોઈ પોષક તત્વ બચતું નથી. જો તમે પોતાની ડાયટમાંથી ખાંડને કાઢી ન શકતા હોવ તો આજે અમે તમને ખાંડના બદલે શું વાપરી શકાય એ વિશે જણાવીશું, જે ખાંડની જેમ ગળ્યું પણ છે અને તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ થાય છે.

તમારી ડાયેટમાં ખાંડને બદલે તમે ખજૂરમાંથી બનેલો ગોળ, સ્ટેવિયા, ગોળ કે નારિયેળની ખાંડ પણ વાપરી શકો છો. ખજૂરમાંથી બનેલો ગોળ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. તેને પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે એટલે તેમાં કોઈ જ કેમિકલ્સઓ ઉપયોગ નથી થતો.

સ્ટેવિયા એક એવો છોડ છે જેના પાંદડા એટલા મીઠા હોય છે કે તેની આગળ ખાંડનું ગળપણ પણ ઓછું પડી જાય. આ પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. તે ડાયાબિટીઝ અને ઓબેસિટીથી ઝઝૂમી રહેલા લોકો આરામથી ખાઈ શકે છે.

નારિયેળની ખાંડનો રંગ કથ્થઈ હોય છે, જે નારિયેળના ઝાડમાંથી નીકળવાવાળા મીઠા પાણીથી બને છે. આ પાણીને બાળીને ખાંડ બનાવવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

હવે વાત કરીયે ગોળની, તો ગોળને ઉદરતી રીતે બનાવવામાં આવે છે. આયુર્વેદમાં ગોળને રોગનાશક માનવામાં આવ્યો છે. પરંતુ ગોળ ખરીદતી વખતે એક વાત ધ્યાનમાં રાખજો કે ગોળ જેટલો કાળો હશે એટલો જ તે શુદ્ધ હશે. ચમકતો અને લાલ ગોળ સારો માનવામાં નથી આવતો કારણકે ગોળને લાલ અને ચમકદાર બનાવવામાં કેમિકલ્સ વપરાય છે. આની ખાસિયત એ છે કે આ ખાવામાં મીઠો તો હોય છે પરંતુ એ ડાયાબિટીસ જેવા રોગોના ખતરાને ઓછું કરે છે. જે લોકોને ગળ્યું ખાવાની મનાઈ હોય છે, તેઓ ગોળ ખાય છે. ગોળની તાસીર ગરમ હોય છે એટલે જ લોકો શિયાળામાં ગોળની ચા અને ખીર ખાવા પર વધુ ધ્યાન આપે છે. જોકે ગોળને આખું વર્ષ ખાઈ જ શકાય છે. અહીં હવે વાત કરીશું ગોળ ખાવાથી થતા બેજોડ ફાયદાઓ વિશે:

1. પેટ માટે ગુણકારી

ગોળ પેટથી સંબંધિત ઘણી સમસ્યઓનો રામબાણ ઈલાજ છે. જો તમને પણ ગેસ કે એસીડીટીની તકલીફ હોય તો ગોળ ખાવાથી લાભ મળશે. તો ગોળ, સિંધવ મીઠું અને સંચળ ભેગું કરીને ખાવાથી ખાટા ઓડકારાથી છુટકારો મળશે. ભોજન પછી ગોળ ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. ગોળ ખાવાથી ભૂખ પણ વધે છે.

2. દૂર કરે લોહીની અછત

ગોળમાંથી આયર્ન મોટી માત્રામાં મળે છે. જો તમારું પણ હિમોગ્લોબીન ઓછું છે તો રોજ ગોળ ખાવાથી લાભ મળશે. ગોળ ખાવાથી શરીરમાં લાલ રક્ત કોશિકાઓની માત્રા વધી જાય છે. આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓને ડોક્ટર ગોળ ખાવાની સલાહ આપે છે. એનિમિયાના દર્દીઓ માટે તો ગોળ અમૃત સમાન છે.

3. કંટ્રોલમાં રહેશે બ્લડ પ્રેશર

ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન લોકોને રોજ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

4. હાડકા રહેશે મજબૂત

ગોળમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે. આ બંને તત્વો હાડકાને મજબૂતી આપવામાં ખૂબ જ કારગર છે. ગોળને આદુ સાથે ખાવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળે છે.

5. શરીર બનશે મજબૂત અને એક્ટિવ

ઓલ શરીરને મહબૂત અને એક્ટિવ બનાવી રાખે છે. શારીરિક કમજોરીને દૂર કરવા માટે દૂધની સાથે ગોળનું સેવન કરવાથી તાકાત આવે છે. અને શરીરમાં ઉર્જા બની રહે છે. જો તમને દૂધ ન ભાવતું હોય તો એક કપ પાણીમાં પાંચ ગ્રામ ગોળ ઓગાળીને થોડો લીંબુનો રસ અને સંચળ નાખીને પીવાથી તમને થાક નહિ લાગે.

6. શરદી-ખાંસીમાં કારગર

ગોળ શરદી ખાંસી ભગાડવામાં ઘણો અસરદાર હોય છે. કાળું મરચું અને આદુ સાથે ગોળ ખાવાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે. જો કોઈને ખાંસીની તકલીફ હોય તો તેને ખાંડને બદલે ગોળ ખાવો જોઈએ. ગોળને આદુ સાથે ગરમ કરીએં ખાવાથી ગળાની ખરાશ અને જલનમાં રાહત મળે છે.

7. આંખો માટે ફાયદેમંદ

ગોળનું સેવન આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. ગોળ ખાવાથી આંખની કમજોરી દૂર થાય છે. એટલું જ નહિ, ગોળ આંખોની રોશની વધારી રાખવા માટે ખૂબ જ મદદગાર છે.

8. મગજ માટે ગુણકારી

ગોળ આપણા મૂડને સારો બનાવી રાખવાનું કામ પણ કરે છે. એટલું જ નહિ જો તમને માઈગ્રેનની તકલીફ હોય તો રોજ ગોળ ખાવાથી ઘણો ફાયદો થશે. નિયમિત રૂપથી ગોળ ખાવાથી તમારું મગજ મજબૂત બની રહેશે અને યાદશક્તિ પણ સારી રહેશે.

9. ત્વચાની સારસંભાળમાં ફાયદાકારક

ગોળ આપણી ત્વચાને સાફ રાખીને તેની સારસંભાળમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગોળ શરીરમાંથી હાનિકારક ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી આપણી ત્વચા સાફ અને સ્વસ્થ રહે છે. રોજ ગોળ ખાવાથી ખીલથી છુટકારો મળે છે અને ચહેરા પર ચમક આવે છે.

10. પીરિયડ્સમાં અસરદાર

પીરિયડ્સ દરમ્યાન થવાવાળી તકલીફોથી છુટકારો મેળવવા માટે ગોળ ખાવો જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here