હવે નહીં જોવા મળે પ્રેમી પંખીડા મલાઈકા-અર્જુન ની તસ્વીરો, જાણો શું છે કારણ……અર્જુન કપૂર આડે હાથ લીધા આ લોકોને

0

આગળના વર્ષે જ્યા બૉલીવુડ ના ઘણી જોડીઓ એ લગ્ન કર્યા છે તો અમુક નવી જોડીઓ પણ સામે આવી છે. આ નવી જોડી માં સૌથી વધારે ચર્ચિત મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રહયા છે, બંને મોટાભાગે પાર્ટી અને ટ્રીપ પર એકસાથે જોવા મળે છે. આ બંને ભલે લાંબા સમયથી પોતાના રિલેશન ને છુપાવતા આવ્યા હોય, પણ કહેવાય છે ને કે પ્રેમ છુપાવાથી છુપાતો નથી એવામાં આ બંને નો સંબંધ પણ હવે બધાની સામે આવી ચુક્યો છે. પણ કઈક એવું થયું કે આ જોડીની તસ્વીરો આવવાનું બંધ થઇ ગયું છે. જો કે એવું નથી કે આ જોડી નો સંમધ તૂટી ગયો છે કે પછી બંને વચ્ચે કોઈ તણાવ ચાલી રહ્યું છે. પણ તસ્વીરો સામે ન આવવાનું કારણ અર્જુન કપૂરની વધતી જઈ રહેલી ચિંતાઓ છે. અર્જુન કપૂર પોતાના સંબંધ અને પ્રેમિકા મલાઈકા અરોરા ની તસ્વીરો લઈને ખુબ જ ચિંતિત અને પઝેસિવ થઇ ગયા છે. માટે જ તેમણે મીડિયા તથા ફોટોગ્રાફર્સ ને પોતાના ઘરની બહાર ઉભા ન રહેવા માટે નું કહ્યું છે.જેવું કે આપણે બધા જાણીએ છીએ કે આગળના અમુક સમય થી સોશિયલ મીડિયા અર્જુન-મલાઈકા ની તસ્વીરો થી છવાઈ ગયું હતું. બસ આજ કારણ થી અર્જુન હવે ચિંતિત થઇ ગયા છે. અને એ પણ જણાવામાં આવ્યું છે કે અર્જુન એ વાતથી નારાજ છે કે ફોટોગ્રાફર્સ એક તસ્વીર માટે રોજ રાતે તેના અને મલાઈકા ના ઘરની બહાર ઉભા રહે છે. માટે અર્જુન કપૂરે ફોટોગ્રાફર્સ ને આ બાબતની વિનંતી કરી છે.આ સિવાય અર્જુને એ પણ કહ્યું છે કે તે પોતાના ઘરની બહાર તેઓને તસ્વીરો આપવા માટે તૈયાર છે પણ મોડી રાત સુધી તેની બિલ્ડીંગ ની પાસે ઉભા ના રહે.રિપોર્ટ અનુસાર અર્જુન ની પીઆર એ ખુલાસો કર્યો હતો કે,’અર્જુને ફોટોગ્રાફર્સ ને તે બિલ્ડીંગ માં રહેનારા બાકીના લોકોના તરફથી પણ વિનંતી કરી છે અને તેઓએ ખુશી-ખુશી આ વાતને માની લીધી”.એવામાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે કદાચ આવનારા સમયમાં મલાઈકા અને અર્જુન ની તસ્વીર કદાચ ફેન્સ ને જોવા નહિ મળે. અમુક સમય પહેલા જ કરણ જોહર ના શો ‘કોફી વિથ કરન’ માં પહોંચેલા અર્જુને એ ખુલાસો કર્યો હતો કે તે હાલના સમયમાં મલાઈકા ને ડેટ કરી રહ્યા છે”. આ સિવાય મલાઈકાના જન્મ દિવસ પર બંને દેશની બહાર ઉજવણી કરવા માટે ગયા હતા એન પાછા આવવાના સમયે બંને ને એયરપોર્ટ પર એકબીજના હાથ પકડેલા જોવામાં આવ્યા હતા. તેના પછી નવા વર્ષની ઉજવણી પર અર્જુન ના કાકા સંજય કપૂરે મલાઈકા ને પોતાના પરિવાર નો હિસ્સો જણાવીને સોશિયલ મીડિયા પર પુરા પરિવાર ની તસ્વીર શેયર કરી હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here