હવે ઘરે બનાવો રસમલાઈ, જેને જોઇ તુરંત મોમાં આવી જાય પાણી – રેસિપી વાંચો

રસમલાઈ એ એક એવી વાનગી છે કે જેનું નામ સાંભળતાની સાથે જ દરેકનાં મોમાં તુરંત જ પાણી આવી જાય. અને એમાં પણ આપણાં ભારતીય લોકોની તો આ ખૂબ જ ફેવરિટ મીઠાઇ છે.

આપણી ઇન્ડિયન વાનગીઓમાં આ આઇટમને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ હોય છે તેમજ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ સૌ કોઇની ફેવરિટ મિઠાઇ છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તુરંત જ ઓગળી જાય છે. જો તમે આ મિઠાઈ ક્યારેય ઘરે ના બનાવી હોય તો તમે હવે સૌ કોઇ આ મિઠાઇ બનાવવા માટે તૈયાર થઇ જાઓ.

1. રસમલાઇ બનાવવા જોઇતી સામગ્રીઃ

દૂધઃ ૭ કપ, ખાંડઃ ૪ કપ, પાણીઃ ૩ કપ, કેસર-પિસ્તા, બદામ, લીંબુનો રસ

2. રસમલાઇ બનાવવા માટેની રીતઃ

સૌ પહેલા રસ બનાવવા માટે ૩ કપ દૂધ લો અને એક તપેલી લો. તેમાં આ દૂધને ઉકળવા માટે મૂકી રાખો. હવે ત્યાર બાદ દહીં બનાવવા માટે અલગથી દૂધ લો. તેને બરાબર ઉકાળીને રાખો અને પછી લીંબુ લો અને તેનો રસ આમાં નીચોવી નાંખો.

હવે તેને ખૂબ જ સારી રીતે ભેળવીને તેને મલમલનાં કપડામાં ગાળી લો. પછી એક પ્રેશર કુકર લો. તેમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળી દો. હવે જે દહીં તૈયાર કરવામાં આવ્યું છે તેને સારી રીતે પીસી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી લો.

હવે આ તૈયાર કરેલ ગોળીઓને તમે પ્રેશર કુકરમાં નાંખી પછી એક સીટી વગાડો. હવે આ જ સમયે બીજી બાજુ એ જોઇ લો કે રસ તૈયાર થઇ ગયો છે કે નહીં. હવે આ રસમાં ખાંડ, ઈલાયચી, બદામ, પિસ્તા અને કેસર નાંખો. પછી તેને ઠંડુ થવા મૂકી દો. હવે આ તૈયાર દહીંની ગોળીઓને પ્રેશર કુકરમાંથી બહાર નીકાળી દો અને તેને હળવેકથી પ્રેસ કરો.

જેનાં દ્વારા તેમાંથી પાણી બહાર નીકળી જાય અને રસ જ્યારે ઠંડો થઈ જાય ત્યારે આ ગોળીઓને તેમાં નાંખીને ફ્રીજમાં મૂકી દો. તો લો હવે આપ સૌની રસમલાઇ થઇ ગઇ છે તૈયાર.

Recipe Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!