હવે સહેલાઈથી છોડો સ્મોકિંગ, અપનાવો આ 10 દેશી રીત – શેર કરી બધે જ ફેલાવો આ કામની માહિતી

તમાકુ અને સ્મોકિંગના કારણે દર વર્ષે દુનિયામાં લાખો લોકો મોતના શિકાર બને છે. આ જાણવા છતાં આપણે તમાકુ કે સ્મોકિંગ છોડી નથી શકતા, કારણ કે આપણને આની લત લાગી જાય છે. તમાકુ ચાવવાની સાથે સ્મોકિંગ પણ નુકશાનકારક છે. તો આવો કેટલીક એવી આદતો વિશે જાણીએ જેનાથી તમે સ્મોકિંગ આસાનીથી છોડી શકશો.

ચ્યુઇંગ ગમ સ્મોકિંગ છોડવા પાછળ ચ્યુઇંગ ગમ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. સ્મોકિંગની ઈચ્છા પર શુગર ફ્રી ચ્યુઇંગ ગમ ચાવવાથી નિકોટીનની માત્રા ઓછી થઈ જાય છે. આમાં વ્યસ્ત થઈ જવાથી સિગારેટ પરથી તમારું ધ્યાન હટી જશે. જ્યારે પણ આપને સ્મોકિંગ કરવાની ઈચ્છા થાય ત્યારે ચ્યુઇંગ ગમ લઈને નીકળો, આનાથી ધીમે ધીમે તમારી લત છૂટી જશે.

આદુસિગારેટ પીવાનું મન થાય ત્યારે લીંબુના રસને અને કાળા મીઠાને સૂકા આદુ સાથે મિક્સ કરીને ચુસો. આમ મોજુદ સલ્ફર સ્મોકિંગની ઈચ્છા ઓછી કરે છે અને તમને સ્મોકિંગની લત છોડવામાં મદદ કરે છે.

આંબળાઆંબળાના ટુકડા પર મીઠું નાંખીને સુકવી લો અને જ્યારે સ્મોકિંગ કરવાની ઈચ્છા થાય ત્યારે એ આંબળાને ચુસો. આમાં મોજુદ વિટામિન સી નિકોટીન લેવાની ઈચ્છા ખતમ કરી દે છે.

તજતજ ખાલી ભોજનનો સ્વાદ વધારવામાં મદદ નથી કરતું, પણ સ્મોકિંગની લત છોડવામાં પણ મદદ કરે છે. જ્યારે સિગરેટ પીવાની ઈચ્છા થાય ત્યારે તજના ટુકડાને ચાવો અથવા ચુસો. તજનો તીખો સ્વાદ નિકોટીનની ઈચ્છાને ખતમ કરી નાંખે છે.

મુલેઠીખિસ્સામાં સિગરેટની જગ્યાએ મુલેઠી રાખો. ઈચ્છા થવા પર મુલેઠીને ચાવો. આનાથી સિગરેટની ઈચ્છા ઓછી થશે અને પાચન પણ સુધરશે.

ઓટ્સતમારા ભોજનમાં ઓટ્સને પણ શામિલ કરો. ઓટ્સ શરીરના ટોક્સિક તત્વોને બહાર કાઢે છે અને સ્મોકિંગની ઈચ્છાને ઓછી કરે છે.

પાણીદીવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવો. આનાથી બોડી હાઇડ્રેટ રહે છે અને શરીરના ટોક્સિક તત્વો બહાર નીકળે છે અને નિકોટીનની ખરાબ અસર ઓછી કરવામાં મદદ કરે છે.

લાલ અથવા કાળા મરીલાલ અથવા કાળા મરીમાં કેપ્સિસીન સિવાય વિટામિન સી પણ હોય છે. આ આપણી રેસ્પીરેટરી સિસ્ટમને મજબૂત બનાવીને નિકોટીનની ઈચ્છા ઓછી કરે છે.

બેકિંગ સોડાબેકિંગ સોડા શરીરમાં PH લેવલને બેલેન્સ કરે છે. આનાથી નિકોટીન લેવાની ઈચ્છા ઓછી થાય છે. દરરોજ 2-3 વાર બેકિંગ સોડાને પાણીમાં નાખીને પીવું જોઈએ.

મધઆમાં વિટામિન્સ, એન્ઝાઇમ અને પ્રોટીન હોય છે. આ નેચરલ હિલર કહેવાય છે. સ્મોકિંગથી થયેલા નુકસાનને ઓછું કરે છે. સ્મોકિંગની ઈચ્છા થાય ત્યારે મધ ચાટો.

મેડિટેશનપ્રાણાયમ, અનુલોમ વિલોમ જેવી બ્રીધીંગ એક્સરસાઇઝ સ્મોકિંગની આદત છોડવામાં ખૂબ જ અસરકારક છે. આ કરવાથી બોડીમાં ભરપૂર ઓક્સિજન મળે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!